૨૮
૨૦૧૩
નોવેંબર
|
બેંગલોર, ભારત
|
પ્રઃ અપેક્ષા વગરનો પ્રેમ કેવી
રીતે ચાલુ રહે? તે
કેવી રીતે શક્ય છે?
પ્રેમ માં અપેક્ષાઓ પેદા
થાય છે અને પૂરી
ન થાય તો ઘણું
દુઃખ થાય છે.
શ્રી શ્રી: હા, તમારે
આમાંથી પસાર થવું પડશે.
તમારામાં જ્ઞાન હશે તો
કંઇક જાણવા માટે તમારે
પીડા સહન કરવાની જરૂર
નથી. જો તમારામાં જ્ઞાનનો
અભાવ હશે ત્યારે તમારે
દુઃખ સહન કરવું પડશે,
પરંતુ તમે થોડા સમયમાં
તેમાંથી બહાર આવી જશો,
ચિંતા ન કરતા. આ
માટે જ જીવન ને
વિશાળ સંદર્ભ માં જોવું
મહત્વનું છે. તમે મોટા
દ્રષ્ટિકોણ થી જુઓ ત્યારે
આ તમામ તુચ્છ વસ્તુઓ
તમને સંતાપ નથી કરતી.
આ બધું દરિયાની સપાટી
પરના મોજાં જેવું છે,
તે ઊછળે છે, અને
પડે છે; તળાવના તરંગોની
જેમ, જ્યારે પવન આવે
ત્યારે તરંગો ફેલાય છે
અને પવન બંધ થાય
ત્યારે જતા રહે છે.
તેથી,
વિશાળ સંદર્ભ રાખો. આ
જ આત્મજ્ઞાન છે; મને કશું
જ નહીં ડગાવી શકે,
હું લાગણીઓ કરતાં ઘણી
મોટી છું, હું મારા
આસપાસના વિશ્વ કરતાં ઘણી
મોટી છું, મારી આસપાસના
લોકો કરતા ઘણી મોટી
છું. તેમના વખાણ કે
તેમની ટીકાઓનો કોઈ વાંધો નથી.
હું તે બધા કરતાં
ઘણી મોટી છું!
આ જાગૃતિ આપણને ઉપર
ઉઠાવે છે, પછી લાગણીઓના
અને દુઃખના દરિયામાં ડૂબીને
તણાઇ જતા નથી.
દુઃખ કે પીડા પ્રત્યે
જોવાના ચાર રસ્તા છેઃ
૧. તમને ઇજા પહોંચાડનાર
વ્યક્તિ પોતે પીડીત છે.
તેમને ભૂતકાળમાં થયેલી ઇજાના ઘા
હજી તાજા છે, તે
દુઃખી અને પીડીત છે.
તેઓ જે તેમની પાસે
છે તે જ વહેંચી
શકે છે. તે પીડીત
છે અને તે તમારી
સાથે વહેંચી રહ્યાં છે.
તમને લાગે છે કે
આ પ્રકારના લોકો હેતુપૂર્વક તમને
પીડા પહોંચાડી રહ્યા છે, પરંતુ
તેમ નથી, તેઓ આવું
કરે છે કારણ કે
તેમની અંદર ખુશી નથી.
તેમના મનમાં આનંદ નથી,
શાંતિ નથી. તેઓ પીડીત
છે, ઘાયલ છે અને
તેથી તેઓ તમને પીડા
પહોંચાડી રહ્યા છે. તો,
એક ઘાયલ વ્યક્તિ માટે
શું જરૂરી છે? કરુણા.
તેથી તમને ઇજા કરનાર
આવી વ્યક્તિઓ પ્રત્યે તમારે કરુણા રાખવાની
છે કારણ કે તે
પોતે જ ઘાયલ અને
પીડીત છે. આ થયો
પહેલો પ્રકાર.
