સત્સંગ એટલે
સત્યનો સંગ. તેને સાધના તરીકે પણ ઓળખવામા આવે છે.
સત્સંગ એટલે શું?
આપણા જીવનમાં આ ક્ષણે
સત્ય શું છે તેનું અવલોકન કરવું આવશ્યક છે.
સત્ય શું છે?
સત્ય છે - "હું છું”
આ શરીરનું
અસ્તિત્વ છે અને શ્વાસ ચાલે છે. તમારા શરીર અને શ્વાસનું નિરીક્ષણ કરો. મનનું
નિરીક્ષણ કરો.
સત્ય શું છે?
આપણા મનમાં વિચારો આવે છે
અને જાય છે. આવન જાવન, ભરતી ઓટ એ આપણા
મનની બુદ્ધિ માં હમેશાં કંઇક તર્ક અને દલીલ ચાલ્યા કરે છે.
જીવનમાં આપણા
નિર્ણયો શું હતા? તેનું પરિણામ શું
હતુ? તેનો નિષ્કર્ષ શું હતો?
તેમાંથી શું શીખ્યા?
આ ચિંતન કરવું તે સત્સંગ
છે.
માત્ર ભજન કરવા
તે સત્સંગ નથી. ભજન કરવા સત્સંગ છે, પણ એકલા નહીં.
બેસો અને મનન
કરો. 'આ જીવનમાં મેં કયા સત્યની
શોધ કરી છે? મારી નબળાઈઓ શું છે અને મારી શક્તિ શું છે?'
નબળાઈઓ કઈ રીતે ઘટી રહી
છે અને શક્તિ કઈ રીતે વધી રહી છે, તેનું નિરીક્ષણ
કરો.
આ સાધના છે. અને
આ જ સત્સંગ છે જેમાં તમારે રહેવું જોઈએ. તમારી વિવેકશક્તિ જાગૃત થઇ રહી છે;
તે પહેલા ઓછી હતી,
પણ હવે વધી રહી છે- એક
ટકોવધારે! એથી જ જીવનમાં પ્રગતિ છે. ધીરે ધીરે કે ઝડપથી, એ બની રહ્યું છે.
જો તમારું ધ્યાન
વિશ્વ પર કેન્દ્રિત હશે, તો તમે ઈશ્વરને
જોઈ શકતા નથી. જયારે ઈશ્વર દ્રષ્ટિમાન હોય, ત્યારે વિશ્વ અદ્રશ્ય થઇ જાય છે. આ બંનેમાંથી
કેવળ એક ને જ જોઈ શકાય છે.
આ વિશ્વનું ૨૪
કલાક નિરીક્ષણ કરવાને બદલે જો ભગવાનનું ૨૪ મિનીટ પણ ધ્યાન કરીએ તો તે કેટલો આરામ
અને આશ્વાસન આપે છે. તમે જીવનમાં ભલે કંઇ પણ કરો, જો તમે ૨૪ કલાકમાં ઓછામાં ઓછી ૨૪ મિનીટ માટે
શાંતિથી બેસીને વિચારો, "આ વિશ્વ કંઈ નથી,
મને આમાંથી કંઈ જોઈતું
નથી, મારી આ વિશ્વ પાસેથી કોઈ
જ અપેક્ષા નથી.” આ વિચાર માત્ર જ મનને અંદરની તરફ આકર્ષે છે.
જ્યાં સુધી આપણે
પ્રતિષ્ઠા, સ્થાન, સંપત્તિ કે પ્રશંસાની ઈચ્છા રાખીશું ત્યાં સુધી
મન અંદર પાછું નહિ વળે. જ્યાં સુધી મનની ઇચ્છાઓ હશે, ત્યાં સુધી મન ઉત્કંઠિત રહેશે.
જો થોડા સમય માટે
પણ આપણે એમ કહીએ જે "મને આ વિશ્વમાં કંઈ જોઈતું નથી", ત્યારે તે ક્ષણે આપણો વિવેક જાગૃત થઇ જાય છે
અને મન ખુશ અને શાંતિપૂર્ણ થઇ જાય છે.
આ ઈશ્વરની
દુરદ્રષ્ટિનું સૂચક છે. प्रसन्त
-मानसं ह्य एनं योगिनं सुखं उत्तमं उपैति संत-राजसं ब्रह्म
-भूतं अकल्मसं.
