૬
૨૦૧૩
જુન
|
બેંગલોર, ભારત
|
સવાલો અને જવાબો
પ્રિય ગુરૂદેવ, મારો પ્રશ્ન હિન્દૂમાં મૂર્તિ પૂજા ને સંબધીત છે. ખ્રિસ્તીઓ ના ચર્ચ બધે નથી, મસ્જિદો અને ગુરુદ્વારાઓ પણ સર્વત્ર નથી, પછી શા માટે હિન્દુઓના મંદિરો બધે છે? દરેક વૃક્ષ હેઠળ અને દરેક ખૂણે તમે મંદિર જુઓ છો. કેટલી હદ સુધી મૂર્તિ પૂજા સ્વીકાર્ય છે?
શ્રી શ્રી: કોણ કહે છે કે મૂર્તિ પૂજા નું આચરણ ખ્રિસ્તી ધર્મમાં નથી? ખ્રિસ્તી ધર્મ પણ મૂર્તિ પૂજાને મહત્વ આપે છે. તેઓ પણ ગમે ત્યાં ક્રોસ પ્રતીક મૂકે છે, માર્ગ પર મૂકે, અથવા ટેકરીઓ ની ટોચ પર પણ મૂકે, ખરું ને? મસ્જિદો પણ ઘણા સ્થળોએ બાંધવામાં આવી રહી છે.
હવે હિન્દુત્વ માં મૂર્તિ પૂજા કેટલી હદ સુધી સ્વીકાર્ય છે? આ પ્રશ્ન પર ચીંતન કરવું જોઈએ.
જ્યારે જ્યારે લોકો એ મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો છે, ત્યારે કેટલાક અન્ય સ્વરૂપ પ્રતીકવાદ રૂપે આવ્યા છે.
મૂર્તિ શું છે? તે પ્રતીક છે. જે નિરાકાર છે, જેને જોઇ શકતા નથી અથવા સ્પર્શ કરી શકતા નથી, કે જેનું વર્ણન ન કરી શકાય, તે પરમ દિવ્યતાને જોવા અને સમજવા માટે તમને એક માધ્યમની જરૂર છે. અને તે એ મધ્યમ છે, જેને તમે એક મૂર્તિ કહો છો. ભગવાન મૂર્તિમાં રહેતા નથી, પરંતુ એક મૂર્તિ તમને ભગવાન તરફ નિર્દેશ કરે છે.
જુઓ, તમારા ઘરમાં દિવાલ પર તમારા દાદાનું એક ચિત્ર છે. કોઈ તમને પૂછે, 'તમારા દાદા કોણ છે?' તમે ચિત્ર તરફ નિર્દેશ કરશો અને કહેશો 'આ મારા દાદા છે', શું એ ચિત્ર તમારા દાદા છે? તમારી દાદા હયાત નથી , પરંતુ કોઈ પૂછે, તો તમે તેને ચિત્ર તરફ જ નિર્દેશ કરશો. એક ચિત્ર (અથવા મૂર્તિ) એક માધ્યમ અથવા પ્રતીક છે તેથી તે પ્રતિમા (એક છબી અથવા મૂર્તિ) કહેવાય છે. અને ભગવાન તરીકે માત્ર એક જ પ્રતીક અથવા છબી નથી તે સારું છે. અન્યથા લોકો ભગવાનને એજ રૂપે માની બેસત. આ માટે અહીં ભારતમાં ભગવાનની હજારો અલગ અલગ છબીઓ છે. તમે આ સ્વરૂપોમાંથી કોઈ પણમાં ભગવાન જોઈ શકો છો, જે તમને પ્રિય હોય. (દા.ત. ઇષ્ટ દેવતા, એક વ્યક્તિ અથવા લોકોના જૂથ દ્વારા પૂજા થઈ રહી હોય એવા ચોક્કસ દેવતા).
