Sunday, 12 May 2013

જ્ઞાનમાં રહેવું એ જ ખરી ભક્તિ છે


૧૨
૨૦૧૩
મે
બેંગલોર, ભારત

૧૨ મે ના દિવસે આખા કર્ણાટકમાંથી લગભગ હજારએક ગામના કુળદેવતા, ઇંટરનેશનલ આર્ટ ઓફ લિવિંગ સેંટર ખાતે નવા બનાવેલા ગુરુ પાદુકાવનમમાં ભેગા થયા હતા. વચ્ચેના ભાગમાં પાણીથી બનાવેલુ અંડાકાર એમ્ફીથિયેટર આખુ, શણગારેલા કુળદેવતાઓથી ભરાયેલુ હતુ. જે એક અલૌકિક દ્રશ્ય હતુ. ખાસ કરીને જ્યરે હજાર કુળદેવતાની એકસાથે આરતી ઉતારવામાં આવી ત્યારે આખુ વાતાવરણ ઢોલ, કરતાલ, શંખ અને ઘંટ વગેરેના અવાજથી ઉત્સવમય હતુ. શ્રી શ્રી એ સંબોધેલું આ કાર્યક્રમનું મહત્વ સમજાવતુ ટ્રાન્સક્રિપ્ટ નીચે પ્રમાણે છે.

બે પ્રકારની શક્તિઓ(ઉર્જા) આ વિશ્વનું રક્ષણ કરે છે. એક દૈવી શક્તિ(દેવોની ઉર્જા) અને બીજી અસુરી શક્તિ(અસુરોની ઉર્જા). હકારાત્મક દળો અને નકારાત્મક દળો વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલ્યા કરે છે. હકારાત્મક દળોનો વિજય થાય ત્યારે, વિશ્વમાં સંતોષ, આરામ અને સુખ હોય છે. નકારાત્મક બળો જીતે છે, ત્યારે સમસ્યાઓ અને હિંસા વર્તાય છે.

અંતે, તો હંમેશા જીત સકારાત્મક દળોની જ થાય છે, પરંતુ નકારાત્મક બળો સમયાંતરે જોવા મળે છે.

આજે ૧૦૦૮ ગામો માંથી વિવિધ ગ્રામ દેવતા(સ્થાનિક કુળદેવતાઓ) અહીં આવ્યા છે. અમુક ગામના મુખિયા એમ કહેતા હતા કે તેમના ગ્રામ દેવતાને છેલ્લા ૬૦-૬૫ વર્ષોથી ક્યાંય લઈ જવામાં આવ્યા નથી. આ વખતે પહેલી વાર તેઓ ગામની બહાર અહીં આવ્યા છે. તો વિવિધ ગામના લોકો તેમના આદરણીય ગ્રામ દેવતાઓને લઇને આવ્યા છે.

આપણા પૂર્વજોએ ગામમાં ગ્રામ દેવતાની સ્થાપના કરી હતી. તમે એક મૂર્તીને દેવતા ક્યારે કહી શકો? જ્યારે કોઈ સિદ્ધ પુરુષ (આધ્યાત્મિક રીતે સંપૂર્ણ અથવા આત્મજ્ઞાની) મંત્ર રટણ દ્વારા દિવ્ય પ્રાણનું મૂર્તીમાં આહવાન કરે, ત્યારે મૂર્તી, દેવતા બની જાય છે.

દેવતા દરેક જગ્યા કે પ્રદેશ (ક્ષેત્ર)નું રક્ષણ કરે છે, તેથી તેમને ક્ષેત્રપાલ કહેવાય છે. બધા લોકોને દેવતા પ્રત્યે ઊંડા આદર અને શ્રદ્ધા હોય છે, અને તેમના કુશલતા/કલ્યાણ માટે તેમને પૂજે છે.

સંસ્કૃતમાં એક શબ્દ છે, निलिम्प-परिषद् (જેનો અર્થ છે, ઈશ્વરની સંસ્થા) જેમ આપણે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ હોય છે એ જ રીતે, ભગવાનની પણ પોતાની સભાઓ હોય છે.

તો આજે આ ઉત્સવમાં ભાગ લેવા માટે દેવતાઓની સભા ભરાઈ છે. આપણે વિવિધ જગ્યાએથી દેવતાઓને અહીં લાવ્યા છીએ.

આપણા વડીલોએ કહ્યું છે કે,'स्थान्प्रधनम्न तुबल प्रधनम्'. ભગવાન મંદિરના સ્તંભોમાં પણ રહેલો છે. પરંતુ આપણે માત્ર ગર્ભગૃહ (મંદિરની અંદરનો ભાગ જ્યા મૂર્તી રાખવામાં આવે છે તે ભાગ) ને જ પૂજીએ છીએ. માત્ર સામર્થ્ય હોવું પૂરતુ નથી, તેની સાથે હોદ્દો હોવો પણ જરૂરી છે. આપણે દેવતાઓને હોદ્દો આપીએ છીએ. જો ગ્રામદેવતાઓ સંતુષ્ટ હશે તો જ પ્રગતિ થશે.