૨. તમને ઈજા પહોંચાડનાર
લોકો અજ્ઞાની છે. તેમની પાસે
જીવન જોવાની વ્યાપક દ્રષ્ટિ
નથી. તેઓ પોતે કોણ
છે તે જાણતા નથી
અને તેઓ શું કરી
રહ્યા છે જાણતા નથી.
તેઓ અજ્ઞાની અને ઘમંડી હોય
છે. તમે માત્ર તેમના
માટે દિલગીર થઇ શકો
અને આશા રાખી શકો
કે એક દિવસ તેમનામાં
બુદ્ધિ આવશે. તેમને ખબર
નથી કે તેમની પ્રવૃત્તિઓ
અન્ય માટે પીડાકારક છે,
અને તેઓ વધુ સંવેદનશીલ
બને તેવી પ્રભુને પ્રાર્થના
કરી શકો.
૩. તે તમારા કર્મ
છે. તમારા કર્મમાં આ
પીડા લખાયેલી હતી અને આ
વ્યક્તિ નહીં તો પછી
બીજી કોઇ વ્યક્તિ દ્વારા
તમને તે મળી હોત.
આપણે ભૂતકાળમાં કોઈને પીડા પહોંચાડી
હશે અને કુદરત હવે
તે આપણને પાછી આપે
છે. જો તમે જાણો
છો કે આ તો
ભૂતકાળના કર્મ તમે ચૂકવી
રહ્યા છો, તો પછી
તમારું મન શાંત થઇ
જાય છે, ખરું કે
નહીં?
૪. તે તમને મજબૂત
બનાવવા માટે બની રહ્યું
છે. કુદરત તમને મજબૂત
બનાવવા માટે આ અનુભવ
આપે છે; જેથી તમે
તમારી આંતરિક તાકાત અને
શક્તિને પામી શકો. માંડવો
બાંધતી વખતે મજૂરો ખાડામાં
થાંભલો મૂકીને તેને હલાવે
છે - તે જોવા માટે
કે થાંભલો બરાબર મજબૂત
છે કે નહીં. દુઃખ
અને પીડા પણ તે
જ છે - તે જોવા
કે તમે તમારા આત્મા
માં સ્થાપિત છો કે નહીં,
તમારા માં જ્ઞાન નો
ઉદય થયો છે કે
નહીં.
દરેક દુઃખ તમે મજબૂત
છો કે નહિ તે
ચકાસવા તમને હલાવવાનો પ્રયાસ
કરે છે. તે તમારી
તાકાતનું પરીક્ષણ કરે છે. તે
તમને મજબૂત કરવા માટે
છે. જો તમને કોઇ
બુદ્ધિશાળી કે જ્ઞાની વ્યક્તિ
પીડા પહોંચાડે છે તો તેમનો
આભાર માનો કારણકે તેની
પાછળ કોઇક હેતુ છે.
તેઓ તમને મજબૂત જોવા
માંગે છે.
તમારી
માતા તમને લઢે, તો
તેનો હેતુ ખરાબ નથી.
તમારા પિતા તમને લઢે,
તો તમે એમ ના
કહી શકો, 'ઓહ મારા
પિતા મને લઢે છે!
મારી માતા મને લઢે
છે!' માબાપ તમને દુઃખ
પહોંચાડવા નથી માગતા, તેઓ
તમારા માટે કાળજી અને
ચિંતા રાખે છે. તમારે
સમજવું જોઇએ કે તેઓ
તમારા માટે પ્રેમ ની
ભાવનાથી પરંતુ તેમની તેમની
મર્યાદિત સમજ મુજબ વર્તે
છે.
દુઃખ કે પીડા ના
સમયે તમને બે મુખ્ય
બાબતોનો અનુભવ થાય છે
- સંચાર (કોમ્યુનીકેશન) નો અભાવ અને
સમજ નો અભાવ. દુઃખનું
બીજું કારણ એ પણ
ગણી શકાય કે તમે
અસંબધ્ધ અથવા ક્ષણજીવી વસ્તુઓ
પ્રત્યે અતિસંવેદનશીલ છો. બધી ઘટનાઓ
અલ્પજીવી હોય છે, તે
બદલાયા કરે છે. બધું
જ બદલાતું રહે છે. તમારે
અતિસંવેદનશીલ બનવાની જરૂર નથી
, 'ઓહ પેલાએ મને આમ
કહ્યું; પેલીએ મને તેમ
કહ્યું !'
