Tuesday, 10 April 2012

જ્ઞાન સર્વશ્રેષ્ઠ પ્રઘાત શોષક (શૉક એબ્સૉર્બર) છે

તાઇવાન, ૧૦ એપ્રિલ ૨૦૧૨

આપણે બધા આ ગ્રહપર બાળક રૂપે આવ્યા છે. ખુશીથી હસતા અને બધા સાથે આત્મીયતા ધરાવતા. ખરું કે નહીં? પણ જેમ જેમ આપણે મોટા થતા ગયા, આપણે એ હાસ્ય ગુમાવી દિધું, એ મૈત્રીભાવ ગુમાવી દિધો, બધા માટેનો પ્રેમ ગુમાવી દિધો.

શું થયુ? આપણે આ વિચારવાની જરુર છે. શું આપણે ફરી ભીતર થી બાળક જેવા બની શકીએ?

જીવન કેવું હોવું જોઈએ એના ઉદાહરણ તરીકે સામાન્ય રીતે આપણે નાળિયેર વાપરીએ છે. એક નાળિયેર ની આસપાસ ફોતરાં હોય છે, અને જ્યારે તે ઉપરથી પડે તે તૂટતું નથી. તેની ઉપર પ્રઘાત શોષક અથવા ગાદી છે. તેથી જો આપણું વર્તન મૈત્રીપૂર્ણ, જ્ઞાનયુક્ત હોય, અને જો આપણે જીવન મા તણાવ મુક્ત રહીએ, તો તે પ્રઘાત શોષક ની જેમ કામ કરે છે. જ્ઞાન શ્રેષ્ઠ પ્રઘાત શોષક છે.

આપણું શરીર નાળિયેરના કવચ જેવુ હોવુ જોઈએ - મજબૂત, અને આપણું મન અંદરના ગરની જેમ - સફેદ અને નરમ, અને આપણી ભાવનાઓ અંદરના પાણી જેવી - મીઠી. જો આનાથી ઉંધુ હોય, તો વાંધો છે. જો શરીર નરમ અને નબળું હોય, મન કવચ જેવું કડક હોય અને કોઈ લાગણીઓ ન હોય, તે સુકાઇ ગઇ હોય, તો પછી જીવન બોજ બની જાય છે. અને તે કારણ થી ઘણા લોકો આત્મહત્યા કરે છે અને ડિપ્રેશન માં આવી જાય છે. ખરું કે નહીં?

તેથી આપણે આપણી જાતને, સમાજ અને આપણા પરિવારો માં આ બદલાવ લાવવાની જરૂર છે. જ્યાં આપણેમૂલ્યોને જાળવી રાખીએ. આજે બપોરે જ્યારે હું પત્રકારો સાથે વાત કરતો હતો, તેમણે મને કહ્યુ કે તાઇવાન તેના પરંપરાગત મૂલ્યો ગુમાવી રહ્યુ છે. મેં કહ્યું કે તેમણે તેમના મૂળ જાળવી રાખવા જોઈએ.

તાઇવાન મૂલ્યોનો ખૂબ લાંબો ઇતિહાસ ધરાવે છે અને આ મૂલ્યો સાચવવા જોઇએ, અને એનુ પોષણ થવુ જોઈએ. ખાસ કરીને કૌટુંબિક મૂલ્યો ખૂબ મહત્વના છે. વ્યક્તિગત નિષ્ઠા ખૂબ મહત્વની છે. તમને એવું નથી લાગતુ?

આ સાંસ્કૃતિક મૂલ્યોને મજબૂત કરવાની જરૂર છે, એ જ સમયે ગતિશીલ પ્રગતિ કે જે તાઇવાન કરી રહ્યુ છે. તાઇવાન ખૂબ ગતિશીલ છે. અને હું એ પણ કહીશ કે તાઇવાન ના સ્વયંસેવકો સૌથી ઉત્સાહી છે. આપણા બધા જ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માં, તાઇવાન નું એક જૂથ હોય છે કે જે હંમેશા ઉર્જાવાન અને ઉત્સાહી હોય છે. અને જ્યારે તાઇવાનના લોકો વિશ્વમાં ગમે ત્યાં જાય છે, તેઓ હંમેશા ભેટવસ્તુ સાથે રાખે છે. દરેક વ્યક્તિ અમુક ભેટવસ્તુ સાથે રાખે છે.