બધા કિરણો સમાન રીતે સૂર્ય પરથી આવે છે, પરંતુ કિરણોમાં સાત રંગ હોય છે. આમ પંચ દેવતા (પાંચ પ્રાથમિક દેવતાઓ જે બધી વિધિ અને રિવાજો દરમ્યાન સન્માનિત કરવામાં આવે છે: ભગવાન શિવ, દેવી પાર્વતી, ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશ અને સૂર્ય ભગવાન), અને સપ્ત માત્રિઓ (જે દેવીના સાત વિવિધ સ્વરૂપો ઉલ્લેખ કરે છે : બ્રહ્માણી, નારાયણી, ઇન્દ્રાણી, માહેશ્વરી, વારાહી, કુમારી અને ચામુંડા).
તેવી જ રીતે ભગવાન એક છે, પરંતુ આપણા પૂર્વજોએ ભગવાનને વિવિધ નામો અને સ્વરૂપ આપ્યાં છે.
આ પછી આવી પણ પરંપરા છે, જ્યાં જપ અને ભક્તિ પૂજા દ્વારા મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. જે સ્વરૂપ નિષ્ઠા સાથે, જપ કરી ને સ્થાપિત થાય છે, એને સન્માનીય બેઠક આપવામાં આવે છે, તે માનનીય બને છે.
જુઓ, કોઈ ભગવદ્ ગીતા, અથવા ગુરુ ગ્રંથ સાહિબ (શીખોનો મુખ્ય ધર્મગ્રંથ) ગમે ત્યાં રાખી શકે છે. પરંતુ તમે તેને પૂજો ત્યારે, પહેલાં નમન કરો છો, તેને સેવાઓ આપો છો, અને તેને પ્રસાદ ધરો છો, પછી તેનો એક અલગ જ અર્થ હોય છે. અને જો તમે તેને એક આકાર, અથવા એક ચહેરો આપો તો વધુ ભક્તિભાવ આવે છે. ઉદાહરણ તરીકે, માત્ર ભગવાન કૃષ્ણનો ચહેરો જોઈને, મીરાં બાઇ (એક મહાન ભારતીય સંત) ને તેની સાથે ઊંડો પ્રેમ થયો. ભગવાન ચૈતન્ય મહાપ્રભુને (આદરણીય મહાન સંત અને ભગવાન કૃષ્ણના ભક્ત) ભગવાન કૃષ્ણના સ્વરૂપ ને જોઇને ચેતનાના સૌથી ઊચાં સ્તરનો અનુભવ થયો (હાથ માં એક વાંસળી સાથે અને મોરપંખ નો મુગુટ ધરી,એક વૃક્ષ હેઠળ, તેજસ્વી પીળા કપડાં પહેરી અને ઉભા હોય એવી ભગવાન કૃષ્ણની છબી)
મૂર્તિપૂજાની જેને જરૂર હોય, એ દિવ્યતા સુધી પહોંચવા માટે સીડી તરીકે તેનો ઉપયોગ કરી શકે છે. પરંતુ મૂર્તિ સાથે અટવાઇ ન જવું.
હંમેશા યાદ રાખો કે ભગવાન તમારી અંદર છે.આ માટે અગાઉના દિવસમાં મંદિરમાં જઇ મૂર્તિના ર્દશન કર્યા પછી થોડા સમય માટે પોતાની સાથે બેસવાની (પોતાની અંદર દિવ્યતા જોવી), ધાર્મિક વિધિ હતી. માટે કોઇ એ પણ થોડો વખત બેસ્યા વગર તરત મંદિરમાંથી ન નીકળી જવું જોઇએ. પરંતુ હવે લોકો બેઠક ખાતર માટે થોડી ક્ષણો માટે બેસે અને નીકળી જાય છે, આ છેતર પિંડી છે.
અગાઉ મૂર્તિ અંધારા માં,ગર્ભગૃહ માં(મંદિરમાં દેવતાની મૂર્તિ રાખી હોય એ પવિત્ર જગ્યા) રાખવામાં આવે, અને એક માટીના દીવાના પ્રકાશ દ્વારા તમને બતાવવામાં આવે, ત્યારે તમે માત્ર દેવતાનો ચહેરો જોઈ શકો છો.