એક કન્નડ કહેવત છે
કે 'ભગવાને જીભમાં એક
પણ હાડકું નથી મૂક્યું;
તેથી જીભ દરેક દિશામાં
વળે છે.' લોકોના મોંમાંથી
શું શબ્દો બહાર નીકળ્યા
તેની ચિંતા ન કરો.
આ આજે વિશ્વની સૌથી
મોટી સમસ્યા છે. ઘણા
બધા રોગો અને તકરારોનું
મૂળ કારણ એ છે
કે આપણને મોઢામાં શું
મૂકવું જોઈએ તે ખબર
નથી, અને મોંમાંથી શું
બહાર આવવું જોઈએ તે
ખબર નથી!
લોકો તેમના મોં માં
જાતજાતની વસ્તુઓ ભર્યા રાખે
છે. આ નાનકડા છિદ્ર
માં, ટનબંધી ખોરાક જાય
છે, અને કચરાનો મોટો
ઢગલો બહાર આવે છે,
આ વિશ્વની સમસ્યા છે.
એક કન્નડ કવિ એ
લખ્યું છે 'વિશ્વભરમાં જે
બધી મજા છે તે
માત્ર શબ્દો ને લીધે
છે! ' જોક્સ અને કોમેડી
શબ્દો દ્વારા બને છે,
અને બધી તકરાર અને
ઝઘડા પણ શબ્દો દ્વારા
થાય છે. વાણી તમારું
મનોરંજન કરે છે, તમને
હસાવે છે, અને વાણી
જ સમાજમાં ભાગલા કરે છે,
લોકોમાં કટુતા ઉત્પન્ન કરે
છે.
તમારી
વાણીથી તમને વિવિધ પ્રકારની
સંપત્તિ પ્રાપ્ત થાય છે. વાણી
જ વિશ્વનું સૌથી કિંમતી રત્ન
છે. દુઃખ અને પીડા
પણ વાણી દ્વારા છે.
કેટલાક શબ્દો બહાર આવે
છે અને કોઇ કહે
છે 'ઓહ, મને દુઃખ
થયું!'
હા, કોઈ તમને શારીરિક
નુકસાન કરવાનો પ્રયાસ કરે,
તો તમે તમારી જાતને
સજ્જ રાખો, કાળજી રાખો.
હું એવું નથી કહેતો
કે કોઈ તમને ઇજા
પહોંચાડવા માટે આવે, તો
તમે તેમના પગે પડો.
ના, તમે બુદ્ધિ વાપરો,
અને પોતાને સુરક્ષિત રાખો;
ખાસ કરીને મહિલાઓ અને
છોકરીઓ એ અહીં તહીં
જવું ન જોઈએ.
સમસ્યા
એ છે કે વિશ્વમાં
દારૂના વપરાશ નો ત્રણ
ગણો વધારો થયો છે,
અને તેના પ્રમાણમાં હિંસા
પણ તેટલી વધી છે.
પુરુષો ખરાબ નથી હોતા,
પરંતુ તેમને દારૂ ખરાબ
બનાવે છે. એવું ના
માનતા કે ભારતમાં બધા
ખરાબ પુરુષો હોય છે,
અને બધી સ્ત્રીઓ તરફ
ખરાબ વર્તન કરે છે,
તે દારૂનો પ્રભાવ છે.
વ્યક્તિ
માત્ર એક ખરાબ કૃત્ય
કરે છે અને તે
છે નશો. નશામાં તે
ભાન ગુમાવી દે છે,
અને સ્ત્રીઓ શરાબી લોકોની આસપાસ
સલામત નથી. મહિલાઓએ બધા
દારૂ ના ધંધા બંધ
કરવાની ઝુંબેશ કરવી જોઈએ,
તેના બદલે મહિલાઓ પુરુષોની
સાથે જોડાય છે અને
તેમની સાથે દારૂ પીએ
છે!
