૦૭
૨૦૧૩
મે
|
બેંગલોર, ભારત
|
કૃપા કરી ને શરણાગતિ વિશેવાત કરો.
શ્રી શ્રી: તમારે સમર્પણ કરવું પડે એવું શું છે? એમ પણ બધું કુદરતની માલિકીનું જ છે. પણ જ્યારે તમે વિચારો કે કંઈક મારું છે, ત્યારે હું કહું છું કે, સમર્પણ કરો. જ્યારે તમે કંઈક પકડી રાખો છો, ત્યારે હું કહું છું, 'તનાવમુક્ત રહો'. તનાવમુક્ત રહેવું એટલે જ શરણાગતિ. બીજું કંઈજ નહીં.
જો તમારા મનને કંઈક પરેશાન કરી રહ્યું હોય તો તે પરેશાની અર્પણ કરી દેવી એ જ શરણાગતિ છે. તે આહુતિ આપવા જેવું છે. તો તમનેજે પણ તકલીફ આપી રહ્યું હોય કે પરેશાન કરી રહ્યું હોય, તે આહુતિ તરીકે કુદરતને અર્પણ કરી દેવું.
જે તમે તમારી જાતે સંભાળી નથી શક્તા; કે જે તમારા માટે એક બોજ બની ગયું છે; કે જે તમે તમારા મનમાં રાખી કંટાળી ગયા છો; તેને મૂકી દો અને જવા દો! તેને જ શરણાગતિ કહેવાય છે.
અન્યથા શરણાગતિ કરવા માટે છે શું? તમારું શરીર ભગવાન નું છે. તમારું મન પણ ભગવાન નું છે. બધું ભગવાન નું છે. પરંતુ તમને લાગે છે કે તમારું છે. તો માત્ર ચહેરા પર સ્મિત રાખો, નિશ્ચિંત રહો અને જવા દો. જવા દેવું, નિશ્ચિંત રહેવું અને હસતાં રહેવું એ જ શરણાગતિ નો અર્થ છે.
બૌદ્ધ ધર્મ માં, ‘બુધ્ધમ્ શરણમ્ ગચ્છામિ’ એમ કહ્યું છે’, જેનો અર્થ થાય છે કે જે બોજ તમે તમારી જાતે સંભાળી નથી શક્તા તે ભગવાન બુદ્ધ ને અર્પણ કરી દો, કે ભગવાન ને અર્પણ કરો, અથવા ગુરુને અર્પણ કરો, અથવા તમારા કોઈ પ્રિય જનને અર્પણ કરી દો. આનાથી તમારામાં એવી લાગણી જન્મે છે કે કોઈક તમારું છે, તમને ખૂબ પ્રિય છે અને જેને તમે ખૂબ પ્રિય છો.
હું તમને એક ઉદાહરણ આપું.
એક બાળક, જ્યારે જાણે છે કે તેની માતા ઘરે છે, ત્યારે તે સુરક્ષાનો અનુભવ કરે છે. એ બાળકઆમ તેમ ફર્યા કરશે અને ખુશીથી રમશે. પરંતુ જ્યારે બાળક તેની માતા ને જોતું નથી, અને માતા ક્યાંક ગઈ હોય છે, ત્યારે તે તેને શોધે છે અને પછી રડવા લાગે છે.
આમ તો આજકાલ બાળકો જ્યારે જાણે છે કે તેમની માતા આસપાસ નથી ત્યારે તેઓ વધારે ખુશ થાય છે!(હાસ્ય) જેથી તે ઓ વધુ તોફાન કરી શકે છે. પણ જ્યારે બાળકો થોડા મોટા થાય છે ત્યારે જ આવું થાય છે.
નાના બાળકો તો વારંવાર જોતા રહે છે કે તેમની માતા આસપાસ છે કે નહીં, એમ નથી થતું? એક આંખ માતા તરફ જ હોય છે. એનુ કારણ એ છે કે મારા માટે કોઈ બેઠું છે એ જાણીને બાળક સુરક્ષાનો અનુભવ કરે છે.