ચૈતન્ય, જ્યાં કોઈ અશુદ્ધિ, અજ્ઞાનતા અને મૂંઝવણ નથી. થોડા સમય માટે આવી
જાગરૂકતાનો અનુભવ થાય છે.
તમે જયારે ૩-૪
દિવસ માટે અહીં આવો છો, ત્યારે સંસારની
દુન્યવી બાબતો, આસક્તિ અને
ધ્રુણાને તમારા મનમાં પકડી ન રાખો.
જો તે આવે,
તો ચિંતિત ન થાઓ. જયારે
આવે, ત્યારે તેનું સમર્પણ કરી
દો. બસ એટલું જાણો કે તે જવા માટે જ આવે છે. આ જાણીને અને બધાથી વિમુખ રહીને આપણે
અંદર વિશ્રામ કરવાનો છે. જયારે આપણે આ જાગૃતિ સાથે બેસીએ ત્યારે પહેલી, બીજી કે ત્રીજી વખત નહિ, તો થોડા વધુ સમય પછી મન શાંત
પ્રશ્ન: ગુરુજી,
જો સત્યનું અસ્તિત્વ હોય,
તો તેની પ્રમાણ ભુતતાની
શું આવશ્યકતા છે?
શ્રી શ્રી રવિ
શંકર: પ્રમાણની માંગણી કરવી એ મનનું એક લક્ષણ છે. આપણી ભાવનાઓ પ્રમાણ નથી માંગતી,
મન પ્રમાણ માંગે છે. એને
સંતોષવા અને મનને શાંત કરવા પ્રમાણ જરૂરી છે. પણ તેને પકડી રાખવું એક અંતરાય છે.
પ્રમાણ કે સાબિતી, વિપર્યાય કે
ખોટું જ્ઞાન, વિકલ્પ અથવા
દિવાસવ્પ્ન, નિંદ્રા અને
સ્મૃતિ આ બધા જ મનના લક્ષણો છે અને આ બધાથી વિમુખ થવું આવશ્યક છે. આ સંયમ યોગ છે.
તમે સાબિતી કે પ્રમાણને હમેશ માટે દુર ન કરી શકો. જ્યાં સુધી બુદ્ધિ છે, તે પ્રમાણની માંગણી કરશે. અને તેને દૂર કરવાની
કોઈ જરૂર નથી. માત્ર તેનાથી જાગૃત બનો અને આગળ વધતા રહો. योग बुद्धि
परातत्त्व सः! સ્વ અથવા
ઈશ્વરતત્વ બુદ્ધિથી પર છે.
પ્રશ્ન: ગુરુજી,
ઉત્તર પ્રદેશ માં મુસ્લિમ
નેતાઓએ સૂર્ય નમસ્કાર વિરુદ્ધ ફતવો બહાર પડ્યો છે. તમે આના પર કોઈ ટીપ્પણી કરી શકો?
શ્રી શ્રી રવિ
શંકર: કદાચ તેઓ એવું માને છે કે સૂર્ય ઈશ્વર અથવા અલ્લાહથી અલગ છે. પણ એવું નથી.
નમસ્કાર એટલે શું? આભાર પ્રગટ કરવો. એનું અર્થઘટન આવું થવું જોઈએ.
આ ધરતી અને
સૂર્યનો આભાર પ્રગટ કરો. આ સૃષ્ટિમાં ઘાસ થી લઈને સૂર્ય સુધી બધું જ લાભદાયી છે.
આપણા જીવન માટે જે કંઈ લાભદાયી છે તેના માટે આપણે કૃતજ્ઞતા વ્યકત કરવી જોઈએ. જરૂરી
નથી કે તમે સૂર્યને ઈશ્વરની માફક નિહાળો. તેમ છતાં, સૂર્ય એ એવી શક્તિ છે જે બધાને સહારો આપે છે.
અને સૂર્યનો સર્જક એ જ ઈશ્વર છે.
આપણે કહીએ છીએ કે
ટેલીફોન અને મોબાઈલ ફોનની શોધે આપણા જીવનને ખુબ આરામદાયક બનાવ્યું છે. આપણે જયારે
તેનો આભાર વ્યકત કરીએ ત્યારે આપણે એક જડ પદાર્થ તરફ કૃતજ્ઞતા વ્યક્ત નથી કરતા. જે
વ્યક્તિએ તેની શોધ કરી છે, તેનો આભાર વ્યકત
કરીએ છીએ. सर्व देव नमस्कारम् केशवं प्रति - गच्छति
ભલે તમે કોઈ પણ નો
આભાર માનો, બધી કૃતજ્ઞતા એક
અનેએક માત્ર ઈશ્વર સુધી પહોંચે છે.
