Wednesday, 7 June 2017

ભગવાન ગણેશ, રિદ્ધિ અને સિધ્ધિ

પ્રશ્નઃ ગુરુદેવ, ગઇકાલે તમે ભગવાન ગણેશ વિશે લંબાણપૂર્વક વાત કરી હતી. એવું કહેવાય છે કે ભગવાન ગણેશની બે પત્નીઓ અથવા જીવનસંગીનીઓ છે: રિદ્ધિ અને સિધ્ધિ. આની પાછળ શું રહસ્ય છે?

શ્રી શ્રી રવિ શંકર:
આપણા દેશમાં બધી વાર્તાઓની પાછળ પ્રતીક હોય છે, તેથી તેને તે રીતે જુઓ. રિદ્ધિ (બુદ્ધિ) અને સિદ્ધિ (અસાધારણ ક્ષમતાઓ) અને જ્ઞાન હંમેશા સાથે હોય છે. પત્ની એક એવી વ્યક્તિ છે જે દરેક પ્રસંગે તમારી સાથે હોય છે. તેથી રિદ્ધિ અને સિધ્ધિ ને ભગવાન ગણેશની પત્નીઓ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને હંમેશાં તેમની સાથે દર્શાવવામાં આવ્યા હતા.
ફક્ત એક પ્રતીક છે - રીદ્ધિ અને સિધ્ધિના નામની કોઈ અપ્સરા અથવા દેવી નથી. આ વિષે ગેરસમજ કરો.

ભગવાન સૂર્યની પત્નીને છાયા દેવી કહેવામાં આવે છે ("છાયા" એટલે પડછાયો છે). આનો અર્થ નથી કે નામની કોઇ દેવી સ્વર્ગમાં બેઠેલી છે. આપણે બધી વાર્તાઓનું મૂર્ખામીભર્યું અર્થઘટન કરીએ છીએ, અને પ્રતીક ની પાછળ છુપાયેલા ઊંડા અર્થને સમજી શક્યા નથી.
લોકો ભગવાન સૂર્ય માટે સૂર્ય મંદિરનું નિર્માણ કરે છે અને પછી તેની સાથે દેવીની મૂર્તિ સ્થાપિત કરે છે. કેટલાક લોકોએ તો બંને વચ્ચે લગ્નની વિધિ પણ શરૂ કરી છે (હાસ્ય). જ્યાં સૂર્યપ્રકાશ છે ત્યાં છાયા છે. તે બંને સાથે હોય છે, ખરું કે નહીં? જ્યારે કોઈ પદાર્થ પર પ્રકાશ પડે છે, ત્યારે તેનો પડછાયો પણ પડે છે, ખરું કે નહીં? જ્યારે સૂર્ય ઉગે છે અને સૂર્યપ્રકાશ થાય છે, ત્યારે બધી વસ્તુઓની પોતાની છાયા પડે છે કે નહીં? વાત નું પ્રતીકાત્મક નિરૂપણ કરવા માટે, છાયા દેવીને ભગવાન સૂર્યની પત્ની તરીકે દર્શાવ્યા છે.

ભગવાન ગણેશને જ્ઞાન અને ડહાપણના ભગવાન માનવામાં આવે છે. તેથી તેમની બન્ને બાજુ પર બે દેવીઓનું પ્રતિનિધિત્વ માત્ર તે દર્શાવવા માટે છે કે બંને રીદ્ધિ (બુદ્ધિ) અને સિદ્ધિ (ઉન્નત ક્ષમતાઓ) જ્ઞાન ની સાથે હોય છે. આપણે મૂળ અર્થને ભૂલી ગયા છીએ અને તેના બદલે ભગવાન ગણેશની બન્ને બાજુ પર ચોખા કે ફૂલો લઇને બેઠેલી બે મૂર્તિઓ રાખવાનું શરૂ કર્યું છે. જ્યારે તમે ઊંડા અર્થને સમજી શકતા નથી, ત્યારે તમે મૂર્ખ તો બનો જ છો અને સાથે તમને કોઈ સિધ્ધિ પણ નથી મળતી!
તમે પૂજાનું માહાત્મ્ય સમજ્યા વગર મૂર્તિઓની પૂજા કરો છો. હું તમને કહું - તેનો કોઈ જ ફાયદો નથી.

આદિ શંકરાચાર્ય કેટલું સુંદર કહે છે કે,
"આત્મ ત્વમ્‌ ગિરિજામતિઃ સહચર પ્રાણ શરીરમ્‌ ગ્રહમ્‌ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિઃ ॥ સંચાર પાદયોઃ પ્રદક્ષિણ વિધિ સ્તોત્ર‌મ્‌ સર્વગીરો યદ્યત્‌ કર્મ કરોમી તત્‌ તદ અખિલમ શંભો તવરાધાનમ્‌ ॥"
( આદિ શંકરાચાર્ય રચિત પરા પૂજા નો અંતિમ શ્લોક )


એનો અર્થ છે કે ભગવાન શિવ તમારો આત્મા છે, અને દેવી પાર્વતી તમારી બુદ્ધિ છે. પ્રાણ (સૂક્ષ્મ ઉર્જા જે જીવન નો આધાર છે) અથવા પંચ-પ્રાણ (પાંચ પ્રકારના પ્રાણ) તમારા શરીરમાં સતત ફરતા રહે છે. તમારું શરીર એક મંદિર છે જેમાં ભગવાન નો વાસ છે. આવું કહેવામાં આવ્યું છે. ભગવાન ગણેશ એક શક્તિ છે, તથા રિદ્ધિ અને સિદ્ધિ તે શક્તિ ની સાથે હોય છે.