પ્રશ્ન: પ્રિય ગુરુદેવ, ક્યારે અને કેવી રીતે આત્મા જન્મવા માટે કોઇ ચોક્કસ શરીર પસંદ કરે છે?
શ્રી શ્રી રવિ શંકર:
એ પાંચ રહસ્યોમાંનું એક રહસ્ય છે જે કોઇને કહી ન શકાય; આને ધ ગ્રેટ સિક્રેટ્સ કહેવામાં આવે છે, જે સમજી શકાય નહીં; મૃત્યુ એમાનું એક છે, જન્મ બીજું રહસ્ય છે.
એક વસ્તુ હું તમને કહી શકું - તમારો છેલ્લો વિચાર તમારા આગામી જન્મનું કારણ બની શકે છે. મૃત્યુ પહેલાં જો તમે મરઘી વિશે વિચારી રહ્યા હો, તો બીજા જન્મમાં તમે મોટેભાગે ઇંડામાંથી બહાર નીકળી એક મરઘાં ઘરમાં જન્મશો. તેવી જ રીતે, જો તમે શ્વાનોને ખૂબ ચાહતા હો, તો ખાતરીપૂર્વક કહી શકાય કે તમે આગામી જીવનકાળમાં એક શ્વાન બનશો. આનું કારણ એ છે કે મનમાં પડેલી સૌથી ઊંડી, પ્રબળ છાપ તમને આગલા જીવનમાં લઈ જાય છે. આ એક કારણને લીધે એક ઉંદર જે હંમેશા બિલાડીથી ભયભીત રહે છે, તે તેના પછીના જીવનમાં એક બિલાડી બની જાય છે. એક કીડો, જે પક્ષીથી ડરતો હોય છે, તે પક્ષી બની જશે. આ રીતે, તમારો ભય અથવા રાગદ્વેષ તમારા આગામી જન્મ માટે કારણભૂત બનશે! હું આથી વધુ કહી શકતો નથી.