ગ્રામદેવતાઓને સંતુષ્ટ કરવા માટે લોકોમાં એકતા હોવી જરૂરી છે.દરેક લોકો સાજા હોવા જોઈએ અને સમૃદ્ધઇ હોવી જોઈએ. જો લોકોના દિલમાં ઉદાસી અને તિરસ્કાર હશે તો, ગ્રામ દેવતાને ખૂબજ દુખ થશે.

ગ્રામ દેવતાને ખુશ રાખવા માટે, ઉજવણીના આયોજન થવા જોઈએ. ગામમાં દરેક વ્યક્તિને મળીને, ભૂતકાળમાં ભૂલીને તેમને જે કંઈ મળ્યુ છે તેના માટે આભાર વ્યક્ત કરવો જોઈએ.

આપણે જાતિ, સંપ્રદાયો અને ધર્મના બધા તફાવતો ભૂલીને આ દિવસની ઉજવણી કરીએ છીએ, અને આપણી જાતને યાદ અપાવીએ છીએ કે આપણે બધા એકજ પરમ દિવ્યતા દ્વારા સંચાલિત છીએ જે આપણું ધ્યાન રાખે છે. દરેક ગામમાં ગ્રામ દેવતાનું આ જ માહતમ્ય છે. જ્યારે વ્યક્તિ કે તે દિવ્યતાને સમર્પિત છે, તે પોતાની બધી ફરજો એક નોકર ની વફાદારી અને કૃતજ્ઞતા સાથે બજાવે છે, માલિક ભાવે નહિ (અહંકાર અથવા કર્તાભાવ વગર).

સમાજમાં બે પ્રકારના લોકો છે: એક પ્રકાર જેઓને લાગે છે કે, 'હું કંઈ નહિ પણ દૈવત્વ નો ચાકર છુ'. અને બીજા પ્રકારના લોકો જે વિચારે છે, 'હું જ બધુ છું'.

જો કોઈ શહેર કે ગામમાં કોઈપણ તકલીફ આવે, તો તે અહંકાર ને લીધે આવે છે. અહંકાર કોઈ પણ સારા કામને બગાડે છે. તો, આ અહંકારને નરમ કરવા માટે દેવમાં સંપૂર્ણ વિશ્વાસ જરૂરી છે. અહીં અહંકાર એટલે દુર-અહંકાર (ખરાબ અને ખોટી દિશામાં દોરનાર અહંકાર). ગ્રામ દેવતાની સ્થાપના કરવાથી લોકો વચ્ચે અહંકાર કે અસૂરી પ્રવૃત્તિઓ (શૈતાની વૃત્તિઓ) થતી નથી. જ્યારે લોકો દેવતાને સંપૂર્ણ આદર અને વિશ્વાસ સાથે પૂજે છે, ત્યારે તેઓ સાચુ બોલે છે અને સત્યનો માર્ગ અનુસરે છે.

તમે જાણો છો, પહેલાના સમયમાં જ્યારે કાયદા માટે જ્યારે કોર્ટ-કચેરી ન હતા ત્યારે લોકો પોતાની જાતને ગ્રામ દેવતા સામે પ્રસ્તુત કરતા? લોકો વચ્ચેના મતભેદનો ઉકેલ ગ્રામ દેવતાની સમક્ષ લાવવામાં આવતો. તો ગ્રામ દેવતા વિવાદોનો ઉકેલ લાવવા, ગુનાહોને માફ કરવા, અને તે વિસ્તારમાં બધા કાયદાનું પાલન કરે તે માટે ન્યાયાધિશનું કામ કરતા. તે પ્રદેશની બાબતોનું દેવતા દ્વારા સંચાલન થતુ.

આજે પણ જ્યારે પણ કોઈ હોદ્દો સ્વીકારતા પહેલા શપથ લે છે ત્યારે, તે ભગવાનનું નામ લઈને જ લે છે. જ્યારે કોઈ વ્યક્તિ મંત્રી બને છે, ત્યારે તે સોગંદ લેતા પણ ભગવાનનું જ નામ લે છે. દિવ્યની હાજરી દરેક જગ્યાએ હાજરી છે એ યાદ કરવા અને સ્વીકારવા માટે આમ કરવામાં આવે છે. તો લોકોને દિવ્યત્વની હાજરીનો અનુભવ કરાવવા અને દિવ્ય તત્વની યાદ અપાવવા ગ્રામ દેવતાની સ્થાપના કરવામાં આવી હતી.

