નૉર્વે, ૩૦ એપ્રિલ ૨૦૧૨
તમે જાણો છો કે
આપણે પદાર્થ તેમજ ચેતના થી બનેલા છીએ. આપણુ શરીર કાર્બોહાઇડ્રેટસ, મીનરલ, પ્રોટીન, વગેરે થી બનેલુ
છે, અને ચેતના શુદ્ધ ઊર્જા થી
બનેલી છે; પ્રેમ, કરુણા આકર્ષણ, - આ બધી ઊર્જા ની પ્રકૃતિ છે. પ્રાચીન સમયમાં તે
બે શબ્દો ના ઉપયોગ થી ઓળખતા, પ્રકૃતિ એટલે કે
કુદરત (પદાર્થ) અને પુરુષ એટલે કે ઊર્જા, બે વસ્તુ, ચેતના અને
પદાર્થ. પણ હજુ એક પગલું તમે આગળ જાઓ તો તેઓએ જણાવ્યું હતું કે, 'બે નથી, આ બધુ એક જ છે.' ઊર્જા અને પદાર્થ બે અલગ અલગ વસ્તુઓ નથી. મન
અને શરીર બે અલગ અલગ વસ્તુઓ
નથી, તે બધુ એક જ છે.
પરંતુ ચેતના ચાર
રીતે કામ કરે છે; ચેતના ના ચાર
કાર્યો છે: જેમ કે એક વ્યક્તિ, જ્યારે ઓફિસ જાય
છે ત્યારે તે અધિકારી છે, જ્યારે તે
બજારમાં જાય છે ત્યારે તે ખરીદદાર અથવા વિક્રેતા છે, અને એ જ વ્યક્તિ જ્યારે, વર્ગખંડમાં હોય છે ત્યારે તે એક વિદ્યાર્થી છે.
બરાબર? અને ઘરે તે પિતા
અથવા પતિ, પુત્ર કે બીજી
કોઈક ભૂમિકા નિભાવે છે. એક જ
વ્યક્તિ અલગ અલગ ભૂમિકાઓ ભજવે છે. એ જ રીતે, આ ચેતના, ચાર મહત્વની ભૂમિકા ભજવે છે.
તેમાંની એક
ભૂમિકા એ છે આપણુ મન. તમે બધા અહીં છો? સાંભળો છો? જો તમે અહીં છો,
પરંતુ તમારુ મન બીજે છે,
તો તમે સાંભળતા નથી.
તમારા કાન ખુલ્લા છે, પરંતુ જો તમારુ
મન બીજે છે, તો તમને સંભળાતુ
નથી.
શું તમે મને જોઈ
રહ્યા છો? જો તમે અહીં છો,
પણ તમારુ મન બીજે છે,
તો ભલે તમારી આંખો મને
જોઈ રહી છે પણ, તમે મને જોઈ
રહ્યા નથી. મન એ ચેતના નુ એ પાસુ છે, જેના દ્વારા ઇન્દ્રિઓ સમજે છે અને અનુભવ કરે છે. બધા જ જીવોમાં આવું છે.
એક વંદામાં પણ,
મન તેના એન્ટેનામાં હોય
છે. તેમને લાંબા એન્ટેના હોય છે, જેના દ્વારા તેઓ
સમજી શકે છે.
તેઓ તેના થી
અનુભવ કરી શકે છે.
જેમ મેં પહેલા
કહ્યું છે, મન શરીરની અંદર
નથી, શરીર મન ની અંદર છે.
જ્યોત વાટ ની આસપાસ હોય છે એવી રીતે. ખરું કે નહીં? શરીર મીણબત્તી ની વાટ જેવું છે, મન જ્યોત જેવું છે. ક્યારેક કિર્લિઅન અને અન્ય
ફોટોગ્રાફી મારફતે તમે સૂક્ષ્મ તેજપૂંજ પણ જોઈ શકો છો. મન શરીર ની આસપાસ અને
શરીરની અંદર છે.
છતાં મન કાન
દ્વારા, આંખો દ્વારા,
સ્પર્શ દ્વારા, ગંધ દ્વારા સમજે છે. તેને આપણે મન કહીએ છીએ.
અને એ જ ચેતના,
ગ્રહણ કર્યા પછી, લેબલ્સ લગાવી દે છે- આ સારું છે, આ સારું નથી, આ સુંદર છે, આ બેડોળ છે, આ સાચુ છે, આ ખોટું છે. આ બુદ્ધિ છે - ચેતના નું એક ખૂબ
મહત્વનું કાર્ય છે.
એક ગ્રહણશક્તિ છે
અને બીજી સમજ છે - કે જે બુદ્ધિ છે: અભિપ્રાય બાંધતી, ભેદભાવ કરતી, સમજણ ઊભી કરતી.
શું હવે તમે 'હા' કહો છો? તે બુદ્ધિ છે.
શું તમે કહો છો, 'ના, હું સંમત નથી?'
વાંધો નહીં,
તમે કહી શકો છો કે,
'હું સહમત નથી', પરંતુ તમારું એ જાણવું કે તમે એમ કહી રહ્યા છો;
એ બુદ્ધિ છે, અને તે ચેતનાનું બીજું સૌથી મહત્વપૂર્ણ કાર્ય
છે.
મનુષ્ય ની સૌથી
વિક્સિત બુદ્ધિ છે જે તેના માટે ભેટ છે.