આ પાછળ નો સંદેશ એજ છે કે ભગવાન તમારા હૃદયની ગુફામાં ઊંડા રહે છે, આત્મજ્ઞાનનો પ્રકાશ તેને જોવા માટે જરૂરી છે. આ સાચો સાર છે.
પ્રાચીન દિવસોમાંમૂર્તિઓની સજાવટ ખૂબ જ સુંદર રીતે કરતાં જેથી તમારું મન અહીં અને તહીં ન ભટકે, અને તમે સંપૂર્ણ પણે દિવ્યાતાના પ્રભાવથી મંત્રમુગ્ધ થઇ શકો.
તેઓ આરસ પહાણ ની સુંદર મૂર્તિઓ બનાવી, અને તેને સુંદર કપડાં પહેરાવશે અને દાગીનાનો શણગાર કરશે. આ ફક્ત દુકાનની બારીમાં સરસ વસ્તુઓ જોઇને ખરીદી કરી એવો અનુભવ થવો એના જેવું છે. ઘણા લોકો આવો અનુભવ લેવા માટે જ દુકાનો જોવા જાય છે, ખરું ને? શા માટે? કારણ કે મન સુંદર કપડાં, સારી સુગંધ, ફૂલો, ફળો અને સારો ખોરાક તરફ ર્આકર્ષાય છે.
આપણાં પૂર્વજો આ જાણતા હતા, અને તેથી મૂર્તિના દર્શન દ્વારા પાંચ ઇન્દ્રિયોમાંથી મન દિવ્યતા તરફ વાળી શકાય. આ પ્રયુક્તિનો ઉપયોગ બૌદ્ધ ર્ધમમાં પણ થાય છે. એટલા માટેજ તેઓ નિલમ, માણેક, નીલમણિ, સોના અને ચાંદી માંથી ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિઓ અને બોધિસત્વોના બનાવે છે. તેઓ મૂર્તિ સામે ફૂલો, ફળ, ધૂપ અને મીઠાઈઓ રાખે છે, કે જેથી પાંચ ઇન્દ્રિયો સાથે મન દિવ્યતામાં કેન્દ્રિત થાય.
મન એકવાર સ્થિર થાય, પછી તમારી આંખો બંધ કરી અને ધ્યાન કરવા માટે તમને કહે છે. આ બીજું પગલું છે. ધ્યાનમાં તમે તમારી અંદર ભગવાનને શોધો છો.
એક ખૂબ જ સુંદર શ્લોક છે, 'મનુસ્યાનામ અપસુ દેવતા મનીશીનામ દીવી દેવતા. બલનામ તોશા કશતેશુ જ્ઞાનીનો આત્માની દેવતા'.
(વેદાંત સાહિત્ય, શ્રુતિમાં એક શ્લોક)
જ્યારે કોઇ વ્યક્તિ પૂછે ભગવાન ક્યાં છે, ત્યારે જ્ઞાનીઓ આ શ્લોક કહી ઉત્તર આપે છે. જેનો અર્થ એ થાય છે કે 'મનુષ્ય માટે પ્રેમ સ્વયં ભગવાન છે; બુદ્ધિશાળી લોકો દિવ્ય ગુણો અને દિવ્ય શક્તિઓ માં ભગવાનને જુએ છે; ઓછા બુદ્ધિશાળી લોકો લાકડા અથવા પથ્થર મૂર્તિ માં ભગવાનને જુએ છે; પરંતુ જ્ઞાનીઓ પોતાના આત્મામાં ભગવાન ને જુએ છે '.
કાલે આશ્રમમાં ચર્તુદશી હવન હશે. તમે બધા તેમાં ભાગ લઇ શકો છો., તેમજ ધ્યાન કરી શકો છો.
