0૨
૨૦૧૩
જૂન
|
બેંગલોર, ભારત
|
(પરમ પૂજ્ય શ્રી
શ્રી રવિ શંકર ના હાથે 'વિશ્વ તમાકુ
નિષેધ દિવસે' આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ
સેન્ટર ખાતે કેન્સર જાગૃતિ ઝુંબેશ નું ઉદ્ઘાટન થયું. આર્ટ ઓફ લિવિંગ અને બીજીએસ
વૈશ્વિક હોસ્પિટલ્સ દ્વારા સંયુક્ત રીતે આયોજીત કેન્સર જાગૃતિ ઝુંબેશ માં તમાકુના
વપરાશ ની હાનિકારક અસરો વીષેના પ્રદર્શન નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઉત્તરહાલ્લી
મતદારક્ષેત્ર ના ધારાસભ્ય શ્રી સોમશેખર, ગ્લોબલ હોસ્પિટલ્સ ગ્રુપ ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.રવિન્દ્રનાથ,
અને બીજીએસ વૈશ્વિક
હોસ્પિટલ્સના માથા અને ગળાના ભાગો ના કેન્સર સર્જન ડો વિશાલ રાવ આ પ્રસંગે હાજર
હતા. શ્રી શ્રી રવિ શંકર ના ભાષણ નો આલેખ નીચે છે.)
કહેવાય છે કે 'औषधि जाह्नवि तोयम् वैध्यो नारायणो हरिः'
આનો અર્થ એ છે કે
જ્યારે તમે દવા લો છો ત્યારે તે ગંગા નદીના પાણી જેમ પવિત્ર છે તેવો વિચાર કરીને
લેવી જોઇએ. જ્યારે તમે ગંગા જળ પીઓ છો, ત્યારે તમને કેવો ભાવ હોય છે? તમે શુદ્ધતા અને
શ્રધ્ધાના ભાવ સાથે પીવો છો. સાધારણ પાણી અને ગંગા જળ વચ્ચે એ જ તફાવત છે. જ્યારે
તમે શ્રધ્ધા સાથે પીવો છો, ત્યારે તે પાણી
તિર્થ (પવિત્ર જળ) બની જાય છે. દવા પણ એ જ ભાવ સાથે લેવી જોઈએ, તો તે ઘણી અસરકારક બનશે. દવા લેવી એટલે માત્ર
તમારા મોંમાં ગોળી નાખીને પાણી સાથે ગળી જવી તેવું નથી.
'વૈદ્યો નારાયણો
હરીઃ' એટલે ડૉક્ટરને નારાયણના જ
એક સ્વરૂપ તરીકે જોવા જોઈએ.
આ શ્લોક ના બે
અર્થ છે. એક અર્થ એ કે સાચો વૈદ્ય માત્ર નારાયણ છે અને સાચી દવા માત્ર ગંગાજળ છે.
બીજો અર્થ એ કે ડૉક્ટરને ભગવાન નારાયણ સ્વરૂપ તરીકે ગણવા અને દવા ને ગંગાજળ ની જેમ
પવિત્ર ગણવું.
તમારા આરોગ્યના
રક્ષણ માટે સારી ટેવો જરૂરી છે. અહીં મન પણ ઘણી મોટી ભૂમિકા ભજવે છે. ખરાબ ટેવોથી
મુક્ત થવા માટે મન પ્રસન્ન હોવું જરૂરી છે અને મનમાં શ્રધ્ધા હોવી જરૂરી છે.
આપણા પૂર્વજો કહી
ગયા છે કે રોગ નિવારવા માટે ત્રણ વસ્તુઓ જરૂરી છેઃ સારી ટેવો, સારા વિચારો અને દવા. દવા લેવા ઉપરાંત સુખદ અને
શાંતિપૂર્ણ મન અને શ્રધ્ધા હોવી જોઈએ.
આયુર્વેદનો ઉદભવ
ગંગા નદી ના કાંઠાં પર થયો હતો. તમે ઋષિકેશ અને હરિદ્વાર જશો, તો તમને ત્યાં ઘણી આયુર્વેદિક દુકાનો જોવા
મળશે. તે હવે ભારત ભરમાં ફેલાયેલ છે. તમારા આરોગ્યની નિયમીત સમયાંતરે ચકાસ કરાવ્યા
કરો.
આપણે વારંવાર
ખાઇને આપણું આરોગ્ય બગાડીએ છીએ. ઘણા લોકો તો વ્યાયામ પણ નથી કરતા. અગાઉ લોકો ખૂબ જ
મહેનતુ હતા.
શેરડીના માત્ર ૬
ઇંચના ટુકડાને પણ ખાવા ખૂબ જ પ્રયત્નો કરવા પડે છે, અને ત્યારે જ તે સરળતાથી પચાવી શકાય છે. હવે
કલ્પના કરો કે કોઇ તમને દસ ફુટ લાંબી શેરડી ખાવા કહે છે. તમે એટલા બધા થાકી જશો કે
તેના પછી બીજું કાંઇ પણ નહીં ખાઇ શકો.
તમને ખબર છે,
એક ચમચી ખાંડમાં દસ ફુટ
લાંબી શેરડી નો રસ હોય છે? અને આપણે તો આખા
દિવસ માં ઘણી બધી ચમચીઓ ખાઇએ છીએ. અને જો આટલી બધી ખાંડ ખાઇએ અને વ્યાયામ ન કરીએ તો
શરીર તે કેવી રીતે સહન કરી શકે?
લોકો ને ચાળીસ
વર્ષની આયુથી ઓસ્ટિયોપોરોસિસ થાય છે - સાંધામાં દુખાવો અને હાડકા માંથી કેલ્શિયમ
ઓછું થાય છે. આ બધા રોગ સફેદ ખાંડ કારણે છે. બ્રિટિશરોએ ગોળને દૂર કર્યો અને આપણને
સફેદ ખાંડ આપી. અને ત્યારથી આપણે સફેદ ખાંડ ખાઇએ છીએ અને આપણું આરોગ્ય ગુમાવીએ
છીએ.
તમે ખાંડ ખાઓ,
તો તમારે તે મુજબ વ્યાયામ
કરવાની જરૂર છે. ડાયાબિટીસ જેવા રોગો થાય છે, કારણકે આપણે ખોરાક પ્રત્યે ધ્યાન નથી આપતા.
તમારે તમારા ખોરાક બાબત કાળજી રાખવી જરૂરી છે. એમ કરવાથી તમને તમારા જીવનમાં એક
મોટો તફાવત જોવા મળશે.
સફેદ ખાંડ ના
બદલે ગોળનો ઉપયોગ કરો. ગોળ શરીર મજબૂત મદદ કરે છે, તેમાં ઝીંક, મેગ્નેશિયમ, પોટેશિયમ અને અન્ય ખનિજતત્ત્વો છે, જે લોહી બનાવવા અને વાળની વૃદ્ધિને પ્રોત્સાહન
આપે છે. સફેદ ખાંડમાં સલ્ફર હોય છે, જે શરીર માંથી કેલ્શિયમ ઓછું કરે છે
અને તેથી ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગો થાય છે.
તેથી સફેદ ખાંડ
કે સફેડ ખાંડમાંથી બનેલી મીઠાઈ ખાવાનું બંધ કરો, અને ગોળથી બનાવેલી મીઠાઇઓ લો. પછી જુઓ કે
તમારું આરોગ્ય સારું રહેશે.