સૂર્ય નમસ્કાર
અમુક આસનોનો એવો સમૂહ છે, જે સૂર્યોદય સમયેકરવામાં આવેછે. એથી સમગ્ર શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરેછે, આરોગ્યની જાળવણી થાય છેઅનેરોગ મુક્ત રહી શકાય
છે.
આમ સૂર્ય
નમસ્કારના અસંખ્ય લાભો છે. હ્રદય, યકૃત, આંતરડા, પેટ, છાતી, ગળું. આમ પગના અંગુઠાથી માંડી નેમાથા સુધી શરીરના દરેક ભાગ પર
સૂર્ય નમસ્કારથી ખુબ જ લાભ થાય છે.
ઘણા મુસ્લિમો
નેપણ સૂર્ય નમસ્કાર કરવાથી પુષ્કળ લાભ નો અનુભવ થયો છે. સમગ્ર વિશ્વમાં લોકો સૂર્ય નમસ્કાર કરી નેતેમનું આરોગ્ય સુધારી
રહ્યા છે. દ્રષ્ટિ સુધારી રહ્યા છે. તેથી મુસ્લિમ
સમુદાયનેતેનાથી વંચિત રાખવા યોગ્ય નથી. એવી વસ્તુજેના આચરણ થી સ્વાસ્થ્ય સુધરેછેતેનાથી સમાજનેરોકવો એ યોગ્ય નથી. આપણે સમજવું જોઈએ કેવિશ્વમાં ઈશ્વર એક જ છે, બેનથી. માત્ર તેમની પૂજા કરવાના માર્ગો અલગ અલગ છે. જો તમેતેનેપ્રાર્થનાનું એક સ્વરૂપ ન માનો તો ફક્ત એક કસરત માની નેકરો. હું
નથી માનતો કે તે ધર્મ દ્રોહ છે.
પ્રશ્ન: ગુરુજી,
જો આપણે આપણા પૂર્વ
જીવન કાળના કર્મના ફળોનો અનુભવ કરી રહ્યા હોઈએ તો પછી આ જીવન કાળના કર્મોનું ફળ
આપણ ને ક્યારે પ્રાપ્ત થશે?
શ્રી શ્રી રવિ
શંકર: એવું નથી. ઘણી વખત આ જન્મમાં કરેલા કર્મો ના ફળનો અનુભવ આ જન્મમાં જ થાય છે. તમને ઉદાહરણ આપું: જો તમેમગની દાળ ભીંજાવો તો ૨-૩
દિવસમાં તેના અંકુર દેખાય છે. જો
તમેમગફળી વાવો તો મગફળી ઉગવા માટે૩ થી ૪ મહિના લાગેછે. પણ જો તમે નાળીયેરનું બીજ
વાવશો તો તેના ફળ આવતા ૩ થી ૪ વર્ષ લાગશે. જો તમેકેરી વાવશો તો કદાચ એનાથી પણ વધારેસમય લાગશે. આજ રીતે,
અમુક કર્મના ફળ તરત જ મળી
જાય છે.
જો તમેતમારો હાથ
આગમાં નાખશો તો તે તરત જ બળી જશે,
કાલેનહિ. પણ જો તમે દાડમના બીજ વાવશો તો તેનેફળ આવતા થોડો સમય લાગશે. આમ અમુક
કર્મોનું ફળ તરત જ મળી જાય છે અને અમુક કર્મોનું ફળ મળતા સમય લાગે છે.
જો કોઈ ને એક
કારખાનાનું નિર્માણ કરવું હોય તો ઈશ્વર જાણેએમાં કેટલા વર્ષો લાગી જાય?
આજકાલ તો પરવાનો
મળવામાં જ કેટલો સમય લાગી જાય છે. જો તમારેએક કારખાના નું નિર્માણ કરવું હોય તો ૧૦ પરવાના લેવા પડેછે. આ બધામાં
કેટલાય લોકોને લાંચ આપવી પડે છે.