પ્રાચીન સમયના
ખૂબ જ પવિત્ર મંત્રોમાં નો એક ગાયત્રી મંત્ર છે. તેનો અર્થ છે, ' આ બુદ્ધિ ને એવા કંઈક થી પ્રેરિત થવા દો કે જે
બુદ્ધિ થી પર છે. – દિવ્યતા.' મારી બુદ્ધિ ને
દેવતત્વ દ્વારા પ્રેરિત થવા દો, એ પ્રાર્થના છે.
એનો અર્થ એ છે કે શુદ્ધ વિચારો આવવા દો. મારી બુદ્ધિ વડે યોગ્ય નિર્ણય થવા દો,
મારામાં અંતર્જ્ઞાન
વિક્સિત થવા દો, કે જેથી હું જે
કાંઇ કરું એ સંપૂર્ણ રીતે બરાબર થાય.
બુદ્ધિ વિઘ્ન બને
છે; બુદ્ધિ શંકા કરે છે;
એ તમને ખોટા વિચારો આપે
છે, અને તે અંતઃપ્રેરણા ને
અવરોધે છે.
ધારો કે તમને એક
સારી અંતઃપ્રેરણા થઈ કે તમે સ્વીડનમાં કોઇ વ્યક્તિ ને મળવા માંગો છો, અને તમે કહો છો, 'ઠીક છે, હું તે વ્યક્તિને મળીશ.'
તમારો હેતુ સારો
છે, પરંતુ અહીં બુદ્ધિ કહે છે,
'ના, આ શક્ય ન પણ થાય. આપણે તેમ નહિં કરી શકીએ.'
તમારી અંતઃપ્રેરણા પર
બુદ્ધિ ના વાદળો છવાઈ જાય છે અને મન કામ કરવા માંડે છે. અને પછી ત્યારે આપણે ભૂલો
કરીએ છીએ.
તમને લાગે કે આ
વ્યક્તિ સારી નથી, અથવા તે વ્યક્તિ
સારી છે. જો બુદ્ધિ ની અસર તમારી અંતઃપ્રેરણા કે આંતરિક ચેતના પર ન હોય તો આ બધા
ચુકાદા વાસ્તવિક હોય એવું જરૂરી નથી. તેને કહેવાય છે ચિત્ત, ચેતના.
મન, બુદ્ધિ, અને પછી આવે છે સ્મરણશક્તિ. મોટા ભાગે આપણું મન
સ્મૃતિમાં ફસાયેલું હોય છે. તમે કાંઈ પણ સારુ જુઓ, તો તમે ભૂતકાળમાં કઈંક જોયું હોય તે યાદ કરો
છો. જો તમે કંઇક ખરાબ જુઓ, તો તમે ભૂતકાળમાં
કંઈક ખરાબ જોયું હોય તે યાદ કરો છો. મન સ્મૃતિ માં ફસાયેલું રહે છે, અથવા સ્મરણશક્તિનું
પ્રભુત્વ હોય તો આવું થાય છે. સ્મરણશક્તિ નું ઘણુ મહત્વ છે. આ ત્રીજું કાર્ય છે.
પછી અહંકાર છે -
હું છું, ચોથું કાર્ય.
આ ચેતના ના ચાર
અલગ અલગ કાર્યો છે. પરંતુ છતા પણ તે આ ચાર ની પર છે. તેથી તેને મહત કહેવામાં આવે છે; જેનો મતલબ 'મહાન' થાય છે. જો તમે અહંકાર ને પાર કરી શકો, તો પછી તમારા માં કાંઈ છે જે બદલાતું નથી,
જે બધે જ છે પણ ક્યાંય
નથી; તેને તમે અનુભવો અને તમે મહત
બનો. તમે મહાત્મા બનો છો.
શું તમે મહાત્મા
ગાંધી વિશે સાંભળ્યું છે? મહાત્મા એ લોકો
દ્વારા ગાંધી ને આપવામાં આવેલું ઉપનામ છે.
દરેક સંત ને
મહાત્મા કહેવામાં આવે છે. એનો અર્થ એ થાય છે કે તેઓએ અહંકાર ને ઓળંગી લીધો છે.
તેમણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને પાર કરી લીધા છે, અને તે પછી એક
પગલું તેનાથી ઉપર, મહત; એટલે, તેમને બધાની સાથે પોતાનાપણું લાગે છે. એ બુધ્ધત્વ (જ્ઞાનોદય) છે - જ્યારે તમને
દરેક સાથે પોતાનાપણું લાગે; ત્યારે તમારા
માટે કોઈ પરાયું નથી. તમે ફરીથી બાળક જેવા બની જાઓ છો અને વર્તમાનમાં જીવો છો. કંઈ
જ તમને દુઃખ પહોંચાડતુ નથી; બધું તમારો જ ભાગ
બની જાય છે, વિશાળતા અને
સંપુર્ણ શાંતિ. તમે ફક્ત એવું નથી કહેતા કે આ શરીર મારું છે, પરંતુ 'હું' બધે જ છે. આ
માત્ર અભિવ્યક્તિ છે.
ટેલિવિઝન પર,
તમે ચેનલ જુઓ છો, અથવા તમે બીબીસી જોઈ રહ્યાં છો. ભલે તમે એ નાના
ખોખામાં બીબીસી જોઈ રહ્યાં છો, શું બીબીસી ફક્ત
એ ખોખામાં જ છે? ના, બીબીસી ચેનલ, તેના સ્પંદન, તેના તરંગો, સમગ્ર ખંડમાં છે, એ બધે જ છે. જો તમે ટેલિવિઝન બંધ પણ કરી દો,
છતાં બીબીસી ના તરંગો
ત્યાં બધે જ છે. પરંતુ ટેલિવિઝન તેને સ્પષ્ટ તેમજ ખૂબ જ સારી રીતે વ્યક્ત કરે છે.
