Wednesday, 8 May 2013

વિપુલતા માટેના ઉપાયો


0૮
૨૦૧૩
મે
બેંગલોર, ભારત

હું તમને એક પડકાર આપવા માંગુ છું. શું તમે પડકાર લેવા માટે તૈયાર છો?

'' કહ્યા વગર 'કા' કહીને બતાવો. તમે તે કરી શકો છો? તમે તે નહિ કરી શકો. તમે '' કહ્યા વગર 'કા' કહી શકો નહિ. ઠીક છે, હવે '' કહ્યા વગર 'ગા', અથવા 'ચા', બોલવાનો પ્રયાસ કરીએ. તેમ કરી શકો છો? ના!

સંસ્કૃત ભાષામાં વ્યંજનો અને સ્વરો આ રીતે ગોઠવાયેલા છે.

'અ આ ઇ ઈ ઉ એ ઐ ઓ ઔ અં અઃ' - આ સ્વરો છે. 'ક ખ ગ ઘ ચ છ જ ઝ ન ત થ દ ધ ન પ ફ બ ભ મ' એ વ્યંજનો છે. તમે સ્વર વિના વ્યંજનો બોલી શકો નહિ. સમજ્યા?

જ્યારે તમે 'કિ' બોલો તેમાં '' હાજર હોયજ.

આ વૈજ્ઞાનિક ઢબે ગોઠવવામાં આવ્યું છે. તેથી સંસ્કૃતને દેવભાષા કહે છે; ભગવાનની ભાષા કારણકે તે કુદરત સાથે ગોઠવાયેલી છે.

જ્યારે તમે '' કહો છો ત્યારે તે શરુઆત છે, બધું ખુલે છે. જ્યારે તમે '' કહો છો તે ચાલુ રહે છે, અને જ્યારે ત્યારે તમે 'મ્' કહો છો તે બંધ થાય છે.

ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? આ વાત આપણા એક ૠષિએ બહુ સરસ રીતે સમજાવી છે. ચેતના

બુધ્ધિ સાથે સંયોજિત થઇને મન સાથે જોડાય છે. તે શરીર ની ઉર્જા કે ઉષ્ણતાને તીવ્ર બનાવે છે, અને તે ઉર્જા આપણા ગળાની સ્વરપેટી માંથી હવા પસાર કરે છે, જેનાથી ધ્વનિ પેદા થાય છે. તો ધ્વનિ કેવી રીતે પેદા થાય છે, તે ખૂબજ સુંદર અને વૈજ્ઞાનિક રીતે કહેવામાં આવ્યું છે.

આ જ્ઞાન ફક્ત મન માટે કે ફક્ત મગજ માટે નથી. આ મન અને મગજનું આદર્શ મિશ્રણ છે. આ આધ્યાત્મિક ડહાપણ છે.

તે ઉપરાંત જો તમે સંગીતના સૂરો 'સા રે ગ મ પ ધ ની', આનું અવલોકન કરો, તો તે બધા એક ચોક્કસ પ્રાણીના સૂર સાથે મળતા આવે છે. 'સા' મોરના સૂરને અનુલક્ષે છે. 'રે' ગાયોના; '' બકરીના; '' નાઈટિંગલ (રાતના સમયે મધુર ગાનારું એક નાનું પંખી); '' ઘોડાના સૂરને અને 'નીહાથીના સૂરને અનુલક્ષે છે. હાથીઓ ખૂબજ કદાવર હોવા છતા, તેમનો અવાજ ખૂબજ તીવ્ર અને તીણો છે. તો દરેક પ્રાણીના અવાજ પરથી સંગીતના સૂરો લીધેલા છે.

એજ રીતે વ્યંજનો પણ પ્રાણી સાથે ગોઠવાયેલા છે. ક અને ચ પક્ષીઓ સાથે સંબંધ ધરાવે છે. પોપટ અને મેના સિવાય પક્ષીઓ આ બે જ અવાજ કરે છે; જો તેમને તાલીમ આપવામાં આવે તો તેઓ આખી ભાષા બોલી શકે છે.

પછી ત અને થ આ વ્યંજનો ઉભયજીવી સાથે સંલગ્ન છે. પાણીમાં અને જમીન બન્ને પર જીવનારા ઉભયજીવી, જેમ કે દેડકા, તે '' અને '' કહે છે.

માત્ર સ્તન પ્રાણીઓ છેલ્લા સમૂહના વ્યંજનો, એટલે કે, પ ફ બ ભ મ સાથે સંલગ્ન છે છે. બકરા, ઘેટા, ગાય, તેઓ બધા આ અવાજ કરે છે.

