૨૬
૨૦૧૩
મે
|
બેંગલોર, ભારત
|
આજે આપણી પાસે ખૂબજ ઉપયોગી માહિતી છે. દૂધમાં બે પ્રકારના પ્રોટીન હોય છે - A1 બીટા કેસીન અને A2 બીટા કેસીન. જર્સી ગાયો (જે મૂળ ભારતની નથી) ના દૂધમાં A1 બીટા કેસીન હોય છે જ્યારે દેશી ગાયના દૂધમાં A2 બીટા કેસીન હોય છે.
A1 પ્રકારના
પ્રોટીનથી ઓટીઝમ (બાળકોમાં જોવા મળતી એક પ્રકારની મનસિક વિકૃતિ), સ્કિઝોફેનિઆ (વિચાર, આચાર અને ભાવનાને જોડી ન શકનારી માનસિક બિમારી),
પેટમાં ચાંદા, કોલાઈટિસ અને ક્રોહનનો રોગ વગેરે થાય છે. આના
ઉપર ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે. તેમાં જણાવ્યુ છે કે લોકો A1 પ્રોટીન યુક્ત દૂધ પીને માંદા પડે છે.
તેથી A2 પ્રોટીન યુક્ત દૂધનો ઉપયોગ કરવાનું જણાવવામાં
આવ્યુ છે. આ પ્રકારનું પ્રોટીન બકરીના, ઘેંટાના, માતાના તેમજ દેશી
ગાયોમાં જોવા મળે છે. શિશુઓ ને માતાનું જ દૂધ
આપવું તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અલ્પ માત્રામાં દૂધ આપતી હોવા છતા, આપણે દેશી ગાયોના દૂધનો જ ઉપયોગ કરવો જોઈએ.
વિદેશી ગાયો વધુ દૂધ આપતી હોવા છતાં તે દેશી ગાયોના દૂધનો જ ઉપયોગ કરવો જોઈએ.
વિદેશી ગાયો વધુ દૂધ આપતી હોવા છતાં તે આરોગ્ય માટે લાભદાયી નથી.
પ્રશ્નઃ ગુરુદેવ, ઘણી વખત મારી નિષ્ઠા ડગમગે છે, અને હું તમારા ઉપર પણ શંકા કરુ છું. પછી મને
દુઃખ અને વેદના થાય છે. આવા સમયે મારે શું કરવું જોઈએ?
શ્રી શ્રીઃ સાંભળો, શ્રધ્ધા પર્વત જેવી છે, અને શંકા વાદળો જેવા. ક્યારેય કોઈ વાદળ પર્વતને
ડગાવી શકે ખરા? આ અશક્ય છે.
ક્યારેક વાદળો પર્વતને આવરી લે અને તમે પર્વત ન જોઈ શકો એમ બની શકે, પરંતુ પસાર થતા વાદળા દ્વારા પર્વત કયારેય ડગી
શકે નહિ. વાદળ માત્ર થોડા સમય માટે તેને ધુંધળું બનાવશે. ચિંતા કરશો નહિ.
પ્રશ્નઃ ગુરુદેવ, એવું કહેવાય છે કે મુક્તિ (આત્મજ્ઞાન) પ્રાપ્ત
કરવા માટે દરેક મનુષ્યે એક વાર ભારતમાં જન્મ લેવો પડે, આમ શા માટે છે?
શ્રી શ્રીઃ ના, આનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આખું જગત તમારું છે, આધ્યાત્મિકતામાં કોઈ પ્રકારની સરહદ નથી. 'સ્ક્રુનવંથો વિશ્વમ આર્યમ્', ચાલો સમગ્ર વિશ્વને એક ઉમદા અને આદર્શ સમાજ
બનાવીએ.
પ્રશ્નઃ ગુરુદેવ, મારા માતા-પિતા જ્યોતિષવિદ્યાને ખૂબ અનુસરે છે,
અને મને પણ તે અનુસરવા
દબાણ કરે છે. મારે તે અનુસરવું જોઈએ કે સુદર્શન ક્રિયા નકારાત્મકતામાંથી છુટકારો
મેળવવા માટે પૂરતી છે?
શ્રી શ્રીઃ હા, સુદર્શન ક્રિયા પૂરતી છે. જ્યોતિષવિદ્યા એ વિજ્ઞાન છે, વિશ્વને એક પ્રાચીન ભેટ છે, પરંતુ માત્ર તેનેજ માનવું તે અજ્ઞાનતા છે,
અને તેને સંપૂર્ણ પણે
અવગણવું તે પણ અજ્ઞાનતા છે. તેનું જ્ઞાન હોવુ સારુ છે પરંતુ 'ૐ નમઃ શિવાય' એ દરેક જ્યોતિષીય સમસ્યા માટે શ્રેષ્ઠ ઉપાય છે.
પ્રશ્નઃ યેસ કોર્સ કર્યા પછી, મેં માંસાહારી ખાવાનું છોડી દીધુ, પરંતુ મારા માતા-પિતા અને અન્ય લોકો મને
માંસાહારી ખાવા દબાણ કરે છે, મારે શું કરવું
જોઈએ? મારે એમ નથી કરવું.