આપણા જેવા લોકો
જે લાંચ આપવાનો ઇનકાર કરે છે, તેઓએ એક પરવાના
માટે ૨૦ વર્ષ રાહ જોવી પડે છે. એક વ્યક્તિ જે આટલો પરિશ્રમ કરીને કારખાનું બનાવે
છે, તેનું ફળ તેના બાળકો
મેળવે છે. તે પોતે તો માંડમાંડ ગુજારો કરે છે.
ભાગ્યેજ કોઈ એવા
સારા અનેપ્રમાણિક ઔદ્યોગિક સંચાલક હશે જેમણે તરત જ સ્થાપિત કર્યું હશે. ઘણા ઉદ્યોગો સ્થાપિત કરવામાં દાયકાઓ નીકળી
જાય છે. ૧૦, ૨૦ કે ૫૦ વર્ષ પછી તેમની મહેનતનું ફળ મળેછે.
પ્રશ્ન: શું એ
વાત સાચી છે કે પતિ અને પત્ની વચ્ચેનો
સંબંધ ૭ જન્મ સુધી ચાલે છે? જો આ સત્ય હોય તો મને આ જન્મમાં જ મોક્ષ જોઈએ છે કેમ કે ૭ જન્મમાં હું ખુબ જ હતાશ થઇ જઈશ.
શ્રી શ્રી રવિ
શંકર: તમનેશું ખબર કે આ સાતમો જન્મ નથી?
આ છઠ્ઠો કે પ્રથમ પણ હોઈ શકે. બસ પ્રાર્થના કરો!
તમારી પત્નીને પણ
પૂછો કે તેની આ સફર કેવી છે?
તમે આટલા હતાશ છો. તમારી પત્ની ને પૂછો કે તે ખુશ છે કે હતાશ છે? એક સાથી હતાશ હોય અને બીજા ખુશ તે અશક્ય છે. બંનેહતાશ હોય છે. એટલે ગમે તે થાય, બસ ઉજવણી કરો!
પ્રશ્ન: ગુરુજી,
તમે ઈશ્વર છો. તમે ક્રિયા કરો છો?
શ્રી શ્રી રવિ
શંકર: ક્યારેક! જો મારેકોઈ ને શીખવવાની હોય તો
મને તો યાદ હોવી જોઈએ.
પ્રશ્ન: ગુરુજી,
જયારે તમને સુદર્શન
ક્રિયાનું જ્ઞાન થયું, ત્યારે એ કોણ હતું જેને સૌથી પહેલા આનો અનુભવ કરવાનો અવસર પ્રાપ્ત થયો?
શ્રી શ્રી રવિ
શંકર: હા, પ્રથમ વખત ઘણા
લોકો હતા. લગભગ ૫૦ ની આસપાસ. તે લોકો આવ્યા અને અનુભવ કર્યો.
પ્રશ્ન: મારા
મનમાં મૂંઝવણ છે અને તે અશાંત છે. જયારે આંખો તમને જોવા માંગે છે, ત્યારે તમે ધ્યાન માટે આંખો બંધ કરવો છો. અહીં આવતા પહેલા અમે મૌન માં ચાલી જઈએ છીએ
અને મૌન ખુલતા પહેલા તમે અહીથી જઈ રહ્યા છો. અમારા વિષેપણ વિચારો ગુરુજી,
મન ખુબ દુખી છે.
શ્રી શ્રી રવિ
શંકર: ઝંખના એ ઈશ્વર છે. આ ઝંખના હોવી આવકાર દાયક છે. આ ઝંખનાનો કોઈ ઉપાય નથી. તે ક્યારેય મ્લાન થતી નથી. આ એવી તરસ છે જે ક્યારેય છીપતી
નથી.
પ્રશ્ન: ગુરુજી,
તમારી માતા તમને ઠપકો આપતી હતી? મને ગુસ્સા પર કાબુ રાખતા શીખવો. મને મારી માતા પર ખુબ જ ગુસ્સો આવેછે.
શ્રી શ્રી રવિ
શંકર: હા, મારી માતા મારા
પર ઘણી વખત ગુસ્સો કરતી હતી! એક કામ કરો. રોજ તમારી માતા ને પ્રણામ કરો. જો
તમને એક દિવસ ગુસ્સો આવેતો પણ
તમારે બીજા દિવસે તો તેને પ્રણામ કરવાના જ છે. જો
તમે રોજ તમારી માતા ને પ્રણામ કરીને આશીર્વાદ લેશો તો દરેક દિવસનો ગુસ્સો તે દિવસેજ વિલીન થઇ જશે.