આજકાલ માતાપિતા તેમના બાળકોને ટેલિવિઝન આગળ બેસાડી દે છે. (બાળકોનું ધ્યાન વિકેન્દ્રિત કરવા
જેથી તેઓ માતા પિતાને હેરાન ના કરે.) આખૂબ જ હાનિકારક છે. બાળકોએ ટેલિવિઝન ના જોવું જોઇએ
કારણ કે તે તેમના મન માટે એ ખૂબ બોજારૂપ છે. ઘણી વખત માતા-પિતા ટીવી પર કેટલાક કાર્ટુન કાર્યક્રમ મૂકી તેમના બાળકોને એ જોવળાવેછે. આ સારું નથી કારણ કે તે બાળકના મન પર ઘણી એવી છાપ બનાવી જાય છે કે બાળક એક્દમ નિરુત્સાહી બની જાય છે. ઘણા બાળકો ગણતરી કરી શક્તા નથી, અને માનસિક વિકારો વિક્સાવે છે; જેમ કે ધ્યાનનો અભાવ જેવા લક્ષણો. આજે અમેરિકા માં આ સામાન્ય વાત છે.
પ્રાણ શું છે? મને માત્ર એટલી ખબર છે કે તે શ્વાસ કરતાં વધુ સૂક્ષ્મ છે. શું વિજ્ઞાને આ ક્ષેત્રે કંઈક શોધ કરી છે? શું આપણા જીવનના બીજા પાસા છે જેની સાથે વિજ્ઞાન પણ સંમત હોય?
શ્રી શ્રી :: હા.
હુંતાજેતરમાંજ એક ન્યુરોલોજીસ્ટ દ્વારા લખવામાં આવેલી પુસ્તક વાચતો હતો જેનું નામ છે, ‘ધ પ્રૂફ ઓફ હેવન’. તેમણે જ્યારે તેઓ કોમામાં ગયા હતા એ વખતના અનુભવો વિશે લખ્યું છે. તેઓ તબીબી મૃત્યુ પામ્યા હતા અને તેમને શરીરની બહારનો અનુભવ થયો હતો, અને તેથી તેમણે પોતાના અનુભવ વિશે લખ્યું છે, અને તે આપણે કહેતાં આવ્યા છે બરાબર એવું જ છે.
તેમણે તેજ જોયું અને આ તેજનું નામ ઓમ છે એમ જણાવ્યું. તેમને ભારતીય આધ્યાત્મિકતાનો કોઈ ખ્યાલ નથી, પરંતુ તેમના અનુભવથી તેમણે કહ્યું કે, તે ઓમ નામના ધ્વનિ દ્વારા ઓળખાય છે. અને તે ઘણું શાંતિપૂર્ણ અને સુખદ લાગે છે.
તેઓ બરાબર ગીતામાં લખ્યું છે એ જ વર્ણવે છે, ‘ઉર્ધ્વા-મુલમ અધહ-સખમ’. મૂળ ઉપર છે અને ડાળખીઓ નીચે છે. (તેવું દર્શાવવા માટે કે તમારું મૂળ દેવત્વ છે, ચેતના. તે તમારા મૂળ છે.)
તેમને મૂળમાં જવાનો અનુભવ હતો, અને પછી મૂળની પણ ઉપર શ્યામ અવકાશમાં, અને પછી અવકાશની પણ પેલી પાર હિરન્યગર્ભમાં, જેને ઉપનિષદમાં સોનાનું ઈંડુ કહેવામાં આવ્યુંછે, તે ચમકતાં સોનાના ગર્ભ જેવું છે.
લોકોને મ્રુત્યુની નજીકના અનુભવો છે. તેઓના બધા અનુભવો આ દેશમાં લોકો જે હજારો વર્ષોથી કહેતાં આવ્યા છે તેવા જ છે. આવાત ઘણી રસપ્રદ છે.