શ્રી શ્રીઃ હા, તમે જે ન કરવા માંગતા હોવ તેને પકડી રાખો. આ બાબતમાં તમારા માતા-પિતાનું
સાંભળશો નહિ. અન્ય વસ્તુઓમાં તેમનું કહ્યુ માનજો.
પ્રશ્નઃ ગુરુદેવ, કેટલાક રેપીડ ફાયર પ્રશ્નો થઈ જાય?
આર્ટ એક્સલ?
શ્રી શ્રીઃ ઉત્તમ આર્ટ (કલા)
માસ્ટર (ગુરુ)?
શ્રી શ્રીઃ અનિવાર્ય
સુદર્શન ક્રિયા?
શ્રી શ્રીઃ માનવજાતિને એક ભેટ
આર્ટ ઓફ લિવિંગના
શિક્ષક?
શ્રી શ્રીઃ (ઉત્તમ) ચરિત્રનું ઉદાહરણ
દિલ તૂટવું
શ્રી શ્રીઃ અહીં તે થતુ નથી.
દેશભક્તિ?
શ્રી શ્રીઃ આ સમયે અત્યંત જરૂરી છે.
વ્યાપક દૃષ્ટિ?
શ્રી શ્રીઃ શિક્ષણે તમને આપવી જોઇએ.
ધુમ્રપાન?
શ્રી શ્રીઃ એવી બિમારી જે જીવન સળગાવી દેશે.
ઓજસ્વીટા?
શ્રી શ્રીઃ તે પીવો!
ક્રિકેટ?
શ્રી શ્રીઃ આજે મોટી મુશ્કેલીમાં છે.
માતા-પિતા?
શ્રી શ્રીઃ તેમને માન આપો.
સેવા?
શ્રી શ્રીઃ તેને તમારા જીવનનો એક ભાગ બનાવી દો.
સ્મિત?
શ્રી શ્રીઃ કરતા રહો અને બધાને કરાવતા રહો.
ટીનેજર? (૧૩ થી ૧૯ વર્ષની વ્યક્તિ)
શ્રી શ્રીઃ માતા-પિતા માટે પડકાર અને પોતાના માટે સમસ્યા.
પરંતુ તે દૂર થઈ જશે.
સફળતા
શ્રી શ્રીઃ દુનિયા તેની પાછળ દોડે છે, પણ તે આપણી પાછળ દોડે છે!
ગુસ્સો
શ્રી શ્રીઃ કાર્ય ઝડપી બનાવવા તેનો સાધન તરીકે ઉપયોગ થવો
જોઈએ.
ખરાબ ડ્રાઈવીંગ
શ્રી શ્રીઃ કમનસીબી
ધ્યેય
શ્રી શ્રીઃ નક્કી કરો અને પછી તેને બદલો. ધ્યેય નક્કી કરશો
તો પછી તમને સમજાશે કે તે ધ્યેય ખૂબ નાનો છે, પછી તમે મોટો ધ્યેય નક્કી કરશો.
આસ્થા
શ્રી શ્રીઃ નસીબદાર માણસો પાસે હોય છે.
મિત્રો
શ્રી શ્રીઃ તે તમારી ખામીઓ તરફ તમારુ ધ્યાન ખેંચે છે.
પરીક્ષા
શ્રી શ્રીઃ સારી રીતે પરંતુ હળવા મનથી આપો!
ટીમ વર્ક (સંયોજિત કાર્ય)
શ્રી શ્રીઃ ઝડપી પ્રગતિ અને ઉત્પાદકતા માટે જરૂરી છે.
રમતો
શ્રી શ્રીઃ રમવી જોઈએ ક્યારેક જીતવુ અને ક્યારેક બીજાને
જીતવા દેવા.
શ્રી શ્રી?
શ્રી શ્રીઃ હંમેશા તમારી સાથે અને તમારા માટે હાજર છે.
ગુરૂદેવ, તમારુ મનપસંદ પુસ્તક કયું છે?
શ્રી શ્રી: હું
સામાન્ય રીતે પુસ્તકો નથી વાંચતો. માણસનું મન મારુ પ્રિય પુસ્તક છે, અથવા બ્રહ્માંડ.
ગુરૂદેવ, તમારા મનપસંદ શિક્ષક કોણ છે?
શ્રી શ્રી: દરેક
બાળક!
ગુરૂદેવ, તમારુ મનપસંદ ગીત કયું છે?
શ્રી શ્રી: વંદે
માતરમ્
ગુરૂદેવ, તમારુ મનપસંદ ફૂલ કયું છે?
શ્રી શ્રી: દરેક
ફૂલ જે ખીલે છે!
ગુરૂદેવ, તમારો મનપસંદ દેશ કયો છે?
શ્રી શ્રી: વિશ્વના
જે દેશમાં હું હોઈશ તે દેશ મારો પ્રિય દેશ, એટલે જ હું ત્યાં
હોઈશ.