પ્રશ્ન: ગુરુજી,
મેં જ્યારથી આર્ટ ઓફ
લિવીંગ માટે સમય અર્પણ કરવાનું શરુ કર્યું છે ત્યાર થી મારી પત્નીને તેના તરફ તીવ્ર ઈર્ષા થઇ ગઈ છે. આનો ઉકેલ શું
છે?
શ્રી શ્રી રવિ
શંકર: તમને ખબર છે સાયકલ કેમ ચલાવવાની? આપના જીવનની ગાડી પણ તેમ જ ચલાવો. સંતુલન જાળવીને. જે તમને પસંદ હોય તે કરો,
પણ જે અન્ય ને પસંદ હોય તે પણ કરો.
પ્રશ્ન: ગુરુજી,
તમે જે રીતે
અષ્ટાવક્રગીતા સમજાવ્યું છે, તે રીતે યોગ
વશિષ્ઠ સમજાવશો? ઘણી વખત હું જે
વાચું છું તે સમજવું ઘણું મુશ્કેલ લાગે છે.
શ્રી શ્રી રવિ
શંકર: તમારે વાંચતા રહેવું પડશે. યોગ
વશિષ્ઠ એક વખત વાંચવાથી નહિ સમજાય. જેમ જેમ તમારી સભાનતા વધશે, તેમ તેમ તમે વધારે સારી રીતે સમજી શકશો. આથી તમારે સતત વાંચન ચાલુ રાખવું પડશે. આ રીતે વારંવાર વાંચવાથી તમારા મનમાં નવા વિચારો ખીલતા
રહેશે.
પ્રશ્ન: એવું
કહેવાય છે કે વિજેતાઓ એકલા ઉભા રહેછે. જો તમે ટોચ પર એકલા ઉભા
હો તો શું આ જિત છે?
શ્રી શ્રી રવિ
શંકર: સૌ પ્રથમ તો તમારા મનમાંથી આ ટોચ કે તળિયા નો ખ્યાલ મનમાંથી બહાર કાઢી નાખો. દરેક સ્થાન અનન્ય છે. જો તમને કોઈ એ ટોચ પર રાખ્યા
હોય તો એ જે તળિયા પર હોય એ લોકોના પ્રયાસો નું ફળ છે. તેઓ આધાર છે.
કોઈ પણ
બિલ્ડીંગમાં ટોચનો માલ એટલો જરૂરી નથી હોતો જેટલો તળિયાનો હોય છે. જો પાયો મજબુત હોય તો ગમે તેટલા માલ ઉપર બાંધી શકાય છે. એટલે જો તમે ટોચ પર હો,
તો વિનમ્ર બનો. જો આ વિનમ્રતા હોય તો જ તમે ત્યાં ટોચ પર પહોચી શકો છો. તમે જેટલા વધારે ઉપર જાઓ, વધુ ને વધુ વિનમ્ર બનો.
નમ્રતા એ સફળતા ની નિશાની છે.
અને જ્યાં નમ્રતા છે, ત્યાં કોઈ અંતરાય નથી. બધું કુદરતી રીતેજ
ચાલતું રહેછે.
પ્રશ્ન: ગુરુજી,
હું વિચારું છું કે ઈશ્વરે આપણ ને આટલા જટિલ શા
માટે બનાવ્યા છે? પહેલા આપણ ને મન આપ્યું જે આમતેમ ભટક્યા કરેછે. પછી આપને તેને કાબુ માં રાખીએ છીએ. આપણને એક કાબુમાં હોય એવું મન જ ભેટ કેમ નથી આપ્યું?
શ્રી શ્રી રવિ
શંકર: તમે એટલા આળસુ કેમ છો કે તમે કંઈ જ કરવા નથી માંગતા? કુદરત ઈચ્છે છે કે આપણે કંઈક જવાબદારી લઈએ, કંઇક કરીએ. આતો એવું પૂછવા જેવું છે,"તમે આ જીગસૉ પઝલ (વાંકાચૂકા કક્ડામાંથી ચિત્ર બનાવવાનો કોયડો)
કેમ આપી છે? એક વખત આખું
ચિત્ર જ આપી દો ને આ કોયડો તમારે રમવા માટે,
તેને સુધારી ને તે માંથી કંઈક
બનાવવા માટે છે. આપણું જીવન પણ આવું જ છે. રમત જેવું. આપણું મન સૌથી મોટું ખેલાડી
છે.