વળી, આ લેખક નાસ્તિક છે. તેઓ કોઇ પણ ધર્મમાં માનતા ન હતાં. તે ચુસ્ત વૈજ્ઞાનિક હતાં. તેમના પુસ્તકમાં તેમણે આપણે જે દુનિયા જોઈ રહ્યાં છે તેના કરતાં બીજી દુનિયા કેમ વધારે વાસ્તવિક છે એ વિશે ના અનુભવો લખ્યા છે.
આપણે આ જ બધા દર્શનમાં સાંભળ્યું છે. (હિન્દૂતત્વજ્ઞાન પરંપરાગત રીતે ૬ વિચારધારાઓ અથવા દર્શનમાં વહેચાયેલું છે. આ બધા વેદોને સર્વોત્તમ જ્ઞાત શાસ્ત્ર માને છે.) આમ એની શરૂઆત છે..
જુઓ, જે જ્ઞાન આપણે પાંચ ઇન્દ્રિયો દ્વારા મેળવીએ છીએ તે બુદ્ધિથી મેળવેલ જ્ઞાન કરતા ગૌણ છે. તમે સૂર્યાસ્ત અને સૂર્યોદય જૂવો છો, પરંતુ બુદ્ધિ જાણે છે કે સૂર્ય નથી આથમતો કે નથી તેનો ઉદય થતો.
તો આ પ્રમાણે ઇન્દ્રિયોનું જ્ઞાન, બુદ્ધિના જ્ઞાન કરતાં ગૌણ છે. બુદ્ધિથી જે પર છે તેનું જ્ઞાન; અંતઃસ્પુર્ણા નું જ્ઞાન અને શુદ્ધ ચૈતન્ય નું જ્ઞાન તે બૌદ્ધિક જ્ઞાન કરતાં પણ ચઢિયાતું છે.
બૌદ્ધિક જ્ઞાન સાબિત અને ખંડન કરી શકાય છે, પરંતુ જે શોધ બુદ્ધિની ગણતરીઓ થી પર છે તે ઘણી જુદી
છે.
પ્રિય ગુરૂદેવ, તમે એક નોલેજ શીટ માં ઉલ્લેખ કર્યો છે કે, ગુરુ એક વ્યક્તિ નથી પણ અસ્તિત્વ છે. હુંમારા ગુરુને કેવી રીતે અસ્તિત્વ રૂપે જોઉં અને વ્યક્તિ રૂપે નહીં?
શ્રી શ્રી: મનુષ્ય શું છે? શરીર કે મન? જો તેઓ શરીર હોય, તો પછી જ્યારે આત્મા ચાલ્યો જાય છે, ત્યારે એવું કેમ છે કે શરીરની કોઈ દરકાર નથી કરતું. એ આત્મા છે જેની આપણે કદર કરીએ છીએ. આત્માને શરીરથી અલગ જોવાનો પ્રયત્ન કરો.
સૂક્ષ્મ અહં શું છે, અને કેવી રીતે કોઈ એને દૂર કરી શકે?
શ્રી શ્રી: જ્યારે તમને એમ લાગે કે તમને અહં નથી ત્યારે તે સૂક્ષ્મ અહં છે. જ્યારે તમને લાગે કે હું સૌથી વધુ સહજ અને નમ્ર વ્યક્તિ છું' ત્યારે તે સૂક્ષ્મ અહં છે.
જુઓ, જો તમને ખબર પડે કે તમારા માં થોડો અહં છે, તો વાંધો નહીં, તેને ફક્ત ખીસ્સામાં રાખો. જો એ ત્યાં છે, તો તેને ત્યાં રહેવા દો. તે ઠીક છે. શા માટે તમે તેના થી છુટકારો મેળવવા માંગો છો?