આપવાનો આ આનંદ ખૂબ જ કિંમતી છે અને આ સંસ્કૃતિ ના મૂળમાં છે. આપણે દરેક સંસ્કૃતિના ખૂબ મહાન અને સારા મૂલ્યો જાળવવાની જરૂર છે. આપણે એ બધુ ત્યારેકરી શકીએ જ્યારે આપણે તણાવ મુક્ત હોઇયે અને આપણા મગજ માં શાંતિ હોય.

ભગવાન બુદ્ધે ભારતમાં ચાળીસ વર્ષ સુધી પ્રવાસ કર્યો હતો. તેમણે માત્ર કહ્યુ હતું કે, તત્વજ્ઞાન એક બાજુ રાખો અને એક વાત સમજી લ્યો - દુઃખ છે, અને દુઃખ દૂર કરવાનો ઉપાય છે. દુઃખ દૂર કરીને અંદરથી મુક્ત બની શકાય છે.

આ સંદેશ સાર્વત્રિક છે, અને આ સંદેશ ની જ આપણને આજે જરૂર છે. આપણે એક તણાવ અને હિંસા મુક્ત સમાજ બનાવવાની જરૂર છે, અને તે ધ્યાન દ્વારા શક્ય છે.

ઘણી વખત જ્યારે આપણે ધ્યાન માટે બેસીએ છે, મન બધે ભટકે છે. ત્યારે સુદર્શન ક્રિયા, જે શ્વાસની ક્રિયા છે, અને યોગ, આ બંને મનને શાંત બનવામા મદદ કરે છે.

જ્યારે તમારુ મન શાંત અને સ્થિર હોય, અને જ્યારે તમે તમારી જાતને માટે કંઈપણ નથી ઇચ્છતા, તો તમને બીજા ને આશિર્વાદ આપવાની અદ્ભૂત શક્તિ પ્રાપ્ત થાય છે. જ્યારે તમારુ મન પોલું અને ખાલી છે અને જ્યારે કોઈ વ્યક્તિ કંઈક માંગે છે અને તમે તેમને આશિર્વાદ આપો, તો તે સાચું થાય છે.

અમે એક બ્લેસીંગ કોર્સ બનાવ્યો છે; એક વાર તમે ૪ થી ૫ દિવસ માટે આ કોર્સ કરો પછી તમે લોકો ને બ્લેસીંગ (આશીર્વાદ) આપી શકો છો.

મે વિશ્વના એક અગ્રણી વૈજ્ઞાનિક સાથે વાત કરી અને તમને ખબર છે કે તેમણે શું કહ્યું?

તેમણે કહ્યુ કે, 'મે ૩૦ વર્ષ સુધી દ્રવ્ય નો અભ્યાસ કરીને માત્ર એ શોધ્યુ કે એનુ અસ્તિત્વ જ નથી.' તેઓ ક્વોન્ટમ ભૌતિક વિજ્ઞાની છે, અને તેઓ કહે છે કે આ દિવસોમાં જ્યારે તેઓ શિખવાડે છે, લોકો તેમને પૂછે છે કે તે શું બોદ્ધ ધર્મ કે એવું કંઈક શીખવાડે છે?

તેમણે કહ્યું કે, 'આજકાલ જ્યારે હું મારા ભાષણ આપુ છું, લોકો ને લાગે છે કે હું બોદ્ધ ધર્મ અથવા વેદાંત વિશે વાત કરું છું'; વેદાંત અને બોદ્ધ ધર્મ બન્ને એક જ વાત કહે છે. બન્ને આંતરિક ચેતના વિશે જ કહે છે પણ સહેજ અલગ રીતે. બોદ્ધ ધર્મ નું ખાલીપણું એ વેદાંત માં પુર્ણતા છે. બસ એટલું જ.