પૂજા માટે વિસ્તૃત વિધિ સૂચવવામાં આવી હોય છે, તેમને એ બધી કરવાની જરૂર નથી, કારણ કે ખરેખર તમે ધ્યાન કરો, ત્યારે બધું જ દિવ્યતામય જુઓ છો, પરંતુ પ્રાચીન પરંપરાઓ અને રિવાજો જાળવવા અને તેની સુરક્ષા માટે, આ બધી વિધિ અને રિવાજો કરવા જોઈએ. નિયમિત એક દીવો કરવો, દેવતાને ફૂલો અર્પણ કરવા, જેથી બાળકો આમાથી જાણી શકે અને ભવિષ્યની પેઢીઓ આપણી પ્રાચીન પરંપરા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસોથી પરિચિત થઈ શકે.
આપણે શા માટે દિવાળીની ઉજવણી કરીયે છીયે? તે ઉજવણી કરવાની કોઈ વાસ્તવિક જરૂરિયાત નથી. પરંતુ, તો પછી કેવી રીતે આપણે આપણી સાંસ્કૃતિક અને પૌરાણિક ઉત્સવનું મહત્વ, અને કેવી રીતે અને શા માટે આપણાં પૂર્વજો તે ઉજવે છે,તે ભાવિને પેઢી જણાવશું. આપણે આ બધું ન કરીયે, તો પછી એક પ્રાચીન પ્રક્રિયા, એક પવિત્ર પરંપરા ખોવાઈ જશે.
જો તમે આ બધી વાતોમાં ઊંડે જાઓ છો, ત્યારે તમેને બધું કેવું સુંદર દેખાશે. તેથી ભગવાન કૃષ્ણ કહે છે કે, 'બધું મારામાં છે'. તેથી તમારે આ રિવાજો અને ધાર્મિક વિધિઓનો ત્યાગ કરવાની જરૂર નથી.
ગુરૂદેવ, આજની ટીવી સિરીયલોમાં મહાદેવ, પાર્વતી, જલંધર, વગેરે જેવા પાત્રો દર્શાવાય છે શું તે વાસ્તવિક છે? આ વાત પર પ્રકાશ પાડો.
શ્રી શ્રી: સારું, તે મને પણ એકદમ રસપ્રદ લાગતું નથી. તેઓ વારંવાર ગુસ્સો કરતી, બૂમાબૂમ કરતી અને સરળતાથી અસ્વસ્થ થતી, વ્યક્તિ આ દૈવી ગુણો નથી. દૈવી ગુણો છે, સ્વભાવની સ્વસ્થતા, પ્રસન્નતા, તટસ્થતા, સરળતા, અને દુરંર્દશિતા વિગેરે. આ પ્રમાણે બતાવવું જોઇએ.
જુઓ, કેટલાક દૈવી પરિબળો અને કેટલાક શૈતાની પરિબળો છે. પરંતુ આ સિરીયલોમાં આની અવગણના કરી દૈવી પાત્રો નું માનવી તરીકે ચિત્રણ કરવામા આવે છે, અને એ પણ સામાન્ય માનવી તરીકે નહિં પરંતુ ભાવનાત્મક રીતે અનિચ્છનીય અથવા દુઃખ અને નકારત્મકતાથી ભરેલા મનુષ્યો તરીકે બતાવવામાં આવે છે. તેથી મારા મત પ્રમાણે આ સમજદારી મુજબની વસ્તુ લાગતી નથી. આ એક વાત છે.
બીજું, તમારે વાર્તાને વાસ્તવિક સત્ય તરીકે ન લેવી જોઈએ, પરંતુ તમારે ચીતરવામાં આવેલી કથાઓ પાછળના ઊંડા અર્થ કાઢવા જોઇએ. અન્યથા તે માત્ર મનોરંજન અને તેથી વધુ કંઇ નહિં, બની રહી જાય છે.