તેવી જ રીતે,
આપણું શરીર પણ ટેલિવિઝન
ના ખોખા જેવું જ છે. તમે સમજો છો? તમારું શરીર એ
ટેલિવિઝન નુ ખોખું છે. તમારી ચેતના એ તરંગો છે. આ એવું છે કે, તમે બીબીસી છો, તે સીએનએન છે, આ વ્યક્તિ ફોક્સ છે, અને અન્ય વ્યક્તિ મનોરંજન ની ચેનલ છે. તમે દરેક
પોતાની આવૃત્તિ ધરાવો છો, પરંતુ એનો અર્થ એ
નથી કે આપણે ફક્ત અહીં જ અટવાઇ ગયા છીએ. આ માત્ર સંદેશો મેળવનાર કે પહોંચાડનાર સેટ
છે. પરંતુ તરંગો બધે જ છે. શું તમે સમજો છો હું શું કહી રહ્યો છું? આપની ચેતના બધે જ છે.
જેમ મેં ગઇકાલે
જણાવ્યું હતું, એક શુદ્ધ વિજ્ઞાન
છે અને એક વ્યવહારિક વિજ્ઞાન છે. આપણને બંનેની જરૂર છે. તે એકબીજાના પૂરક છે.
શુદ્ધ વિજ્ઞાન એટલે એ એક ચેતના ને જાણવી - ' तत् त्वम् असि' અને રીલેક્ષ થઇ વિશ્રામ કરવો - કે જે ધ્યાન છે અને તે યોગ છે. તમારો સ્વયં
સાથે મેળાપ યોગ છે. જે તમે નથી તેની સાથે એકતા નથી સાધવાની. તે ફક્ત પાછા વળીને
તમારા સ્વયં ને મળવાનું છે - પાછા ફરીને મળવાનું છે. આ વર્તુળ પૂર્ણ કરવું તે યોગ
છે.
તમે બધા નાના હતા
ત્યારે યોગી હતા. દરેક બાળક યોગી છે. બાળપણમાં આપણે બધી યોગ મુદ્રા કરતા હતા,
વર્તમાન ક્ષણમાં રહેતા
હતા અને આપણું મન તાજુ અને જીવંત રહેતુ હતુ. આપણે બધા સાથે જોડાયેલા હતા,
બધે ઘર જેવું
લાગતું અને પ્રેમ થી છલકતા રહેતા. અને ક્યાંક થોડા સમય પછી, આપણે મનથી બહાર, બહાર, અને બહાર જવાનું શરૂ કર્યું.
એક ઉપનિષદ માં
ૠષિ કહે છે, 'ઈશ્વરે બધી ઇન્દ્રિયોને
બહારની તરફ કેન્દ્રિત કરીને એક મોટી ભૂલ કરી છે. આપણી ઇન્દ્રિયો માત્ર બહારની તરફ
જાય છે. પરંતુ ક્યારેક ક્યારેક કેટલાક બહાદુર લોકો ઇન્દ્રિયોને અંદર તરફ લઇ જાય છે
અને સત્ય ને પામે છે.' અને તે કહે છે કે
એ યોગ છે. અને આ કેટલું સાચું છે! આપણું મન બહાર તરફ જાય એવું બનાવેલું છે. પરંતુ
કયારેક તમારે તેને અંદર લઇ જવાની જરૂર છે.
હવે વધુ ને વધુ
લોકો તે શીખી રહ્યા છે અને વધુ બુદ્ધિશાળી બની રહ્યા છે. તેઓ જાણે છે કેવી રીતે
મનને અંદર લઇ જવું અને ત્યાં શાંતિ પામવી, બહાર નહીં.
તેથી દરેક બાળક
યોગી છે અને આપણે યોગી તરીકે જન્મેલા. ક્યાંક આપણે નિર્દોષતા ગુમાવી છે. તે સરળતા અને
નિર્દોષતા પાછી મેળવવા આપણે આ બધા આસનો, અને ધ્યાન કરીએ છીએ.
હવે તે મેળવવાના
ઘણા બધા માર્ગો છે, ઘણા બધા માર્ગો.
હું વિગતો માં નહીં જાઉં. નવા સાધકને જે અસર કરે છે તે છે પર્યાવરણ - સારા,
શાંતિપૂર્ણ વાતાવરણમાં
રહેવું સારું છે. અને ખોરાક પ્રત્યે પણ ધ્યાન આપો, ખોરાક પણ મન પર પ્રભાવ કરે છે. આયુર્વેદ એક
મહાન વિજ્ઞાન છે, જેમાં કયા
પ્રકારના લોકો માટે કેવો ખોરાક સારો તે કહેલું છે. તમારા ગુણો - વાત, પિત્ત, અને કફ – કેવા છે અને કયા પ્રકારનો ખોરાક તમારા માટે સારો છે. એનું આખુ
વિજ્ઞાન છે. જૈન પરંપરા માં પણ ખોરાક પર ઘણુ સંશોધન થાય છે. પરંતુ તે અનંત છે. જો તમે
વિગતમાં ઉંડા જાઓ, તો પછી તમે તમારા
ખોરાક સિવાય બીજું કંઇ પણ ન કરી શકો. તેથી, તેનો અતિરેક ન કરશો. આપણે સંતુલિત રહેવું જોઈએ.
