વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચે શું તફાવત છે? કેટલાક વૈજ્ઞાનિકો આધ્યાત્મિકતામાં શા માટે માનતા નથી?
શ્રી શ્રી રવિ શંકર:
સાચા વૈજ્ઞાનિકો આધ્યાત્મિકતામાં ચોક્કસપણે માને છે. જે લોકો હજી સંપૂર્ણપણે વિકાસ પામ્યા નથી તેઓ કદાચ આધ્યાત્મિકતામાં નથી માનતા. ભગવદ્ ગીતા વાંચ્યા પછી આઇન્સ્ટાઇનને ઘણું આશ્ચર્ય થયું હતું. જો તમે અણુવિજ્ઞાની ની વાત સાંભળો, તો તમને એવું લાગશે કે જાણે તે પૌરાણિક ગ્રંથોમાંથી સંદર્ભ ટાંકે છે. 'આ શું છે?' તે વિજ્ઞાન પૂછે છે અને આધ્યાત્મિકતા પૂછે છે 'હું કોણ છું?' ભૌતિક વિશ્લેષણ એ વિજ્ઞાનનું લક્ષણ છે અને વ્યક્તિલક્ષી સમજ એ આધ્યાત્મિકતાનું લક્ષણ છે. અને તે બન્ને એક બીજાના પૂરક છે. પૂર્વમાં તે બન્ને વચ્ચે ક્યારેય ઝગડો ન હતો. ભગવદ ગીતામાં 'જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા' એમ કહેવાય છે. વિજ્ઞાન અને આધ્યાત્મિકતા સાથે મળીને જ તમને પરિપૂર્ણતા આપશે. આપણા આત્માને સંતોષ અનુભવવા માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંનેની જરૂર છે.