Saturday, 25 May 2013

પ્રશ્નો અને જવાબો

પ્ર: પ્રિય ગુરૂદેવ, અમને ઇચ્છાઓ ત્યાગવાનું કહેવામાં આવે છે, પરંતુ બીજી બાજુ, અમને મોક્ષ (જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ) મેળવવા માટે તીવ્ર પ્રયત્ન કરવા એવી સલાહ આપવામાં આવે  છે. શું આ પણ અમારી ઈચ્છા વધી નથી?

શ્રી શ્રી: હા, જીવન માં મોટી વસ્તુઓ માટે તમારી ઇચ્છાઓ વધારવી નાની વસ્તુઓ માટે નહીં. નાની વસ્તુઓ માટેની ઇચ્છાથી સમસ્યા પેદા થાય છે. તમને જો ઇચ્છાઓ જ જરુરી હોય, તો તે, ઊચ્ચકોટી ની  રાખો, સૌથી ઊંચી વસ્તુ માટે રખો, જેમ કે પરમેષ્વરને મેળવવાની. સમગ્ર બ્રહ્માંડને પોતાનું બનાવવા યત્ન કરો, આ બ્રહ્માંડ માં દરેકના સુખ માટે તમારી ઇચ્છા કરો.

ઇચ્છાઓ મોટી હોય ત્યારે તેઓ હાનિકારક નથી હોતી. જ્યારે તમને પરમ સત્ય તરફ જવાની ઇચ્છા થાય, જ્યારે તમે સત્ય માટે પ્રતિબદ્ધ થાવ, ત્યારે મન શાંત અને સ્પષ્ટ બને છે. નાની ઇચ્છાઓ બેચેની વધારે છે, પરંતુ પરમ સત્ય માટેની ઇચ્છા મનને સ્થિર કરે છે. બેચેની જ પીડા લાવે છે.

પ્ર: ગુરૂદેવ, એટલે શું? ૐ કેવી રીતે શોધાયું?

શ્રી શ્રીઃ ૐ સૄષ્ર્ટી ની બનાવટ નો સાર છે, જેમ એક બીજ એક વૃક્ષ ના સાર સમાન છે. બીજમાં, સમગ્ર વૃક્ષ સમાયેલું હોય છે, બરાબર છે? જો તમે કેરીની ગોટલી વાવો અને આંબો ઊગે છે. આમ જ ઘણાં મંત્રો પણ બીજ મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ૐ એ પરમ બીજ મંત્ર છે (પરમ એટલે સર્વોચ્ચ). ૐ પ્રારંભથી, અથવા સમયના ઉદભવ સાથે જ છે.

પ્ર: ગુરૂદેવ, અમે ખૂબ નસીબદાર છીયે કે આજ ના આ યુગ માં અમને એક મહાન આધ્યાત્ક માર્ગર્દર્શ     મળ્યા, પરંતુ અમે ઘણી ખોટી વસ્તુઓ કરી છે, આમ છતાં તમે અમને પસંદ કર્યા એનું શું કારણ છે?

શ્રી શ્રી: જુઓ, જો તમે બીમાર હોય ત્યાર પછી  તો તમે હોસ્પિટલ માં જાઓ ને? ઘણાં લોકો બીમાર હોય છે  છતાં હજુ સુધી તેઓ હોસ્પિટલ જવા માટે નથી માંગતા, તો તમે તેમને શું કહેશો?

તમે ખોટી વસ્તુઓ કરી, વાંધો નહીં, છેવટે  તો સત્સંગમાં આવી ને બેસો છો ને. ખોટી બાબતો કરવા પ્રેરતા તમારા વલણ ઓછા અને ઓછા થતાં જાય છે, અને અંતે અદ્રશ્ય થાશે. આમ જ થઇ રહ્યું છે ને?

પ્ર: અમે નિયમિત સુદર્શન ક્રિયા કરીયે છીયે,  શું તો અમે સંપૂર્ણ થશું?

શ્રી શ્રી: હા, ચોક્કસપણે.પરંતુ તે માત્ર ક્રિયા કરવા માટે પૂરતું નથી. તમારે બધા જ્ઞાનસુત્રો સાંભળવા જોઈએ, તમને સારી સલાહ આપવામાં આવે છે તે પણ ગ્રહણ કરવી જરુરી છે. વ્યવહાર અને સિદ્ધાંતો બંને જીવન માટે જરૂરી છે. 

પ્ર: મૃત્યુ પછી શું રહે?  શું ફક્ત આત્મા જ રહે કે મન પણ રહે?