એક બાજુ એવા લોકો
જે તેઓ શું ખાવું તે વિષે કાળજી નથી કરતા, અને તેઓ બધું માત્ર તેમના પેટ નાખે છે અને પીડાય છે. એની સામે બીજા એવા લોકો
છે જે હંમેશા પસંદગી કર્યા કરે છે, 'ઓહ આ ગળ્યું છે, હું આ નથી ખાતો
અને હું તે નથી ખાતો', અને રાતદિવસ તેઓ
માત્ર ખાવાની ચિંતા કર્યા કરે છે. તે પણ સારું નહીં કારણ કે તમારા શરીરમાં અનંત
લચક અને અનુકૂલનક્ષમતા છે. તેથી જો તમને લાગે કે અમુક ખોરાક તમારા માટે સારો નથી
અને તમે તે ક્યારેય ન ખાઓ, તો પછી તમારું
શરીર તે રીતે કાર્ય કરશે. તે લચક ગુમાવશે.
એ જ રીતે,
જો તો તમે બધો સમય ઘણા
બધા વિટામીન લો તો તે પણ સારું નહીં! વિટામીનનો કયારેક ઉપયોગ સારો છે. તમને ખબર છે,
લોકો મને કેટલા ઘણા
વીટામીન આપે છે. જો તમે મારું બોક્સ જુઓ, તેમાં ઘણા બધા વિટામીન છે, પરંતુ હું તે
દરરોજ વાપરતો નથી. ક્યારેક હું આ લઉં અને ક્યારેક હું બીજું લઉં. લોકો કહે છે,
પાચક રસો (એન્ઝાઇમ્સ)
સારા છે, ખનીજો સારા છે.
હા, તે સારા છે, પરંતુ મને લાગે છે કે આપણે એવા ઘણા પદાર્થ ન
લેવા જોઈએ. પૂરવણીઓ જરૂરી છે, કારણ કે આજે જે
રીતે અનાજ ઉગાડવામાં આવે છે તે ખૂબ જ અલગ થઈ ગયું છે. પહેલા તે રીતે અનાજ ઉગવતા ન
હતા.
મેં ક્યાંક
વાંચ્યુ છે કે આજે કેળા માં પોષણ છે તે ૧૯ મી સદીના પ્રારંભમાં કેળા હતા તેના કરતા
બારમા ભાગમાં છે. તેથી ભલે આ બધા શાકભાજી અને ફળો વધુ ઉગાડવામાં આવે છે અને ઘણા
મોટા દેખાય, તેમાં
પોષકદ્રવ્યો ખૂબ જ ઓછા છે. તે ઓર્ગેનિક (રસાયણમુક્ત) નથી કારણ કે જમીન ઘસાઇ રહી
છે.
આજે આપણે ઘઉં ના
નવા બીજ ખાઇએ છીએ તેમાં જૂના ઘઉં જેટલું ફોલિક એસિડ નથી હોતું. ભારતમાં, પંજાબના એક ડૉક્ટરે સંશોધન કર્યું છે. તેમણે
કેટલાક જૂના ઘઉં, ચકાસ્યા અને
જણાવ્યું કે તેમા ખૂબ જ ફોલિક એસિડ છે.
અને આજે, લોકો હૃદય સમસ્યાઓ અને અન્ય સમસ્યાઓથી પીડાતા
હોય છે કારણ કે તેઓ ખોરાક ખાય છે તેમાં પૂરતો ફોલિક એસિડ નથી. તેથી ખનીજ પૂરવણીઓ
જરૂરી છે. પરંતુ ફરીથી, તેના પર ભાર
મૂકવો, તે વિશે ખૂબ ચિંતા
સારી નથી. આપણું મગજ, આપણી
શરીરવ્યવસ્થા પોતાની જાતે ઘણી વસ્તુઓ ઉત્પન્ન કરી શકે છે.
તેથી ખોરાક નીઅસર
છે, પરંતુ તમારી ચેતના ખોરાક
કરતાં પણ વધુ શક્તિશાળી છે.
પ્ર: ગુરુજી,
આ બ્રહ્માંડમાં સર્વશક્તિમાન
કોણ છે?
શ્રી શ્રી રવિ
શંકર: સર્વશક્તિમાન એક સરળ શક્તિ છે. જુઓ, અણુ બધે છે, બરાબર? આખું બ્રહ્માંડ અણુઓ થી ઘેરાયેલુ છે. બધું
અણુઓનું બનેલુ છે. પરંતુ એક પરમાણુ શક્તિ કેન્દ્ર અલગ છે. એ જ રીતે, સર્વશક્તિમાન સરળ છે, એકદમ સરળતાથી ઉપલબ્ધ, સસ્તી વસ્તુ છે - તમે તેને વસ્તુ ન કહી શકો;
તે અસ્તિત્વનો આધાર છે.
તે ત્યાં બીજે કશેક નથી. તે અવકાશ છે, ક્ષેત્ર છે. જો તમે મને પૂછો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? તે બધે જ છે!
તે ચુંબકીય
ક્ષેત્ર થી પણ વધુ સૂક્ષ્મ છે જે બધે જ છે, બધો સમય એ જ તીવ્રતા સાથે છે. એવું નથી કે સર્વોચ્ચ
શક્તિ બીજે ક્યાંક છે. તેને સર્વોચ્ચ શક્તિ કહેવાને બદલે અમે કહેવું જોઇએ મૂળભૂત
શક્તિ, અસ્તિત્વ.
પ્રાચીન લોકો તે જ કહેતા - અસ્તિત્વ. સત્ કે જે છે, અને 'ચિત્ કે જે સભાન હોય છે અને સંપૂર્ણ આનંદી છે.