જો તમે અહંકાર થી છુટકારો મેળવવાનો પ્રયાસ કરો, તો પછી એ તમારા માટે બીજી મોટી સમસ્યા બની જશે. કારણ કે પછી તમે કહેશો 'જુઓ, મેં મારા અહં ને દૂર કરી દીધો!' તો પછી તે સૂક્ષ્મ અહં છે.
તમે અહંકારના નાશ દ્વારા તેનેદૂર કરી શકતા નથી. ફક્ત સહજ રહો. અહં તમારા અસ્તિત્વ ની સહજતામાં ઓગળી જાય છે.
ગુરૂદેવ, શા માટે તમે સંકલ્પ લેવા માટે શરણાગત કરવાનું સૂચવો છો? આ કેવી રીતે શક્ય છે? અમને તમારા સિવાય કંઇજ નથી જોઈતું. તો પછી શા માટે સંકલ્પ લેવાનો?
શ્રી શ્રી: અમે કોઈનેય સંકલ્પ લેવા માટે ફરજ પાડી નથી. અને તમને નાની વસ્તુઓ માટે સંકલ્પ લેવા ક્યારેય કહેવામાં આવ્યું નથી. તમારી નાની માંગણીઓ અને ઇચ્છાઓ તો એમ પણ પૂરી થાય છે, શું એમ નથી?
બધું એમ પણ થાય જ છે. તો જ્યારે વસ્તુઓ થાય જ છે, તો નાની મહત્વાકાંક્ષા રાખવાને બદલે, તમારે કંઈક મોટી વસ્તુ માટે મહત્વાકાંક્ષા રાખવી જોઈએ. તમારે દેશ માટે વિચારવું જોઈએ અને વધુ સુંદર વિશ્વ માટે વિચારવું જોઈએ. આજ સત્ય છે.
સામાન્ય રીતે તમને માત્ર તમારા માટે નાની-નાની ઇચ્છાઓ હોય છે. તમારે એક મોટો સંકલ્પ લેવો જોઇએ, એવો કે જે દરેક માટે લાભદાયી હોય. સનાતન ધર્મ (પ્રાચીન દિવસોનું હિન્દુધર્મનું બીજું નામ) માં આ જ કહેવામાં આવ્યું છે, 'તન્મે મનહ શિવ સંકલ્પ મસ્તુ', જેનો અર્થ થાય છે, મારા મનમાં હંમેશા એવો સંકલ્પ રહે જે દરેક માટે લાભદાયી હોય.
ગુરૂદેવ, તમે ઘણી વખત કહો છો કે 'સહજ મિલે અવિનાશી' (અર્થ: સહજ રહીને, કોઈ વિના પ્રયત્ને દૈવત્વ પ્રાપ્ત કરી શકે છે.) સહજ હોવાની સાથે, આપણને વ્યાપક દ્રષ્ટિની પણ જરૂર છે. કેવી રીતે અમે જીવનની દ્રષ્ટિ વિસ્તૃત કરીએ?
શ્રી શ્રી: તમને વધુ જાણવાની ઈચ્છા છે, તે જ ઘણું છે.
ગુરૂદેવ, શું પ્રેમમાં પડવા બે લોકોનું એકસરખું વિચારવું જરૂરી છે? શું અલગ અભિપ્રાય સાથે પણ પ્રેમ ન હોય શકે?
શ્રી શ્રી: જુઓ, તમારા મનમાં કંઈક બીજું છે, અને તમે કંઈક બીજું પૂછી રહ્યા છો. જો હું તમને જવાબ આપીશ, તો તમે તે જવાબનો ઉપયોગ અન્ય રીતે કરશો. હું આ ફાંસામાં નથી પકડાવવાનો. જો તમે હોંશિયાર છો, તો હું પણ હોંશિયાર છું.
હું તમને એક ઘટના કહીશ.