તેથી વ્યંજનો ની રચના છે તે પ્રકૃતિની ખૂબજ નજીક છે. આ કોઈએ સર્જ્યુ નથી, આ એક ભેટ છે; અથવા (પ્રકૃતિમાંથી) ડાઉનલોડ કરવામાં આવ્યું છે. વેદોને શ્રુતિ કહેવામાં આવે છે કારણકે કોઈ ઋષિએ તેને બૌદ્ધિક રીતે નથી લખ્યું. તેથી તેમણે તેનો શ્રેય નથી લીધો. તેમણે કહ્યું હું ધ્યાનમાં ઊંડો ઉતર્યો અને મેં તે ડાઉનલોડ કર્યું; મેં તે સાંભળ્યુ. તેથી તેને શ્રુતિ કહેવામાં આવે છે; જે ઊંડા ધ્યાનમાં સાંભળવામાં આવ્યું હતુ.

સંસ્કૃત મંત્રો પણ ઊંડા ધ્યાનમાં સાંભળવામાં આવ્યા હતા એમ કહેવાય છે.

ગુરૂદેવ, અનુગ્રહ શું છે? તે ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?

શ્રી શ્રીઃ અનુગ્રહ એટલે કૃપા. આ જગતમાં અનુગ્રહ વગર કંઈ શક્ય નથી. જ્યારે તમને પ્રયત્નો કર્યા વગર ઘણું પ્રાપ્ત થાય, ત્યારે કહેવાય કે તમને કૃપાનો આશીર્વાદ મળ્યો છે. તમે સમજો છો હું શું કહુ છું?

સામાન્ય રીતે તમે નોકરીમાં ખૂબ મહેનત કરો છો અને પછી તમને પગાર મળે છે. તો તમે કહો છો, 'મેં આ પૈસા કમાયા છે'. પરંતુ જો તમને કોઈ ભેટ આપે, તો તમે એમ નહિ કહો કે, 'મેં આ ભેટ કમાઈ છે'. શું કઈ કમાયેલુ હોય તેને ભેટ કહી શકાય? ના. તમને ભેટ કોઈ પ્રયત્ન કર્યા વગર મળે છે. તો તમને કોઈ મોટી ભેટ કે પુરસ્કાર મળે અને તમને એમ લાગે કે તમે એને લાયક નથી તો તે અનુગ્રહ છે.

જ્યારે આપણને આપણી લાયકાત અને ક્ષમતા કરતા વધુ મળે, તો તેને કૃપા કહે છે. જ્યારે આપણે એ જાણીએ કે જીવનમાં આપણી લાયકાત કે ક્ષમતા કરતા વધુ આપણને મળ્યુ છે, તો કૃતજ્ઞતાની લાગણી ઉદ્દભવે છે. આપણે કૃતજ્ઞ બનીએ છીએ, ફરિયાદો ગાયબ થાય છે અને સમૃદ્ધિ વધે છે.  

જે વ્યક્તિ કૃતજ્ઞતા અનુભવે છે તેને ક્યારેય કોઈ વસ્તુનો અભાવ લાગતો નથી.

જીવનમાં અભાવ કોને લાગે છે? જ્યારે તમને લાગે કે 'હું ખૂબ સક્ષમ છુ તેમ છતા મને કશુ મળ્યુ નથી'.

એક વાર એક વ્યક્તિ હતા જે વડાપ્રધાન બનવા માંગતા હતા. તેમનામાં ગધેડાના ટોળાની દેખભાળ રાખવાની પણ ક્ષમતા ન હતી, તેમ છતા તે વડાપ્રધાન બનવા માંગતા હતા. હવે તમે આવા વ્યક્તિને શું કહો? તેમની ફરિયાદો ક્યારેય ઓછી થશે નહિ. તે હંમેશા ફરિયાદી રહેશે. કૃતજ્ઞ બનવું, એટલે તમારા જીવનમાંથી બધી ફરિયાદોનું ગાયબ થઈ જવું.

જ્યારે તમારા  હૃદયમાં એવી લાગણી હોય કે તમે હંમેશા જે માંગ્યું તે કરતા વધુજ મળ્યુ છે, અથવા લાયકાત કરતા વધુ મળ્યુ છે, તો ઊંડા કૃતજ્ઞતાની લાગણી ઉદ્દભવે છે. જ્યારે કૃતજ્ઞતા હશે તો જીવનમાં ક્યારેય કોઈ વસ્તુનો અભાવ લાગશે નહિ. તેવા વ્યક્તિને, જે ઈચ્છા હશે તે પૂરી થતી રહેશે.

હવે તમે કહેશો કે આ ખૂબજ અઘરુ છે. હા, આમ કરવુ અઘરુ છે. ક્યારેય કંઈ મેળવવું સહેલુ હોતુ નથી. પરંતુ તમે આ તરફ એક ડગલું આગળ વધશો, તો તમને તે ખૂબજ સરળ લાગશે. 