કેવી રીતે તમે તે
સર્વોચ્ચ શક્તિ, અથવા બ્રહ્માંડના
આ મૂલાધાર નો આનંદ અનુભવી શકો? શાંત થઇને તમારું
મન અંદરની તરફ વાળો. અભ્યાસ દ્વારા, આનંદ સપાટી પર આવે છે.
પ્ર: ગુરુજી,
ચંદ્ર, તારાઓ, અને અન્ય ગ્રહો મન પર અસર કરે છે? જો હા, તો કેવી રીતે?
શ્રી શ્રી રવિ
શંકર: હા. શું તમને ખબર છે ચંદ્ર સમુદ્રને અસર કરે છે? પૂનમના દિવસે મોજાં ઊંચા ઉછળે છે.
ચંદ્ર પાણી પર
અસર કરે છે - આ આપણે બધા જાણીએ છીએ. આપણું શરીર પાણીનું બનેલું છે. આપણા શરીરનો લગભગ
૬૦% ભાગ પાણી છે, અને તે સમુદ્ર
જેવું ખારું છે. તેથી તમારું શરીર દરિયાઈ પાણીનું નાનું સ્વરૂપ છે.
તમે એક દરિયાઇ
પાણીની એક કોથળી છો. જો તમારા શરીરમાંથી પ્રવાહી કાઢી લેવામાં આવે તો તમે સંકોચાઇ જશો.
તમે દરિયાઈ પાણી ભરેલ કોથળી છો ક્યાંક લાલ, ક્યાંક વાદળી, ક્યાંક વિવિધ રંગો, એક પેકેટ ની અંદર બધા જ રંગો. તેથી તમારું શરીર
૬૦% પાણી છે.
તેથી ચંદ્ર શરીર
પર પ્રભાવ ધરાવે છે. કંઈપણ કે શરીર ને અસર કરે છે તે મનને પણ અસર કરે છે. તેથી મન પર
ચંદ્ર ની અસર થાય છે. તેથી પાગલ લોકો ને lunatics કહેવામાં આવે છે. શબ્દ પોતે lunatics કહે છે (lunar એટલે ચંદ્ર). એ જ રીતે અન્ય ગ્રહોની પણ શરીર પર
અસર થાય છે.
જુઓ, ઉર્જા ક્ષેત્ર કેટલું રસપ્રદ છે. જો તમે એક
ટ્રાન્ઝિસ્ટર રેડિયો ની અંદર જોશો, તો તેમાં ધાતુની
પ્લેટ પર અમુક ડીઝાઇનમાં વાયરો દેખાશે, અને તેનાથી કેટલો મોટો ફેરફાર થાય છે! નહીં? શું તમે સેલ ફોનની અંદર ચિપ જોઈ છે? તે એક ચોક્કસ ડાયાગ્રામ છે. જો સેલ ફોનમાં અલગ
ચિપ હશે, તો તેનો અલગ નંબર
હશે. દરેક નાનકડી ડીઝાઇન અમુક
ઈલેક્ટ્રોનિક ઊર્જા, અમુક સ્પંદનો
લાવે છે. એ જ રીતે, આપણા શરીરમાં એક
ઈલેક્ટ્રોનિક સર્કિટ હોય છે અને તે સમગ્ર બ્રહ્માંડ સાથે સંબંધિત છે. બ્રહ્માંડ
માં બધું એક્બીજા સાથે જોડાયેલ છે અને સંબંધિત છે.
પ્રાચીન લોકો આ
જાણતા હતા. કેટલા આશ્ચર્યની વાત છે કે તેમણે કેટલી સુંદર રીતે વિરાટતા સાથે
સૂક્ષ્મતા જોડી દીધેલી. સૂર્ય આંખો સાથે જોડાયેલ છે. મન ચંદ્ર સાથે જોડાયેલ છે.
મંગળ પિત્તાશયના સાથે જોડાયેલ છે. શનિ દાંત સાથે જોડાયેલ છે. તેથી, શરીરના જુદા જુદા ભાગો વિવિધ ગ્રહો અથવા વિવિધ
તરંગ આવૃત્તિઓ સાથે જોડાયેલ છે. અને શેની સાથે જોડાયેલ છે? તેઓ એક ચોક્કસ અનાજ, રંગ અને પક્ષી, અથવા તેમજ પ્રાણી સાથે જોડાયેલ છે.
જેમ કે મંગળ
તમારા યકૃત સાથે જોડાયેલ હોય, તે ઘેટાં સાથે
જોડાયેલ છે, અને તે છોલેચણા
સાથે જોડાયેલ છે. છોલેચણા, મંગળ, ઘેટું, અને યકૃત બધા સાથે જોડાયેલ છે.
તેમણે આ બધા
તત્વો વચ્ચે જોડાણ શોધ્યું; વિરાટતા થી
સૂક્ષ્મતા. તે રસપ્રદ વિજ્ઞાન છે; એકદમ રસપ્રદ અને
આકર્ષક. તમે તે સંશોધનમાં ઊંડા જાઓ. એ જ રીતે, શનિ તલ સાથે જોડાયેલ છે; તે કાગડાઓ સાથે અને તમારા દાંત સાથે જોડાયેલ
છે. તે કેટલું રસપ્રદ છે! ખૂબ જ રસપ્રદ!
તમે પતંગિયાની
અસર (butterfly effect) વિશે સાંભળ્યું
હશે. દક્ષિણ અમેરિકાના વનમાં તેની પાંખો હલાવીને એક પતંગિયું ચીન માં વાદળો પર
પ્રભાવ કરી શકે છે! એક પતંગિયાની હલનચલનથી ચીન માં વાદળો ઉમટીને વરસાદ પડે. અત્યંત
અદ્ભુત!