તેથી, દ્રવ્ય અને બધું જ સ્પંદનો છે, અને આ સ્પંદનો બદલતા હોય છે, અને તે આપણું જીવન બદલી શકે છે. તે આપણી ઇચ્છા મુજબ બદલે છે અથવા આપણે માગીએ એ લાવી શકે છે. તેથી જ્યારે તમારૂ મન પરિપૂર્ણતાની અવસ્થામાં હોય, તો તમે અન્ય માટે પરિપૂર્ણતા લાવી શકો છો.

તેથી આજે હું તમને તમારી બધી ચિંતાઓ અને સમસ્યાઓ અહીં મૂકવા કહુ છુ. હું તમારી બધી ચિંતાઓ એકત્રિત કરવા આવ્યો છું. મને માત્ર એટલું જ જોઇએ છે કે તમે ખુશ રહો.

રોજ, દસ મિનિટ માટે ધ્યાન કરી પોલા અને ખાલી થઇ જાવ. વ્યક્તિગત વિકાસ દરેકને માટે ખૂબ જ મહત્વનો છે.

જુઓ, આપણે ગમે ત્યાં અને ગમે તે હોઇએ, સમાજની થોડીક સેવા કરવી જોઈએ. દરેક ને આપણા જીવન મા સામેલ કરવા જોઇએ. અને જ્યારે કોઈ મુશ્કેલી કે સમસ્યા નો સામનો કરો તો તમે એકલા છો એમ વિચારતા નહી. તમે એકલા નથી. ઓકે! તમે કોઇ પણ મુશ્કેલ સમયમાંથી હસતા હસતા પસાર થઇ શકશો. હા! આપણેઆપણા ભાવના, મન અને શરીરને મજબૂત અને આપણા આસપાસના લોકો સાથેના સંબંધ તંદુરસ્ત અને મજબુત બનાવવાની જરૂર છે. આ જ જીવન જીવવાની કળા છે. હિંસા મુક્ત સમાજ, રોગ મુક્ત શરીર, મૂંઝવણ મુક્ત મન, અવરોધ મુક્ત બુદ્ધિ, આઘાતમુક્ત સ્મૃતિ અને ગ્લાની મુક્ત આત્મા. મને લાગે છે કે આ બધાનો જન્મસિધ્ધ અધિકાર છે.

તેથી આજે, મને તમારી બધી સમસ્યાઓ આપો અને મુસ્કાન સાથે પાછા જાઓ.

તાઇવાન મજબૂત અર્થતંત્ર વાળો નાનો દેશ છે. જો આપણે બધા અહીં થોડો પ્રયત્ન કરીએ તો આપણે તાઇવાનનેખૂબ સુખી પણ કરી શકીએ.

આપણે એક અપરાધ મુક્ત તાઇવાન બનાવી શકીએ જ્યાં કોઈ હિંસા નથી, કોઈ દુઃખ નથી કે કોઈ આત્મહત્યા નથી. હું એવુ તાઇવાન જોવા માગુ છુ. આ તાઇવાન માટે મારુ સ્વપ્ન છે. જો આપણે આગામી બે વર્ષમાં આ પ્રાપ્ત કરી શકીયે, તો તાઇવાન માટે એ ખૂબ આદર્શ પરિસ્થિતિ હશે, અને તે અન્ય રાષ્ટ્રોને અનુસરણ માટે ઉદાહરણરૂપ બનશે.

શું તમે જાણો છો, વિશ્વમાં સૌથી સુખી દેશ ભૂતાન છે. તે બૌદ્ધ દેશ છે અને લોકો ખૂબ સરળ છે. બધા અહિંસા અને સુખ માં માને છે. ભૂતાન સુખ મા અવ્વલ નંબરે છે.

તાજેતરમાં, થોડા દિવસ પહેલાં, સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ) મા સુખ પર એક પરિસંવાદ હતો. ખાલી ઊંચો GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ – અર્થતંત્ર માપવાનું એક પ્રમાણ) પૂરતો નથી પરંતુ આપણે ઊંચી GDH (ગ્રોસ ડોમેસ્ટિક હેપીનેસ – સામાજિક સુખનું પ્રમાણ) પણ કરવાની જરૂર છે.