ઉદાહરણ તરીકે, કથામાં, જલંધર નામનો રાક્ષસ ઉદ્ભવે છે. હવે આ શૈતાની ઊર્જા ક્યાંથી આવી જ્યારે બધું જ ભગવાન શિવ છે? જ્યારે ભગવાન શિવની બહાર કશું ન હોય ત્યારે, આ રાક્ષસ પણ શિવમાંથી જ આવે છે. બધા રાક્ષસો પણ ભ્રમ્હનો જ એક ભાગ છે, અને તે અલગ નથી. આ તમારે પ્રથમ સમજવું જ જોઈએ.
આવાર્તા એવી રીતે છે, કે ભગવાન શિવને, ઇન્દ્રનો ઘમંડ જોઇ ખૂબ ગુસ્સો આવી જાય છે.
ભગવાન શિવ શાંતિ સ્વરૂપ (અનેશુદ્ધ ચેતના છે) છે, અને ઈન્દ્ર સામૂહિક સભાનતા અથવા ટોળામાનસ નું પ્રતિક રૂપે છે. તેઓ એક ઈન્દ્ર એટલે ૧૦૦૦ આંખો, જેનો અર્થ થાય છે કે ૫૦૦ લોકોનું ટોળું. સામાન્ય રીતે એક ટોળા ની એક પોતાની વિષેષ ચેતના અથવા મન હોય છે, જે ટોળાનું મનોવિજ્ઞાન તરીકે ઓળખાય છે, અને મોટા ભાગે આ વિનાશક હોય છે.એક ભીડમાં જમા થઇ લોકો જાહેર મિલકતનો નાશ અને ઉપદ્રવ કરે છે. આ ટોળાની મનોદશા હંમેશા વિનાશક વલણ ધરાવે છે. તેથી શિવ તત્વને (શુદ્ધ ચેતના અને આનંદમય તત્વ અથવા સિદ્ધાંત), તે ઇન્દ્રની આ વિનાશક ચેતના પર ગુસ્સો આવવો એ ખૂબ જ કુદરતી હતું.
આમ શાંતિપૂર્ણ શિવ તત્વમાંથી ક્રોધ ઉદ્ભવે છે. પરંતુ ક્રોધ ત્યાં અટક્તો નથી. ભગવાન શિવનો ક્રોધ રાક્ષસનું (ભગવાન ના પ્રકોપ નું મુર્ત સ્વરૂપ) સ્વરૂપ લે છે. ગુસ્સો ક્યાંયથી પણ તમારી તરફ આવે, તે ભગવાન પાસેથી પણ આવી શકે છે, તે એક ચોક્કસ પ્રતિક્રિયા છે અને તે એ વ્યક્તિ પાસે પાછો આવશે. બધું જ આખરે સ્ત્રોત પર, એટલે કે જ્યાં તે ઉદ્દભવે છે, ત્યાં પાછું જ આવે છે, ક્રોધ પણ.
તેથી ક્રોધ (જલંદર દ્વારા જે નિરૂપક થાય છે) પણ પાછો તેના સ્ત્રોતમાં (જે શિવ તત્વ છે) આવી ને, ઓગળવા માટે અસમર્થ છે. આથી ભગવાન શિવ આદિ શક્તિને (આદિકાળથી અસ્તિત્વ ઊર્જારૂપ દૈવી મા) જાલંધર રાક્ષસનો નાશ કરવા આહવાન કરે છે.
દૈવી મા જે ઊર્જા રૂપે છે, નિર્માણની બધી પ્રવૃત્તિ માટે જવાબદાર છે. જ્યારે ભગવાન શિવ, ચેતનાના શાંતિપૂર્ણ પાસાનું નિરૂપણ કરે છે. હવે, આદિશક્તિ ત્રણ બળ અથવા શક્તિ નું સંયોજન છે: જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, અને ઇચ્છા શક્તિ. તેથી જ્યારે ભગવાન શિવ અને આદિ શક્તિ એક બન્યા ત્યારે, તેઓ ક્રોધને હરાવ્યો હતો. આ રીતે તેઓ એ જલંધર રાક્ષસ નાશ કર્યો, જે પોતાની શક્તિથી લોકોને માયાજાળ માં ફસાવી રાખે છે લોકો. આ વાર્તાનો સાર છે.