ગુરુદેવ, એમ કહેવાય છે કે વાણી ચાર પ્રકારની હોય છેઃ પરા, પશ્યંતિ, મધ્યમા અને વૈખરી. તેનું સાધનામાં શું મહત્વ છે?

શ્રી શ્રીઃ અત્યારે જે વાર્તાલાપ થઇ રહ્યો છે તે વૈખરી છે. મનુષ્યો ફક્ત વૈખરી વાણીનો જ ઉપયોગ કરી શકે છે. એમ કહેવાય છે કે 'चत्वारि वाक्परिमिता पदानि तानि विदुर्ब्रम्हना येमनिषिनाः गुहा त्रिणि निहिता नैन्गयन्ति तुरियाम्वाचो मनुष्या वदन्ति.’(ૠગવેદ સંહિતા (૧.૧૬૪.૪૫)) તો મનુષ્યો એકબીજા સાથે ચોથા પ્રકારની વાણીનો ઉપયોગ કરી વાત કરે છે. બાકીની ત્રણ વાણીઓઃ પરા, મધ્યમા અને પશ્યંતિ નો ઉપયોગ એવા વ્યવહારમાં થાય છે જે ખૂબજ ગહન છે જ્યાં કોઇ ભાષાનો ઉપયોગ થતો નથી.

એ અવસ્થા કે જ્યાં કોઈ ભાષાનો ઉપયોગ થતો નથી, તેમ છતાં પૂરું તથ્ય સંપૂર્ણપણે સમજી શકાય છે તેને પરા વાણી કહે છે.

મૃત્યુ પછી જ્યારે માણસ શરીર છોડે છે, ત્યારે ભાષાનો ઉપયોગ કરીને સંવાદ કરવાની ક્ષમતા પણ જતી રહે છે. તે અવસ્થામાં, જે કંઈ પણ બને છે તેનું માત્ર નિરીક્ષણ કરે છે, અને નિરીક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. તેને પશ્યંતિ કહે છે. (આ શબ્દ સંસ્કૃત ભાષાના 'પશ્ય' શબ્દમાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ જોવું અથવા અવલોકન કરવું એવો થાય છે.) મધ્યમા એ પરા અને પશ્યંતિની વચ્ચેની અવસ્થા છે.

ઘણી વખત એવું બને છે કે કોઈ તમે ન જાણતા હો એ ભાષામાં વાત કરે, તેમ છતાં તે શું કહેવા માંગે છે તે તમે સમજી શકો છો. મધ્યમા તે અવસ્થા છે. ઉદાહરણ તરીકે, બાળક માતાના ગર્ભાશયમાં હોય, ત્યારે બાળકે માતાને કે માતાએ બાળકને જોયા નથી. તેમ છતા તેઓ એકબીજાને સંપૂર્ણપણે સમજી શકે છે. તે અવસ્થામાં ભાષાનો ઉપયોગ થતો નથી. તેમ છતા પણ, ભાષાનો ઉપયોગ કર્યા વગર સંવાદ થાય છે. તે મધ્યમા છે.

તેથી આ સમગ્ર સર્જનને હિરણ્યગર્ભ (સોનાનું ઈંડુ અથવા સોનાનો ગર્ભ) કહેવામાં આવે છે. આપણે બધા આ વિશ્વના ગર્ભમાં છીએ અને તેની બહાર શેનું અસ્તિત્વ છે તેની ખબર નથી. માતા જેમ જાણે છે કે ગર્ભમાં બાળક છે પરંતુ બાળક માતાને જાણતુ નથી. તે જ રીતે ભગવાન આપણને જાણે છે પણ આપણે ભગવાનને જાણતા નથી. તેથી તેમને અજ્ઞેય (જે હાજર છે પરંતુ અજ્ઞાત છે) કહેવામાં આવે છે. તમે દિવ્ય ને જાણી ન શકો, પરંતુ તેનો અનુભવ કરી શકો. અને અનુભવ કઈ રીતે કરી શકો?

સ્વ માં વિશ્રામ કરીને. તો પરા વાણી એ વાણી છે જેમાં કોઈ ભાષાનો ઉપયોગ થતો નથી, અને તે લાગણીઓથી પણ પર છે. જ્યારે પશ્યંતિ પ્રકારના સંવાદમાં લાગણીઓનો ઉપયોગ પણ થાય છે.

જ્યારે આપણે ચેતનાના ઊંડા સ્તર પર જઈએ, તો શરીરના દરેક ઈન્દ્રિય અંગો બધા કાર્ય કરવા સક્ષમ બની જાય છે. તેનો અર્થ છે કે પાંચેય ઈન્દ્રિયોના કાર્યો એકજ અંગ દ્વારા થાય છે. તો આવી અવસ્થામાં એકજ સ્પર્શ દ્વારા તમે મહેસૂસ કરી શકો છો, જોઈ શકો છો, સ્વાદ ચાખી શકો છો અને પદાર્થ વિશે સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો.