તેથી સંસ્કૃતમાં
કહેવાય છે, ' यत् पिंडे तत्
ब्रह्मांडे ' જેનો અર્થ છે કે
બ્રહ્માંડ જે કાંઇ છે તે નાનામાં નાના કણમાં પણ હાજર છે. તમારું શરીર એક નાનું
બ્રહ્માંડ છે કારણ કે તે બધા સાથે જોડાયેલ છે. તમે એક ટાપુ નથી.તમે સમાજ સાથે
જોડાયેલ છે, અને માત્ર સમાજ જ
નહીં સમગ્ર વિશ્વ સાથે! તમે જોડાવાની ઇચ્છા કરો તે પહેલેથી જ તમે જોડાયેલ છો. તમે
પૃથ્વી પરની દરેક વ્યક્તિ સાથે જોડાયેલ છો, તમને તેનો ખ્યાલ હોય કે ન હોય, તમે તે માનો કે ન માનો - કોઈ ફર્ક નથી પડતો.
તમે પહેલેથી જોડાયેલ છો.
પ્ર: ગુરુજી,
તમે અવિદ્યા અને માયા કૃપા
કરીને સમજાવશો?
શ્રી શ્રી રવિ
શંકર: માયા એટલે જે બધું માપી શકાય થાય છે તે. આ ઇંગલિશ શબ્દ measure સંસ્કૃત શબ્દ માયા પરથી આવે છે. 'मियते अनय इति माया' મિયતે એટલે
માપવું. જે માપી શકાય છે તે માયા છે. પાંચ તત્વો માપી શકાય છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. તે બધા માપી શકાય છે. તેથી વિશ્વ જે આ
પાંચ તત્વોનું બનેલું છે તે બધી માયા છે, કારણ કે તે બધું માપી શકાય છે.
શું માપી શકાય
નહીં? કરુણા, પ્રેમ માપી શકાય નહીં. તમે એવું ના કહી શકો કે 'આ વ્યક્તિમાં ત્રણસો ગ્રામ પ્રેમ છે, અને તે વ્યક્તિમાં પાંચસો ગ્રામ પ્રેમ છે.'
સત્ય માપી શકાય નહિં,
સુંદરતા માપી શકાય નહીં.
તમે એમ ન કહી શકો 'આ સ્ત્રી
સુંદરતાના પાંચ એકમો ધરાવે છે અને તે સ્ત્રી સુંદરતાના ત્રણ એકમો ધરાવે છે.'
સૌંદર્યનું માપ
નથી. પ્રેમ, સૌંદર્ય, કરુણા, સત્ય, પ્રામાણિકતા,
ઈમાનદારી; આત્માના આ બધા ગુણો મપાતા નથી. તેથી તે માયા
નથી. તેઓ મહેશ્વર છે - સ્વની પ્રકૃતિ. અને માપ બદલો; માયા એટલે જે બદલાય છે અને જે માપી શકાય છે;
અને માપ બદલાતા રહે છે.
વિશ્વમાં બધું બદલાતું રહે છે. તેથી માયા નો બીજો અર્થ છે,
દુનિયામાં બધું
બદલાતુ રહે છે, અને વિશ્વમાં
બધું માપી શકાય છે, આ બીજો અર્થ છે.
અને જે બદલાતું નથી, અને માપી શકાતુ
નથી તે છે ચેતના, સ્વ, બ્રહ્મન્ અથવા વૈશ્વિક ઊર્જા.
અવિદ્યા એટલે આ
ફેરફારનો અભ્યાસ ફેરફાર માપવા. બે વસ્તુઓ છે: વિદ્યા અને અવિદ્યા. વિદ્યા નો એટલે ચેતના
નો અભ્યાસ અને અવિદ્યા એટલે વિશ્વનો અભ્યાસ; નાની બાબતો નો અભ્યાસ.
પ્ર: ગુરુજી,
મુક્તિ શું છે? લોકો તે શા માટે શોધે છે અને શેમાંથી મુક્તિ
મેળવવા ઇચ્છે છે?
શ્રી શ્રી રવિ
શંકર: ધારો કે તમને ૧૦ કલાક માટે ખુરશી પર બેસાડવામાં આવે, અને તમને આદેશ અપાય કે 'તમારે ખુરશી પરથી ઉભા નથી થવાનું.' તમે કહેશો, 'મહેરબાની કરો, મારા પગે ખાલી ચઢી છે. હું તે દૂર કરવા ઉભો થઇ
શકું?' તમે આ કહેશો કે
નહીં કહો? તે મુક્તિની શોધ
છે. તમે બાળકોને તેમની પરીક્ષા પૂરી થઇ તે દિવસે પૂછો 'તમને કેવું લાગે છે?' તેઓ ઘરે આવે છે, તેમના પુસ્તકો ફેંકીને, સોફા પર લાંબાં થઇને અને ટેલિવિઝન જોવા બેસે
છે. તમે કહેશો, 'તમને કેવું લાગે
છે?' તેઓ કહેશે, 'આહ! છૂટ્યા! પતી ગયું!' મુક્તિ એટલે એ લાગણી, 'થઇ ગયું! મારે જે કરવાનું હતુ તે મેં કરી
દિધું. હવે છુટ્ટા!' સંપૂર્ણ સંતોષ; સંપૂર્ણ સ્વતંત્રતા; વધુ કશું કરવાનું નથી; વધારે કશું કરવાની ફરજ પાડી ન શકાય. 'મારે જોઇતું હતું તે મેં હાંસલ કરી લીધું. મને અંદરથી
આઝાદી લાગે છે.'