ગુરૂદેવ, શું એક મહિલા જેણે તેના પતિને ગુમાવ્યો છે ફરીથી સુંદર વસ્ત્ર પહેરી શકે છે? શું તે ઠીક છે? શું તે અન્યને સેવા આપવા અને મદદ કરવા માટે પોતાની જાતને સમર્પિત કરી શકે છે? તે પહેલાં પ્રમાણે એક સામાન્ય જીવન જીવી શકે છે?
શ્રી શ્રી: હા, ચોક્કસપણે. પરંતુ પ્રથમ તમે તમારા પતિના ગુમાવવા ના દુ:ખ માંથી બહાર આવવું પડશે. તમે ૧૩ દિવસ, અથવા વધુમાં વધુ એક વર્ષ માટે જ વિશાદ જનક રહેવું જોઇએ. તે પછી તમારે તમારા દુ:ખ માંથી બહાર આવવું જ જોઈએ. તમારા પતિ કેટલાંક સમય માટે આગ્રહ પર આવ્યા, તેઓ અમુક સમય માટે રોકાયા અને પછી છોડી ગયાં. હવે તમે આગળ જુઓ.
શું તમે બંન્ને મળીને આ ગ્રહ પર સાથે આવ્યા હતા? તમે એકલા આવ્યા હતા અને એ રસ્તામાં ક્યાંક તેમને મળ્યા હતા. હવે તમે ફરીથી એકલા ચાલી શકો છો.પોતાની જાત સાથે શાંતિ રાખો, અને દિવ્યતા પર તમારું ધ્યાન રાખો.
ભગવાન કૃષ્ણ પણ ભગવદ ગીતામાં કહે છે, 'હું તમારા પિતા છું, હું તમારી માતા છું. અને તમારા દાદા કે જે પણ તમારા જીવનમાં આવ્યા તે હું છું.' તમારા જીવનમાં કોઇ પણ સ્વરૂપે આવનારી વ્યક્તિ, દિવ્યતા નું જ સ્વરૂપ છે, એમ જ માનવું.
ગુરૂદેવ, હું એક સરકારી નોકર છું. મારી કમાણી અપૂરતી છે. હું ભ્રષ્ટાચારમાં ભાગ લીધા વિના, સફળ અને વૈભવી જીવન જીવી શકું છું?
શ્રી શ્રી: તમે શાંતિથી ઊંઘવા માંગો છો? તમે બહાદુરીથી ફરવા માંગો છો? તમે તમારું માથું વિશ્વાસ સાથે ઉંચું રાખી જીવવા માંગો છો?
તમને એક પ્રમાણિક જીવન જીવવા માંથી જે સુખ મળશે તે અપ્રમાણિક જીવન જીવવાથી ક્યારેય નહીં મળી શકે. તમારા પાસે તમામ સાધનો અને વિલાસની સુવિધાઓ હોઈ શકે છે, પરંતુ જો તમે શાંતિથી ઊંઘીં ન શકો તો આ બધાંનો શું ઉપયોગ છે.
હવે તમે શું કરવા માંગો છો, તે તમે જ પસંદ કરો. શું તમને શાંતિપૂર્ણ રહેવું છે? શું તમને ચેનથી ઊંઘવું છે? અને તમારું માથું ઊંચું રાખી રહેવા માંગો છો? શું તમે હિંમતભેર કહી શકો કે તમે એક પ્રમાણિક જીવન જીવ્યું છે? આ કહેવું જ તમને સુખ અને સંતોષ આપી શકે છે, જે બીજું કશું જ નહીં.
ગુરૂદેવ, દરેકને કેટલીક સમસ્યા અથવા અન્ય મુશ્કેલી હોય છે. શું અમે માત્ર સમસ્યા ઉકેલવા માટે આ વિશ્વમાં આવ્યાં છીયે?