હકીકતમાં, હું સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ) ના આ કાર્યક્રમમા જવાનો હતો. ભૂટાન ના વડાપ્રધાને મને આમંત્રણ આપ્યું હતું, પરંતુ  હું દક્ષિણ પૂર્વ એશિયા માટે, અહીં સિંગાપુર, બાલી અને પછી તાઇવાન આવવા માટે પ્રતિબદ્ધ હતો, તેથી મે તેમને જણાવ્યું હતું કે હું મારો પ્રવાસ રદ ન કરી શકુ, પણ હું આ બધા દેશોમાં આ જ સંદેશો લઈ જઊ છું.

તેથી હવે આજે હું વિચારુ છું કે આપણે એક સ્વપ્ન જોવું જોઇએ, આપણે તમામ સામૂહિક રીતે વિચારિએ કે આગામી બે વર્ષ મા, આપણે કેવી રીતે બધા લોકો સુધી પહોંચી શકીએ અને તેમને શીખવીએ કે તણાવ દૂર કરીને ખુશ કેવી રીતે થઇ શકાય. શાળાઓ માં, કોલેજોમાં, ઘરો માં, બધે માત્ર ઉજવણી/ઉત્સવ કરીએ.

જીવનને વ્યાપક પરિપ્રેક્ષ્યથી જુઓ. જીવનના ૮૦ વર્ષ આપણેજીવીએ, તે શું તણાવમા અને દુઃખી રહેવા માટે? જીવનના આ ટૂંકા ગાળામાં, આપણેઆપણો સમય ખુશ રહેવામા અને અન્યોને ખુશ કરવામા ગાળવો જોઈએ. તમને એવું નથી લાગતુ? ચાલો આજે બધા આ સ્વપ્ન જોઇએ.

તેથી બે વસ્તુઓ છે, એક દેશ કે દુનિયા માટે એક મોટુ સ્વપ્ન, અને બીજું તમારી વ્યક્તિગત જરૂરીયાતો અથવા ઇચ્છા. બંને પૂર્ણ કરી શકાય છે. તમે મોટા સ્વપ્ન પર ધ્યાન કેન્દ્રિત કરો અને નાના સ્વપ્ન મારી ઉપર છોડી દો. ઓકે!

તો આજે, કારણ કે આપણે સાથે મળીને ધ્યાન કર્યું, આપણે એક ઇચ્છા માંગવા પાત્ર છીએ. આજે રાત્રે ઉંઘવા જતા પહેલા તમે એક ઇચ્છા નો વિચાર કરી શકો છો. ઇચ્છા નો વિચાર કરો, છોડી દો અને ઉંઘી જાઓ.

હવે, રોજ થોડો સમય કાઢીને ધ્યાન કરો, અને પોતાને અમુક સેવા માટે પ્રતિબધ્ધ કરો. એક મહિના મા ઓછામાં ઓછા ચાર કલાક સેવા કરો.

આપણે એક તણાવ મુક્ત અને હિંસા મુક્ત તાઇવાન બનાવવા માટે મોટું સ્વપ્ન જોયું છે. તેથી આપણે લગભગ ૧૫ થી ૨૦ લોકોના જૂથો માં જઇને લોકોને ખુશ રહેવા માટે પ્રેરણા આપીએ. આપણે તાઇવાનમાં સુખની એક લહેર ફેલાવશું.

પ્ર: આજે મે ટોપલીમાં મારી ચિંતા નાખી છે, તો કાલે જ્યારે હું સવારે જાગીશ, તે અદ્રશ્ય થઇ જશે?

શ્રી શ્રી રવિ શંકર: તમે ટોપલી માં ચિંતા નાખી છે, તો હવે તેને તમારા મનમાં થી કાઢી નાખો.

હું તમને કેટલો સમય લાગશે એ ન કહીં શકુ, આજે અથવા કાલે, ૧૦ દિવસ અથવા ૧૨ મહિના થઇ શકે, પણ ચોક્કસ તે ચિંતા નહી રહે.

પ્ર: હું તમારા જેવો કેવી રીતે બની શકુ?


શ્રી શ્રી રવિ શંકર: જ્યારે તમે એક બાળક હતા તમે મારા જેવા હતા. હું એક બાળક છુ જે મોટા થવા માટે ઇનકાર કરે છે. તમારી અંદર હજુ પણ એક બાળક છે, માત્ર તેને ઓળખી કાઢો. પોલા અને ખાલી બનો.