એકવાર હું પેરિસ એરપોર્ટ પર હતો અને એરપોર્ટ સિક્યોરિટી થી પસાર થઈ રહ્યો હતો., ત્યાં ઘણાં લોકો મને વળાવી રહ્યા હતાં. આશરે ૨૦૦-૩૦૦ લોકો. હવે આ એક મહિલા આવી, તે તેના ૬૦ ના પાછલા દશકા માં હોવી જોઈએ. તે મારી પાસે આવી અને મને તેની આંગળી પરની વીંટી બતાવી, અને મને પૂછ્યું , 'શું આ જરૂરી છે?' મેં ફક્ત રત્ન જડેલી વીંટી જોઈ અને કહ્યું 'ના, તે જરૂરી નથી'. અને પછી હું ન્યૂયોર્ક માટે નીકળી ગયો.
બે દિવસ બાદ તેના પતિ નો મને ફોન આવ્યો અને મને પૂછ્યું, 'ગુરૂદેવ, શું તમે મારી પત્નીને મને છૂટાછેડા આપવા કહ્યું?'
મેં કીધું, ‘ના’.
આ માણસની ઉંમર ૭૦ વર્ષની આસપાસ હતી, અને તે બંનેના લગ્નને આશરે ૪૦ વર્ષ થયા હતાં. તે બંને અનુયાયી છે. તેણે કહ્યું, 'ગુરૂદેવ, મને ખબર છે તમે ક્યારેય એવું નહીં કહો, પણ મારી પત્નીએ મને છૂટાછેડા ના કાગળ મોકલ્યા, કારણ કે તમે કહ્યું કે પરિણીત રહેવાની કોઈ જરૂર નથી.
પછી મેં તેમને કહ્યું, 'મને તમારી પત્ની સાથે વાત કરવા દો'.
તેણીએ કહ્યું, 'ગુરૂદેવ, મેંતમનેમારા લગ્નની વીંટી બતાવી હતી અને પૂછ્યું હતું, ' શું તે જરૂરી છે? તમે કહ્યું હતું, 'ના '.
તો તે ઘટના પછી, હું પણ મારે શું કહેવુ એ વિશે ઘણો હોંશિયાર અને સાવચેત થઈ ગયો છું! (હાસ્ય) હું તમારા પ્રશ્નના જવાબમાં કંઈ પણ નહીં કહું, અન્યથા તમારું મન તમામ પ્રકારની વસ્તુઓ વિચારવાની શરૂ કરશે. આ વાર્તામાં જેમ, મહિલા ને પતિ સાથે છૂટાછેડા જોઈતાં હતાં, પરંતુ મને તેની વીંટી બતાવી ને મારી
સંમતિ માટેપૂછ્યું.
આજકાલ, લોકો તમામ પ્રકારના રત્નો પહેરે છે. હું તમને કહું, તમારે રત્નોને બધામાં બહુ માનવાનું નથી. કોઇ પણ રત્ન કરતાં વધુ શક્તિશાળી તમારી ચેતના છે. રત્નો ને બહુ મહત્વ ના આપો. તમે કોઇ પણ રત્ન કરતાં વધુ શક્તિશાળી છો.
ગુરૂદેવ, તમે મને મારી લાયકાત કરતાં વધુ આપ્યું છે. મને એવું લાગે છે હું તમારા માટેજે પણ કરું, તે કંઇ જ નથી. એ મારી ઈચ્છા છે કે તમે મારી પાસેથી કંઈક માંગો.
શ્રી શ્રી: હા, તમે ખુશ રહો અને બધાને ખુશ રાખો. આ વિશ્વમાં ઘણું બધુ કામ છે જે તમે કરી શકો છો. જ્ઞાન ફેલાવો, સ્મિત ફેલાવો અને ખુશી ફેલાવો. આ જ્ઞાન કેટલુ સુંદર છે અને સુસંગત છે. જુઓ કે આ જ્ઞાન હજુ ઘણા લોકો સુધી પહોંચે.