પ્રશ્ન: ગુરુજી,
તમે અમને કહ્યું છે કે સંબંધ માં કંઈ રીતે રહેવું. સંબંધ માંથી બહાર કંઈ રીતે આવવું, તે કહેશો?
શ્રી શ્રી રવિ
શંકર: તમે તો એમાં થી બહાર આવી ચુક્યા છો. જયારે તમે તે માંથી બહાર આવવા માંગો છો, ત્યારે જ તે પૂરો થઇ ગયો છે. એ પહેલા જ થઇ ચુક્યું છે. સાચી
વાત કે નહીં?
મુખ્ય વસ્તુ એ છે
કે તમે તમારી જાતને આ બ્રહ્માંડ અને દિવ્યતા સાથે જોડો. જો તમારો સંબંધ દેવ સાથે
હોય, તો તમારો સંબંધ બધા સાથે
છે. પછી કોઈ સાથે સંબંધ બાંધવાનો કે તોડવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. સંબંધને
તોડવાના પ્રયત્ન કરવામાં પણ ખરાબ રીતે અટવાઈ શકાય છે. મન જેટલું સંબંધ તોડવાનો
પ્રયત્ન કરે છે, એટલું એ વધારે
ખેંચાણ અનુભવે છે અને પીડાનો અનુભવ થાય છે. તમે ના તો રહેવા માંગો છો કે ના તો
છોડી શકો છો. છોડવા જતા આરામ ગુમાવી રહ્યા હો એવું લાગે છે અને રહેવામાં પીડા એટલી
તીવ્ર બની જાય છે કે સહન નથી થઇ શકતું. એટલે સૌથી સારું એ છે કે આ એક જ સંબંધ
બનાવો. આ રીતે દરેક બીજી વ્યક્તિ સાથે સંબંધ આપોઆપ જ જોડાઈ જશે.
પ્રશ્ન: ગુરુજી,
તમે કહો છો કે આ વિશ્વમાં
આપણેઘણી વખત સાથે આવ્યા છીએ અને પાછા અલગ થઇ ગયા છીએ. બસ અમે ભૂલી ગયા છીએ અને
તમને યાદ છે. તમને આ વિદાય પીડાકારક લાગી હતી?
શ્રી શ્રી રવિ
શંકર: હું તમારાથી ક્યારે અલગ થયો છું? અન્યથા તમે મારા કઇ રીતે હોઈ શકો? અહીં કોઈ જ અજાણ્યું નથી. બસ હું અને હું જ છું.
પ્રશ્ન: ગુરુજી,
હું ઘણા નજીકના એવા
મિત્રો સાથે સાથે હોઉં છું જે બીજા ને દોષ આપ્યા કરેછે. ત્યારે હું શું કરું? તેઓ કહે છે કે એજ વહેચવું અને જતન કરવું છે, પણ હું તેમને સાંભળવા નથી માંગતો. હું શું કરું?
શ્રી શ્રી રવિ
શંકર: તેમને એવી રીતે સાંભળો, જાણે તમે કાનમાં રૂના પૂમડા ભરાવ્યા હોય. તેઓ એટલા માટે કહે છે કારણ કે તેમને આમ કર્યા પછી
હળવાશ લાગે છે. માટે તેમને કરવા દો. તમે તેને મહત્વ ન આપો.
પ્રશ્ન: ગુરુજી,
તમે બધાને પ્રેમ કરો છો. તો
મને એવું કેમ લાગે છે કે તમે મને સૌથી વધારે પ્રેમ કરો છો?
શ્રી શ્રી રવિ
શંકર: એ રહસ્ય છે! જો જો કોઈ ને કહેતા નહિ. એ બધાને કહી ના શકાય. પણ તે સંપૂર્ણ સત્ય છે.
પ્રશ્ન: ગુરુજી,
હું એક છોકરી ને પ્રેમ કરું છું,
જેમને તેના પ્રત્યેનો મારો પ્રેમ મોંઘી ભેટ સોગાદ દ્વારા વ્યક્ત
કરવા કહેછે. તમેકહો છો કેપ્રેમ નિઃશુલ્ક હોય. પણ આ પ્રેમ તો મારા માટેખુબ ખર્ચાળ સાબિત થઇ રહ્યો છે.
શ્રી શ્રી રવિ
શંકર: આ તમારા માટે એક બોધપાઠ છે.