શ્રી શ્રી: તમારા ભય, ઝંખના અને અણગમો ની છાપ હંમેશા તમારી સાથે જાય છે. એટલા માટે ધ્યાન કરવું જોઈએ છે. આ બધી અનિચ્છનીય છાપ ધ્યાન થી ભૂંસાઇ જાય છે.

પ્ર: શા માટે દરેક વ્યક્તી અલગ છે, બધાં સરખા નથી?

શ્રી શ્રી: શા માટે દરેક વ્યક્તી સમાન હોવા જોઇએ?

અમે તમને નાસ્તો, અને દૈનિક ભોજન માટે તમને માત્ર બટાકાની જ અને એક જ વાનગી પીરસીએ, તો  તમને ગમશે?

શા માટે તમે વિવિધ રંગોના કપડાં પહેરો છે? તમરે જો લશ્કર ના સૈનિકો માફક, દરરોજ એ જ કપડાં પહેરવા પડતા હોય તો તમને તે ગમશે? ના, ખરુંને?  કુદરતને  વિવિધતામાં રુચી છે, એટલે પૃથ્વી પર ઘણા વિવિધ પ્રકાર ના લોકો છે.

પ્ર: ગુરૂદેવ, ચાઇના અને મંગોલિયાનની તમારી યાત્રા વિશે અમને જણાવો?

શ્રી શ્રી: હા, મંગોલિયા ખૂબ જ સારું હતું. લગભગ દસ હજાર લોકો સતસંગ માટે આવ્યા હતા. લોકો ખુબ ખુશ છે. હું જ્યારે છોડી ને પાછો જઇ રહ્યો હતો, ત્યારે એરપોર્ટ પર દરેક વ્યકતી, સુરક્ષા રક્ષકો, જે માણસો એક્સ-રે મશીનો ચલાવતા હતા, તેઓ બધા વારાફથી આશીર્વાદ લેવા માટે આવ્યાં. મંગોલિયા માં લોકો ખૂબ જ પ્રેરીત થયા છે.

ચાઇના માં, તેઓ ભીડ થી અને અમારા લોકોના ઉત્સાહથી ચોંકી ગયા. ઘણા લોકો સત્સંગ માટે આવવા  માગતા હતાં.

ચાઇના માં, તમે મોટી વ્યાખ્યાનમાળા માટે ખાસ પરવાનગીની જરૂર પડે છે. માત્ર ૫૦ લોકો વ્યાખ્યાનમાળા માટે ભેગા થઇ શકે, અને ૫૦૦ લોકો મોટા કાર્યક્રમો માટે. (અમારા કાર્યક્રમો માં હજારો  લોકો આવે છે,  આમ તે મર્યાદા થી બહાર જાય છે. તેઓ જણાવ્યું તેઓ તેને નિયંત્રિત નહીં કરી શકે અને મોટી સંખ્યા માટે વિનંતી રદ કરી.)

ચાઇના માં, શિસ્ત થી કાર્યવાહી કરવામાં આવે છે. આપણે તેમની પાસેથી શીખવું જોઇએ. આ લોકો ને તેમના દેશ માટે પુર્ણ પ્રતિબદ્ધતા છે. તેમની ગુપ્તચર સેવાઓ ઘણી શક્તિશાળી છે. ત્યાં વિદેશીઓ ફક્ત અમુક હોટલોમાં રહી શકે છે, અને આ હોટેલો માં વેઇટર અને  વેઇર્ટેસ ગુપ્ત જિજ્ઞાસુ એજન્સીઓ ના ગુપ્તચરો છે.

તેઓ બધાંને વિશે બધું જાણીકે તેવી રીતે બધાં પર દેખરેખ રાખવા માં આવે છે. આપણા દેશમાં ગુપ્તચર સેવા એજન્સીઓ આ વિશે તેમની પાસેથી જાણવું જોઈએ, તો પછી આ દેશમાં આતંકવાદ નહીં રહેશે.


તેઓની ગુપ્તચર સેવા એજન્સીઓ એવી કુશળ છે કે, ક્યાં શું થઈ રહ્યું છે?, કોણ કોને મળવા આવતા હોય છે, તે ખૂબ જ સારી રીતે જાણે છે, અલબત્ત, ક્યારેક લોકોને ગૂંગળાવે તેવું લાગે, કારણ કે ખૂબ  ચુસ્તતા છે, અને મોટાં કાર્યક્રમો કરવા માટે કોઈ સ્વતંત્રતા નથી, પરંતુ તેઓ સારા પ્રતિબદ્ધ છે.