શ્રી શ્રી: તમે તેને સમસ્યાઓ તરીકે ગણશો તો તે તેમને સમસ્યાઓ તરીકે દેખાશે. તમે એક ખેલ (દિવ્યતાના) તરીકે જોશો તો, તે તમને એક ખેલ તરીકે દેખાશે.
ઘણી વખત આપણને સમસ્યાઓની વચ્ચે રહેવાની ટેવ થઇ જાય છે, કે જેથી તેમને તેના વિના બેચેની લાગે છે. કોઈ સમસ્યાના હોય તો પછી આપણે આપણી જાતને માટે અમુક ઉભી કરીએ, અને પછી આપણે આપણી આસપાસના અન્ય લોકો માટે એક સમસ્યા બની જાઇએ છીયે. આપણે જીવન તરફ્નો અભિગમ બદલવવાની જરૂર છે. વ્યાપક દૃષ્ટિ રાખવાની છે. આ વિશ્વ વિવિધતા પૂર્ણ છે, અને દરેક વ્યક્તિની અલગ પ્રકૃતિ અને અલગ વર્તન છે. તમે આ સમજી લેશો.
ગુરૂદેવ, મારા માતા-પિતાના લગ્નજીવન ને ૨૫ વર્ષ થઈ ગયેલ છે, પરંતુ તેઓને એક બીજા સાથે બનતું નથી. હું મારા પિતા પાસે જાઉ ત્યારે તે યોગ્ય લાગે છે, અને હું મારા માતા પાસે જાઉ ત્યારે તે યોગ્ય લાગે છે. હું શું કરી શકું?
શ્રી શ્રી: તમને મારી પ્રથમ સલાહ છે કે તમે તે બંને પાસે જવાનું રાખો. તેમને બંનેને કહો કે તેઓ સાચા છે, અને તેમની વચ્ચે મિત્રતા જાળવી રાખવા માટે પ્રયાસો ચાલુ રાખો. તમે ૧૦૦ વખત પ્રયાસ કરો તો ઓછામાં ઓછી એક સમય કંઈક સારું બહાર આવશે. જુઓ પહેલાથી જ ૨૫ વર્ષ પસાર થઇ ગયાં છે, અને બીજા ૨૦-૨૫ વર્ષ પણ પસાર થશે. તે પછી શું થાય છે, જોઇ લેવાશે.
આવી પરિસ્થિતિ માં શાંતિ જાળવી રાખવા માટે ખૂબ પ્રયત્ન કરશો નહિં. માત્ર જે પરિસ્થિતિ છે, તેને એજે રીતે સ્વીકારી અને વિશ્રામ કરો. લોકોની પ્રકૃતિને બદલવાવી મુશ્કેલ છે. તેમને આજ રીતે રહેવા દો. જો આગ ખૂબ લાગે ત્યારે થોડો પાણીનો છંટકાવ કરવો. તેઓ લડવા માટે શરૂ થઇ જાય તો વચ્ચે ઊભા રહો. તમે સમજદાર અને મજબૂત રહો. આપણા સમાજમાં કેટલીક વસ્તુઓ આવી છે.
એક સારા ખાનદાની ભાઇ હતા, અને તેમને કોઈએ કહ્યું 'શા માટે તમે તમારી પત્ની સાથે લડો છો? તેમણે જવાબ આપ્યો, 'તમે કહેવા શું માંગો છો? તે મારી પત્ની છે અને હું તેને પ્રેમ કરું છું, હું કેવી રીતે બીજા કોઈને સાથે લડાઈ કરી શકું? હું માત્ર જેને હું પ્રેમ કરું છું તેની જ સાથે લડઇ કરી શકું છું.' આ વાત ખૂબ જ સાચી છે.
જુઓ, તેઓ હવે પછી પાછા લડવા લાગશે, પરંતુ પછી તેઓ ફરી પાછા સાથે થઇ જશે અને એક બીજા ને પ્રેમ પણ કરશે.આ બધું ઠીક છે. બહુ દખલ ન કરવી અને ચિંતા પણ ન કરવી.