મહિલા
સુરક્ષા ની આટલી મોટી
વાતો થઇ; પણ ભાગ્યે
જ કોઈએ દારૂના વપરાશ
અથવા ઉત્પાદન પર પ્રતિબંધ વિશે
વાત કરી હતી. ભારતના
જે રાજ્યોમાં દારૂબંધી છે ત્યાં બીજા
રાજ્યો ની સરખામણીમાં અપરાધ
નો દર ઘણો ઓછો
છે.
આપણા દેવ અને દેવીઓ
પાસે પણ લોકો ના
રક્ષણ માટે શસ્ત્રો છે.
શ્રી રામ પાસે ધનુષ
છે, શ્રી કૃષ્ણ પાસે
સુદર્શન ચક્ર છે. તેથી
અસાવધ રહીને આમતેમ ફર્યા
ન કરો. ખાસ કરીને
ચૂંટણી હોય અને રજાઓ
હોય તેની આસપાસ દારૂ
નો વપરાશ વધે છે,
ત્યારે તમે તે દિવસોમાં
વધુ સાવધ રહો.
પ્રઃ ગુરૂદેવ, મને હું જે
સૌથી વધારે માંગુ છું
તે જ વસ્તુઓ નથી
મળતી. શું મારી માંગ
એક અંતરાય છે?
શ્રી શ્રી: ધીરજ રાખો.
તમે જે હાંસલ કરવા
કરવા માંગો છો તેના
માટે ત્રણ વસ્તુઓ જરૂરી
છે.
૧. સાચી જરૂર - તમે
જે માંગો છો તેની
તમને ખરેખર જરૂરિયાત હોવી
જોઈએ. આપણી માંગ તો
બદલાતી રહે છે, પરંતુ
જેની આપણને જરૂર છે,
તે ચોક્કસ મળશે. માંગ
જરૂર બનવી જોઇએ.
૨. સ્વપ્રયાસ - તમને જે જોઇએ
છે તેના માટે તમારે
પોતે પ્રયત્ન કરવો પડે. તમે
ખાલી બેસીને ઇચ્છા કર્યા
કરો તે ન ચાલે
' મને આ જોઇએ છે,
મને તે જોઇએ છે!'
તમે તમારો પ્રયાસ કર્યો?
તમારી
માંગ તમારી જરૂરિયાત બની
છે? તમે તે માટે
કામ કર્યું ? તમે તમારા ૧૦૦%
મૂકી જોયા? આ જરૂરી
છે.
૩. કાળ અથવા કર્મ
– જો કર્મ હશે, અને
સમય યોગ્ય હશે, તો
તે તમને મળશે જ!
ધારો કે, હું અંધારી
રાતે ચંદ્ર જોવા માગુ
છું. ગમે તેટલો સંકલ્પ
કરું તો પણ હું
કેવી રીતે ચંદ્ર જોઈ
શકું? પૂનમના પૂર્ણ ચંદ્ર
ને જોવા માટે મારે
બીજા ૧૫ દિવસ રાહ
જોવી પડશે. અમાસની રાતે
તમે પૂર્ણ ચંદ્ર જોવા
માટે ઈચ્છતા હો તો
તમારે રાહ જોવી પડે.
તમે આજે એક દાડમનું
વૃક્ષ રોપો અને પછી
માંગો 'ના, મારે અત્યારે
જ દાડમનું ફળ જોઇએ!' તો
શું કહેશે? તમારે ત્રણ
વર્ષ સુધી રાહ જોવી
પડે! દાડમનું વૃક્ષ બે થી
ત્રણ વર્ષ પછી તમને
ફળ આપશે. તેથી, સમય
કે કર્મ એક પરિબળ
છે.