મુક્તિ હંમેશા
બંધન સાથે જોડાયેલ છે. જ્યાં બંધન છે, ત્યાં તે બંધનમાંથી છૂટવું તે મુક્તિ છે. આપણે આપણા પોતાના મન, અને પોતાની ઇચ્છાઓ, અને રાગદ્વેષના કારણે જન્મ લઇએ છે. જ્યારે
રાગદ્વેષ જતા રહે પછી તમને અંદરથી સ્વાતંત્ર્ય અનુભવાય છે, સરળતા લાગે છે! દરેક વ્યક્તિએ જીવનમાં ક્યાંક
ને ક્યાંક અમુક અંશે મુક્તિ નો અનુભવ કર્યો છે. પરંતુ જ્યારે તે જીવન માં કાયમી
વાસ્તવિકતા બને, ત્યારે તમારી
સમગ્ર ઊર્જા બદલાય છે, અને કંઈ જ તમને
સંતાપી શકતું નથી. કોઇ તમારું સ્મિત છીનવી શકતું નથી. કોઇ તમને ઉશ્કેરી શકતું નથી.
કોઇ તમને ગુસ્સે કરી શકતું નથી. તમે સમજો છો હું શું કહુ છું? તમને ઉશ્કેરવા માટે કોઇ બટન બાકી નથી. નહિંતર,
જીવનભર નાની નાની વસ્તુઓ
આપણા બટન દબાવ્યે રાખે છે. ક્યાંક કશું ખોટુ થયુ અને વાત પતી ગઇ!
પ્ર: ગુરુજી,
મારો બોયફ્રેન્ડ ખૂબ
શંકાશીલ છે. મેં તેને આર્ટ ઓફ લિવિંગનો કોર્સ કરાવ્યો પરંતુ પછી તે ખૂબ શંકાશીલ
બની ગયો. પછી એક રાત્રે તેણે મને માર્યું, હું દૂર જતી રહીઅને એક મહિના માટે તેની સાથે વાત ન કરી.. હવે તે કહે છે,
તે દરરોજ ક્રિયા કરી પાછો
બદલાઈ ગયો છે. એ અહીં સાયલન્સ કોર્સ માં પણ છે. તે બદલાયો હોય તેમ લાગે છે. તે મને
બીજી તક આપવાનું કહે છે. મારે શું કરવું જોઈએ?
શ્રી શ્રી રવિ
શંકર: હા, તમારે ચોક્કસપણે
તેને તક આપવી જોઇએ, અને આ કોર્સથી
ખરેખર તફાવત પડશે. જુઓ બધામાં અચ્છાઇ છૂપાયેલી હોય છે. તણાવ અને અજ્ઞાનતા તે
અચ્છાઇ ને આવરી લે છે. તેથી, અહીં ખાલી અને
પોલા અને એ બધા ધ્યાન થી આપણે સારાઇ પરની ધૂળ ઉરાડીને તેને બહાર લાવીએ છીએ. તે
સ્ફૂરે છે.
પ્ર: કેવી રીતે મારા
પિતા ને તેમની નકારાત્મક લાગણીઓ નિયંત્રિત કરવાનું શીખવી શકું. હું કામ પર કેવી રીતે
તેમનો મિજાજ સ્વીકારી શકું, કારણ કે હું
તેમની સાથે કામ કરું છુ?
શ્રી શ્રી રવિ
શંકરઃ તે અઘરું છે. દરેક પેઢીની કામ કરવાની જુદી રીત હોય છે. તમારે તેમની સાથે
વાતચીત માં ઘણી ધીરજ અને કૌશલ્ય રાખવું જોઇશે. ક્યારેક જૂની પેઢીના લોકોને કામ
કેવી રીતે સોંપવું તે ખબર નથી. તેઓ સંપૂર્ણતા માં ખૂબ જ માને છે કે તેઓ પોતાની
મેળે તે બધું કરવા માંગે છે. તે યુવાન પેઢી માટે એક તકલીફ બની જાય છે. એક કામ કરો,
જ્યારે તેઓ નકારાત્મક બની
જાય, તમે શાંતિથી ત્યાંથી દૂર
જતા રહો. દલીલ ન કરો. દલીલ ત્યાં કામ નથી કરતી. તમે સાચી વાત કહેતા હશો, તો પણ તે નહીં સાંભળે. તે પોતાની જીદ પર રહેશે,
તેને નહીં છોડે. અઘરી વાત
છે, પરંતુ કુશળપૂર્વક તમે
તમારા વિચારો તેમની આગળ મૂકો. તમને કૌશલ્ય ની ઘણી જરૂર છે. અને મૌન ઉચ્ચતમ કૌશલ્ય
છે. જુઓ તમે મને પૂછશો, 'ગુરુજી, મારે શા માટે અહીં આવીને ત્રણ દિવસ માટે મૌન
રાખવું જોઈએ. એનો શું અર્થ છે? મને વાત કરવા દો.'
જ્યારે તમે ચૂપ રહો છો,
તો તમે કુશળતા ના સ્ત્રોત
સુધી પહોંચો છો અને તે કુશળતાને બહાર કાઢી શકો છો.
પ્ર: સંકલ્પ
વ્યક્ત થવાનું રહસ્ય શું છે? ધ્યાન દરમ્યાન
ક્યારેક મારું માથું આગળ મને છે અને ક્યારેક આખું શરીર આગળ મને છે, એ ઠીક છે કે હું મારી જાતને રોકીને ટટાર કર્યા
કરું?