જેમ જેમ તમે પરિપક્વ થતા જશો, તેમ તેમ સાચો પ્રેમ અને મિત્રતા શું છે તે સમજાતું જશે.
શક્ય છે કે તે ચકાસતી હોય કે તમે કેટલું બલિદાન
કરી શકો છો. પ્રેમ બલિદાન માંગે છે. કદાચ તે જોવા માંગતી હોય કે તમે કેટલા ઉદાર કે મખ્ખીચૂસ છો! સાચો પ્રેમ ક્યારેય લોભી ન હોઈ
શકે.
એક પ્રેમી શાંત,
આનંદી અને ઉદાર છે. પણ એનો મતલબ એમ નથી કે તમે બધું જ ઉડાવી
નાખો. તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ
કરો.
પ્રશ્ન:
(પ્રેક્ષકગણના એક સભ્યે પ્રશ્ન પૂછ્યો જે અશ્રાવ્ય છે)
શ્રી શ્રી રવિ
શંકર: તમે પૂછો છો અને તમે હું જે કંઈ પણ કહું તે સાંભળો પણ છો. જો તમારી અંદર સભાનતા
ન હોત, તો તમે આ પ્રશ્ન
કેવી રીતે પૂછ્યો હોત? તમે કેવી રીતે આ
જોઈ, સાંભળી કે સમજી શક્યા હોત?
તમારી અંદર જે કંઈ સાંભળે
છે, સમજે છે, સાક્ષી છે અને બધાનો અનુભવ કરે છે, તે મન, બુદ્ધિ, સ્મૃતિ, અહંકાર, શરીર, અને પ્રાણ બધાનું સંચાલક; ઉર્જાનો પ્રવાહ -
એ જ ચૈતન્ય છે. સત્ય એ જ છે.
તમારું અસ્તિત્વ
છે, ખરુંને ? આ ઈમારત નું અસ્તિત્વ છે?
આ ઇમારત સત્ય છે. પણ અહીં
જે કંઈ બોલાઇ રહ્યું છે તે પાયાને સંભળાતું નથી. કેમકે આ ઇમારતમાં ચૈતન્યનો અભાવ
છે.
આપણે કહી ન શકીએ
પણ એ થોડી માત્રા માં સર્વત્ર છે.
આ પથ્થર માં પણ. પણ તમારામાં
ચૈતન્ય વધુ સ્પષ્ટ છે. વૃક્ષમાં એ ઓછું સ્પષ્ટ છે પરંતુ વૃક્ષ અને છોડવા પણ સાંભળે
છે. તમારામાં એ ચૈતન્ય સૌથી વધારે છે. આ ચૈતન્ય જયારે અત્યંત આનંદમાં પરિણામે
ત્યારે તે પરમાત્મા છે. આ બ્રહ્માંડ માં માત્ર સત્ય છે. આ ચેતનામાં જ બ્રહ્માંડ અને જીવન
બંનેનું અસ્તિત્વ છે. અને ઈશ્વરમાં ચેતના, આનંદ અને સત્ય આ ત્રણે હાજર છે. આનંદ આપણી અંદર છુપાયેલ છે અને વધારે સાધના
દ્વારા તે આનંદનો વિસ્તાર થાય છે. ઈશ્વર તમારી અંદર છુપાયો છે, નિંદ્રાધીન છે, તેને જગાડો. આજ જાગરણ છે. માતા, દેવી તમારી અંદર છુપાયેલી છે, તેને જગાડો. શિવજી તમારી અંદર છે, તેને જગાડો, શ્રી હરી તમારી અંદર છે, તેને જગાડો!
પ્રશ્ન: ગુરુજી,
અધ્યાત્મના પથ પર આપણો
અભિગમ વૈરાગ્ય કે જોશ આ બેમાંથી
કેવો હોવો જોઈએ? કોને વધારે પ્રાધાન્ય આપવું
જોઈએ?
શ્રી શ્રી રવિ
શંકર: બંને આવશ્યક છે. આથી જ ભગવાન
શ્રી કૃષ્ણે અર્જુન માં પ્રથમ ઉત્કટતા જગાડી અને કહ્યું,
"જો, લોકો શું કહેશે? તેઓ કહેશે કેવો બીકણ છે.” આવું અપમાનજનક જીવન જીવવા કરતા મરવું બહેતર છે."
