૧ જૂન, ૨૦૧૨
ભક્તો ત્રણ
પ્રકારના હોય છે.
પ્રથમ પ્રકારના
ભક્ત જે કહે છે, 'ભગવાન મને આ આપો',
'ભગવાન મને તે આપો.'
બીજા પ્રકારના
ભક્ત જે હંમેશા આભારી હોય છે, 'તમારો આભાર ભગવાન,
તમે મને આ આપ્યું અને તમે
મને તે આપ્યું’, ' એક એવો ભક્ત જે
લાગણીશીલ અને પ્રાર્થનામય છે, અને કૃતજ્ઞતાથી
આંસુ વહાવે છે.
ત્રીજા પ્રકારના
ભક્ત જે હંમેશા ખુશ રહે છે, હસતાં, ગાતા, અને નૃત્ય કરતા રહે છે - આનંદપૂર્ણ ભક્ત.
ત્રણેય ભક્તો અલગ
અલગ પ્રકારના હોય છે, અને છતાં ત્રણેય
શ્રેષ્ઠ છે. એક બાકીના કરતા વધારે સારા હોય એવું નથી. એક રડતા ભક્ત, એક હસમુખા ભક્ત, અને એક ભક્ત પૂછ્યા રાખે છે - તમે કયા પ્રકારના છો
તે તમે પોતે જોઈ
શકો છો.
તમારામાં એ
ત્રણેય નો થોડો અંશ હોય તે શક્ય છે. એ પણ ઠીક છે. પછી એ ચોથા પ્રકારના ભક્ત થશે -
જેમાં ત્રણેય પ્રકારનો થોડો અંશ છે.
જે આનંદ માં જ
રચ્યાપચ્યા રહે છે, તે ગંભીરતા અને
ઊંડાઈ પ્રાપ્ત કરી શકતા નથી; અને ઊંડાણ પણ
જરૂરી છે. એ માટે જ સંત કબીરદાસે કહ્યું છે કે, 'કબીરા હસના દૂર કર, રોને સે કર પ્રીત, બિન રોયે કીત પાઈએ, પ્રેમ પીયારા મીત'.
પરંતુ કબીર જે
રડવાની વાત કરે છે, એ એક અલગ
પ્રકારનું રડવાનું છે. તે રડવાનું કૃતજ્ઞતા ને કારણે આવે છે, પ્રશંસા અને પ્રેમ ને કારણે આવે છે. તે એવું
રડવાનું નથી કે જેમાં એમ લાગે કે તેની પાસે આ વસ્તુની ખોટ છે, કે તે વસ્તુની ખોટ છે, આ ન થયું, કે તે ન થયું – એ આ ભૌતિક બાબતો માટે અથવા માયા
માટે રડવાની વાત નથી કહેતા. તે એમની વાત કરે છે જે આનંદ અને ને લીધે આંસુ વહાવે
છે. એ પણ જરૂરી છે.
પરંતુ આ ભક્તો જે
આનંદમાં રહે છે એ જ્ઞાની કહેવાય છે કારણ કે તેઓ જાણે છે કે ભગવાન અહીં જ છે. મારી અંદર
છે, અને તે વર્તમાન ક્ષણમાં
હાજર છે.
મોટા ભાગે લોકો
વિચારે છે કે ભગવાન બીજે છે; તેમનું અસ્તિત્વ
ભૂતકાળમાં ક્યારેક હતું, અથવા ભવિષ્યમાં હશે.
તેઓ ભૂલે કે ભગવાન અહીં જ છે, હમણાં, દરેકની અંદર હાજર છે, મારી અંદર હાજર છે - માત્ર આ વિશ્વાસ હોવો
જોઈએ. માત્ર આના માટે જ તમે આ બધા વ્યાયામ, આ બધી કસરતો કરી રહ્યા છો. નહિંતર આખો દિવસ આ
કસરતો કરવાની શું જરુર છે - પ્રાણાયામ,
આસન, કીર્તન, ભજન, સેવા - આ બધાનો ઉદ્દેશ શું છે? એ જાણવા માટે કે
ઈશ્વર મારી અંદર છે, અહીં જ અને
હમણાં.
આજે બસ આટલું જ!
વધારે જ્ઞાન સાંભળી ને અપચો થશે. તે પચાવવું મુશ્કેલ બની જશે. માત્ર આટલું સમજો તો
બહુ છે કે આજે ગુરુજી માત્ર એક જ વાક્ય બોલ્યા - 'ઇશ્વર અહીં જ છે, હમણાં મારા માં અને દરેક માં.'