૨૭
૨૦૧૩
મે
|
બેંગલોર, ભારત
|
પ્રઃ પ્રિય ગુરૂદેવ, જ્યોતિષ પ્રમાણે હું રાહુ-શનિ ગ્રહોની યુતી ના પ્રભાવ માં છું. આ મને હતાશ, ગુસ્સે, અને મોટા ભાગના વખતે તામસી કરે છે. હું આધ્યાત્મિક માર્ગ થી દૂર જવું અને મારી આજુબાજુના લોકો માટે મુશ્કેલી બનાવું છું. મદદ કરો.
શ્રી શ્રી:
ઓછામાં ઓછું તમને આ જ્ઞાન છે. જો તમે આટ્લુ સમજ્યા છો તો, પછી તમને આ ખબર છે કે આ બધા નકારાત્મક ભાવનાઓ માત્ર એક પસાર થતો તબક્કો છે. તમે એ જાણો છો કે આ કેટલાક ગ્રહોની યુતી ના કારણે છે. આ રીતે જ્યોતિષવિદ્યા એક મોટી રીતે તમારી સહાયતા માટે આવે છે. કે ધારો કે તમને આ ખબર ન હોય કે આ ગ્રહોની સંયોજનો ના કારણે છે, તો તમને શું થશે? તમે સમગ્ર વિશ્વને નકારાત્મક તરીકે બ્રાન્ડ કરત. તમે પોતાને નકારાત્મક સમજી અને તમે કાયમ હતાશા લાગ્યા કરત, છે કે નથી?
આ માટે જ્યોતિષ
(જ્યોતિષવિદ્યા) શાણપણ/ડાહપણ/જ્ઞાન ના ચક્ષુ (આંખ) તરીકે ઓળખાય છે. તે તમને તમારી તાત્કાલિક પરિસ્થિતિ થી બહાર જુઆ મા મદત કરે છે, અને જાણ કરવે છે કે તે થોડા સમય માટે જ છે, અને તે બદલવા ની છે. તમે આ માંથી કેટલીક અજ્ઞાત આંતરિક શક્તિ
મેળવો છો. અને તમે તમારી જાતને અથવા તમારા આસપાસ ના લોકોને દોષ નહિં આપો.
ગ્રહો ને દોષ આપવો હંમેશા સારુ છે કારણ કે તેઓ બહૂં દૂર છે. તમે તેમના વિશે કશું ન કરી શકો. તેઓ તેમના પોતાના ગતિ પર
ચાલે છે, તમે તેમની ચળવળ
ઉતાવળ નથી કરી શકતા.
જ્યારે કંઇ ખોટું થાય, ત્યારે કુદરતી વલણ જાતને દોષ, અથવા કોઇ અન્ય ને દોષ આપવાનો હોય છે. બન્ને સ્થિતિ મા તમને નુકશાન છે. પરંતુ જ્યારે તમે ગ્રહો પર દોષ મૂકો છો, તમે બિજાને, અને પોતાને દોષ આપવાથી મુક્ત થાવ છો. તેથી એક ચોક્કસ અંશ સમજણ તમારા જીવન માં આવે છે. આ એક ફાયદો છે
તમને એ ખબર હોવી જોઇએ કે આ માટે એક ઉપાય હંમેશા છે. તે શું છે? દૈવી સ્તુતી (ધ ડિવાઈન અડોરિન્ગ). તમામ ગ્રહો ના ઉપર ભગવાન શિવ અથવા શિવ તત્વ છે. તેથી, ઓમ નમ: શિવાય ના જાપ દ્વારા, તમે આ બધા માથી પાર થશો.
હું કહું છુ, કોઈપણ વિપરિત પરિસ્થિતિ માં હંમેશા એક લાભ છે, વધુ અંતર્મુખી
થવાનો અને વધુ આધ્યાત્મિક
બનવાનો. અનુકૂળ
પરિસ્થિતિમાં તમારુ ધ્યાન બહિર્મુખી છે, તેથી ઓછામાં ઓછા વિપરિત પરિસ્થિતિઓમાં
તમે તમારા ધ્યાનમાં અંતર્મુખી થઇ, અને પ્રાર્થના
અને ધ્યાન માટે આ સમય નો ઉપયોગ કરી શકો
છો.
આ બધા, રાહુ ભક્તી, શનિ ભક્તી, કેતુ ભક્તી, વગેરે, બધા આધ્યાત્મિક વિકાસ માટે ખૂબ જ સારા છે. શનિ નો મુખ્ય હેતુ (હિન્દૂ જ્યોતિષવિદ્યા માં નવ
કોસ્મિક અસર કરનાર મા એક) તમને વધુ આધ્યાત્મિક બનાવવા માટે છે. અને તે કેવી
રીતે કરે છે? તમે બાહ્ય પર
શ્ર્લેષી છો, ત્યારે તે તમને અંદર લાવવા માટે સમસ્યા લાવે છે.
જો તમે પહેલાથી જ
અંતર્મુખી હો તો, તેને કરવા માટે ખૂબ કંઈ નથી. તેમનું કામ થઇ ગયુ છે, જેથી સમસ્યા પણ રહેશે નહીં. સમસ્યાઓ હશે તો પણ ન્યુનત્તમ હશે, તેઓ માત્ર આવે છે, અને જાય છે. તેથી, દરેક પરિસ્થિતિ નો એક લાભ માટે ઉપયોગ કરી શકાય છે.