આનો એ અર્થ ન હતો કે ભગવાન મૂર્તિ સુધી મર્યાદિત હતા. આ લોકોને યાદ કરાવવા માટે હતુ કે તેઓ જે કરે છે, અને જે પ્રાપ્ત કરવા માંગે છે તેમાં દિવ્ય તત્વની હાજરી રહેલી છે. તો આજે, આટલા ગામોના ગ્રામ દેવતા ઉજવણી માટે અહીં ભેગા થયા છે, તે આપણા માટે એક લહાવો છે.

જ્યારે બધા દેવતા ભેગા થાય તો તેને યજ્ઞ કહે છે. આજે અહીં એક મોટો યજ્ઞ થયો છે. બધા દેવતાઓ અહીં આવીને તમને આશીર્વાદ આપ્યા છે. દરેક કણમાં દૈવી શક્તિનો વાસ છે. આ શક્તિ ને ધ્યાન, સત્સંગ અને પૂજા દ્વારા જાગૃત કરવી એ યજ્ઞ છે.

તો આપણે જ્ઞાન યજ્ઞ, ધ્યાન યજ્ઞ, જાપ યજ્ઞ અને કિર્તન યજ્ઞ કરતા આવ્યા છીએ. આ સંસ્કૃતિ માત્ર ભારતમાં જ છે અને તેને સાચવવી અને વિકસિત કરવી જરૂરી છે. તેને કરમાવા દેશો નહિ. આપણે ગ્રામ દેવતાની ઉજવણી દરેક ગામમાં થાય તેની ખાતરી કરવી જોઈએ.

હંમેશા ભગવાનને યાદ રાખો, બીજાને મદદરૂપ બનો અને ખુશ રહો.

'दैवधीनम्ञगत्सर्वम्', આ વિશ્વ ઈશ્વર દ્વારા સંચાલિત છે.
'मंतराधीनम्तुदैवतम्', દેવો મંત્રો દ્વારા સંચાલિત છે.

જેઓ મંત્રોમાં પારંગત છે તેઓ દેવતા સમાન બની જાય છે. તેથી નામ અને જાપને ઘણું મહત્વ આપવામાં આવે છે. તેથી મંત્રોનો અભ્યાસ કરવાથી અને દેવતાને પ્રાર્થના કરવાથી, સગવડ અને સંપત્તિ મળે છે. આપણને જે કંઈ પણ મળ્યુ છે તે આપણે બીજા જોડે વહેંચવું જોઈએ. આ ધર્મનો સાર છે, કે દૈવી શક્તિની પૂજા કરો અને પ્રાર્થના કરો કે સમાજ અસૂરી શક્તિથી મુક્ત રહે.

બીજા દેશોમાં લોકો કહે છે કે 'અમે નકારાત્મક શક્તિઓ સામે લઢશુ'. ભારતમાં આપણે કહીએ છીએ કે, 'અમે દૈવી શક્તિની મદદથી અસૂરી શક્તિને દૂર કરીશું'. આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે હંમેશા સકારાત્મક શક્તિઓ વધુ મજબૂત હોય. અને તે કઈ રીતે કરી શકાય? પૂજ, ઉજવણી અને યજ્ઞ દ્વારા.

આજની ઉજવણી માણવી એ એક અલગ વાત છે, પરંતુ તમારે એ યાદ રાખવું જોઈએ કે તમામ દેવતાઓ (અહીં, એક દૈવ્ત્વના વિવિધ સ્વરૂપો ઉલ્લેખ થયો છે.) તમારી અંદર રહેલા છે. એમ કહેવામાં આવે છે કે ૩૩ કરોડ દેવતાઓ આપણા શરીરના દરેક કણમાં વસેલા છે. જ્યારે આપણે શાંત અને પોતાની જાતમાં સંતુષ્ટ હોઈએ, અને જ્યારે મન આનંદમય હોય ત્યારે તે નૈવેદ્ય છે. જ્યારે મન જ્ઞાનરૂપી પ્રકાશથી ભરેલું હોય, તો તેને દૈવત્વની પૂજા કહે છે.

જ્યારે તમને દરેક માટે પ્રેમ હોય, તો તે દૈવત્વને પુષ્પાંજલી અર્પિત કરવા સમાન છે. તો દેવો માટે પુષ્પાંજલી શું છે? દરેક પ્રત્યે પેમભાવ વિકસવો. આરતી શું છે? જ્યારે જ્ઞાનનો દીવો તમારા દિલમા પ્રકાશીત થાય; તમારા હૃદયમાં જ્ઞાન વિકસે કે, 'હું શરીર નથી, હું શદ્ધ ચેતના છુ. હું જનમતો નથી અને મરતો પણ નથી. હું શાશ્વત છુ. હું સનાતન છુ'. આ જ્ઞાનમાં રહેવું તે દૈવત્વની ખરી આરતી છે.

તો, આ રીતે તમારી અંદર પૂજા કરી, તમારામાં રહેલા ૩૩ કરોડ દેવી દેવતાને પૂજવા જોઈએ. આ એક ઉચ્ચ જ્ઞાન છે જે આપણે જાણવું જરૂરી છે.