તો દરેક અંગ પાંચેય ઈન્દ્રિયોના દરેક કાર્યો કરવા સમર્થ બને છે (જોવું, સૂંઘવું, સાંભળવું, સ્વાદ લેવો, સ્પર્શવું). તો જ્યારે પંચેન્દ્રિય (પાંચ ઇન્દ્રિયો) વિલીન થઈને એક (જ્ઞાનેન્દ્રિય) થાય ત્યારે, તે અવસ્થા પરા-ચેતના (શુદ્ધ ચેતના) ની સ્થિતિ છે. તે પરા વાણી છે. તેથી એવું કહેવાય છે કે, 'જાનત તુમહી તુમહી હો જાયે' (જ્યારે જ્ઞાની. જ્ઞાન અને જ્ઞાત એક બને છે). તેથી આપણે કહીએ છીએ કે જે ભગવાનને સંપૂર્ણ રીતે સમર્પિત છે તે પોતેજ ભગવાન બની જાય છે. એ જ રીતે જેને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય તે બ્રહ્મ બની જાય છે. આવી અવસ્થામાં પ્રેમી, પ્રિય અને પ્રેમ એકબીજાથી અલગ નથી રહેતા. તે બધા વિલીન થઈને એક બની જાય છે. આ પરા વાણીની સ્થિતી છે.

જ્યારે તમે ભાષા વિશે વિચારો તો એક બોલનાર હશે અને એક સાંભળનાર હશે. અહીં બે ની જરૂર છે (એટલે દ્વૈતાવસ્થા) અહીં વૈખરીની જરૂર પડે છે. વૈખરી એટલે વિવિધતા જે તમારી આસપાસ હાજર છે. તેથી જ વિશ્વમાં એક નહી પણ ઘણી બધી ભાષાઓ છે. પરંતુ પરા વાણી એકજ છે અને તેમાં તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે. પરા વાણીમાં, શબ્દ બનતા પહેલાજ તેનો મતલબ તુરંત સમજાઈ જાય છે. તો શબ્દો ની જરાય જરૂરી નથી. આ બધુ સમજવામાં વિજ્ઞાન જેવું લાગે છે, તો જો તમારામાં વૈજ્ઞાનિક અંદાજ હશે, તો આ સમજવામાં સરળ લાગશે.

ગુરુદેવ, મીરાબાઈ કે સંત તુકારામ કોઈ શાસ્ત્રીય સંગીત શીખ્યા ન હતા. તેમ છતા તેઓ આજે પણ તેમના ભજન માટે જાણીતા છે. મને પણ ગાતા નથી આવડતુ. કૃપા કરી મને કહો શું મને ક્યારેય મારી ભક્તિ અભિવ્યક્ત કરવાની તક મળશે?

શ્રી શ્રીઃ  હા, બિલકુલ! તે પહેલેથી થયેલું જ છે. એક ફૂલને સુગંધ ફેલાવવા માટે પૂછવાની કે રાહ જોવાની જરૂર હોતી નથી. જ્યાં ફૂલ હશે ત્યાં સુગંધ ફેલાશે, તે અનિવાર્ય છે. તો જ્યાં પ્રેમ અને ભક્તિ છે, તે કોઈનાથી છૂપાયેલ ન રહી શકે.

જુઓ, પ્રેમ કોઈનાથી છુપાવી શકાય નહિ. તમે પ્રેમને છુપાવી શકો નહિ, અને તેને સંપૂર્ણ રીતે વ્યક્ત પણ કરી શકો નહિ. જ્યારે પણ આપણે પ્રેમ વ્યક્ત કરવા જશુ, ત્યારે આપણને એમજ લાગશે કે આપણે તેને સંપૂર્ણ પણે વ્યક્ત કરી શકતા નથી, અને દરેક પ્રેમીની આજ સમસ્યા છે. પ્રેમ વ્યક્ત કરવાનો ગમે તેટલો પ્રયત્ન કરવા છતા, તેમને તે અપૂર્ણજ લાગશે.

ગુરુદેવ, અમે વર્ષોથી તમારી પાસે આ સુંદર જ્ઞાન સાંભળીએ છીએ. પરંતુ હું તેને અમલમાં મૂકી શકતો નથી. હું શું કરુ?


શ્રી શ્રીઃ  તમે જ્ઞાનને અમલમાં મૂકવાની કોશિશમાં અટવાયેલા છો. જરા શાંત થાઓ. તમારે કાંઇજ કરવાની જરૂર નથી! બધું એની જાતેજ થાય છે.