પછી તેમણેકહ્યું,"
એક ક્ષત્રિય માટે આ રીતે બેસવું યોગ્ય છે? એક તરફ તું રડેછે, ધ્રુજે છે અને બીજી તરફ તું એક
વિદ્વાન ની માફક વાત કરેછે. શું કોઈ ધર્મની વાત કરતા ધ્રુજે ખરું?"
શ્રી કૃષ્ણે આગળ
કહ્યું," તું કેવા
પ્રકારની વ્યક્તિ છે? હું તો તને
બહાદુર અને હિંમતવાન સમજતો હતો. અને તું આવી રીતે વર્તન કરે છે? તું કહે છે હે તને આ બધું નથી જોઈતું?"
આ બધા મહેણાં
મારતા શ્રી કૃષ્ણ અર્જુનમાં ઉત્કટ આગ જાગૃત કરેછે. પછી ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહેછે,"
આ બધું કંઈ જ નથી. 'अनित्यं असुखं लोकम' આ વિશ્વ અશાશ્વત છે,
તે રહેવાનું નથી. બધું જ વિનાશ તરફ આગળ વધી રહ્યું
છે. તેથી વિશ્વની કોઈ પણ અપેક્ષામાં થંભી
ન જા."
આમ કહીને ભગવાન
શ્રી કૃષ્ણ અર્જુનને બહુ સરળતાથી તટસ્થ ભાવમાં લઇ આવ્યા. તેમણે ઉત્કટતા અને વૈરાગ્ય બંને જગાડીને કહ્યું,
"હવે જા અને લડાઈ
કર." કેવા મહાન વલણ સાથે તેમણે અર્જુનને પ્રેરણા આપી. જ્યાં ઉત્સાહ હોય ત્યાં
જુસ્સો હોય છે. તેનું વૈરાગ્ય સાથે સંયોજન! તેમણે કેટલો આશ્ચર્યકારક અને અનન્ય
માર્ગ સૂચવ્યો છે.
પ્રશ્ન: ગુરુજી,
જે મને આ જન્મ ગુરુની
પ્રાપ્તિ થઇ છે, તે કોઈ પણ કારણસર જો મુક્તિ ન પામે, તો તેમના આગામી
જીવનમાં તેઓ ગુરુને પામવા સક્ષમ હશે?
કે તેઓ નિરુદ્દેશ ભટક્યા કરશે?
શ્રી શ્રી રવિ
શંકર: ના ના. અર્જુનેપણ આ જ પ્રશ્ન પૂછ્યો હતો."જો હું આ જીવનકાળમાં યોગના માર્ગ પર ચાલવા અસમર્થ હોઉં તો?"
શ્રી કૃષ્ણે જવાબ આપ્યો "नहि कल्याण कृत कश्चित् दुर्गतिं तात गच्छति – જે વ્યક્તિ ઉમદા કાર્યો કરે છે, તે ક્યારેય નીચે નથી જતા કે દુઃખી નથી બનતા, આ જીવનમાં કે પછીના જીવનમાં. તમે હમેશા અસ્તિત્વના ઉમદા સ્તર તરફ ગતિ કરશો.
તમારો જન્મ કોઈ કુલીન અને શ્રીમંત ઘરમાં થશે અને તમારા ભૂતકાળના કર્મો ની સ્મૃતિના
કારણે છેલ્લે જ્યાં અટક્યા ત્યાંથી તમે આગળ વધશો. માટે,
ચિંતા ન કરો. તમારી
ક્રિયા અને સાધના ક્યારેય એળે નહિ જાય.
ટિપ્પણી: ગુરુજી,
મેં સ્વપ્નમાં સ્વર્ગ
જોયું અને હું વિચારતો હતો કે મૃત્યુ પછી હું
સ્વર્ગમાં જઈશ. પણ જ્યાં સુધી હું આશ્રમ માં આવ્યો, ત્યાં સુધી મને ધરતી પર સ્વર્ગ જોવાની અપેક્ષા નહોતી.
શ્રી શ્રી રવિ
શંકર: ચોક્કસ. બસ સંતુષ્ટ રહો. આ સ્વર્ગ કરતા પણ સારું છે. કહે છે કે સ્વર્ગમાં પ્રેમ નથી. તેના સિવાય બધું જ છે. અહીં પ્રેમ
અને જ્ઞાન બંને હાજર હોય છે.
જય ગુરુદેવ!!