શ્રી શ્રી રવિ
શંકર: શરૂઆતમાં સીધા બેસો અને પછી જવા દો. ધ્યાન માં જો તમારું માથું નીચે આવે,
અથવા તમારું શરીર નીચે
આવે તો વાંધો નહીં, તે ઠીક છે,
તે સારું છે.
હવે, કેવી રીતે વ્યક્ત થવું? જ્યારે તમે હેતુ વિચારો છો, તે ચોક્કસપણે વ્યક્ત થશે. એક હેતુ છે, તેના પર થોડું ધ્યાન આપો, પછી અભિવ્યક્ત થાય છે. આને સંકલ્પ કહેવામાં આવે
છે. તમે તમારા જીવનમાં શું માંગો છો? તમારા મનમાં તે પાકુ કરો અને તેના પર થોડો સંકલ્પ મૂકો. તેના માટે તડપો નહીં
કે તેને પકડી ન રાખો. સંકલ્પ કરીને મૂકી દો અને વિશ્રામ કરો. તે જરૂર વ્યક્ત થાય
છે. સંકલ્પ અને ઇચ્છા વચ્ચે તફાવત છે.
ઇચ્છા ને તમે પકડી
રાખો છો. ધારો કે તમારે અહીંથી ગોથેન્બર્ગ જવાનું છે, જો તમે કહ્યા કરશો કે 'મારે ગોથેન્બર્ગ જવાનું છે, મારે જવાનું છે, મારે જવાનું છે.' જ્યારે તમે તે તડપ સાથે ગાડી ચલાવશો તો તમે ગોથેન્બર્ગ
પહોંચવાને બદલે બીજે ક્યાંક પહોંચી જશો. પરંતુ જો તમે માત્ર એક હેતુ રાખો કે મારે ગોથેન્બર્ગ જવાનું છે અને બસ; પછી તમે ડ્રાઈવ કરશો, તમે અહીં અને ત્યાં રોકાશો, અને ફરીથી ચલાવશો, અને તમે પહોંચી જશો. આ હેતુ છે. ઇચ્છા એટલે સતત
તેના પર રહેવું, અને તે માત્ર
નિરાશા લાવે છે.
પ્ર: શા માટે તમે
નજીક હો ત્યારે અલગ લાગણીઓ થાય છે? હું શાંત અને તે
જ સમયે અસ્વસ્થ, પ્રેમાળ અને તે જ
સમયે શંકાશીલ બનુ છુ.
શ્રી શ્રી રવિ
શંકરઃ તે જ છે! માનવનું જીવન લાગણીઓનું એક ચગડોળ (રોલરકોસ્ટર) છે. આ તમામ લાગણીઓ
આવે છે. જ્યારે લાગણીઓ ઉપર જાય છે, તે હકારાત્મક છે
અને જ્યારે તે નીચે આવે છે તે નકારાત્મક છે. પરંતુ તે સારું છે તમને સમજાયું કે તે
બધી આવે છે અને જાય છે. તમે માત્ર એક સાક્ષી બનો.
પ્ર: કેવી રીતે
જાતને વધુ કાર્ય કરવા પ્રેરવી, માત્ર આયોજન અને
વાતચીત કરવાને બદલે?
શ્રી શ્રી રવિ
શંકરઃ સરસ, તો તમે નેતા છો,
તો તમે દોરો. એક નેતા
કાર્ય કરવા માંગે છે, માત્ર વાત કરવા નથી
માગતો. તેથી તમે ઉભા થાઓ અને દોરવણી શરૂ કરો. બધાને આગળ વધારો. લોકોને ટીમમાં
જોડાવા માટે પૂછો. જો તેઓ ન જોડાય, તો પછી તમે એકલા
ચાલવા લાગો. આ આપણી નીતિ હોવી જોઈએ - આપણે દરેકને સાથે ચાલવા કહો અને સાથે વધવા
કહો, પરંતુ ધારો કે કોઇ ન આવે
તો, ચિંતા ન કરો, તમે તમે એકલા નીકળી જાવ. પછી જ્યારે તમે અચાનક
પાછા વળીને જોશો તો દેખાશે કે ઘણા તમારી સાથે ચાલી રહ્યા છે.
પ્ર: તમે અમને
કર્મ વિશે કૃપા કરીને. થોડું શીખવશો અમે આ વિશે વધુ ઉંડાઇમાં ક્યાં વાંચી શકીએ?
શ્રી શ્રી રવિ
શંકરઃ કર્મ નો શું અર્થ થાય? તમે કર્મ વિશે
ખૂબ જ સાંભળ્યું છે.
કર્મ નો અર્થ
ક્રિયા (ઍક્શન) છે. ક્રિયાને ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય.
ભૂતકાળની ક્રિયાઓ
મનમાં છાપરૂપે (સંસ્કાર) છે, ભવિષ્યની ક્રિયાઓ
પણ છાપ છે અને વર્તમાન ક્રિયાઓ એ કર્મ છે જે હવે પરિણમે છે. શું તમે સમજો છો હું
શું કહુ છું? તેથી કર્મ
ભૂતકાળમાં ની છાપ છે, જે ભવિષ્યમાં સમાન
પરિસ્થિતિ ઉભી કરશે અને તે ભવિષ્યના કર્મ છે. અને વર્તમાનની ક્રિયા તમે જે કરી
રહ્યા છો તે તમારા મનમાં એક સંસ્કાર બનાવે છે અને તે ફરીથી કર્મ કહેવાય છે.
જો તમે 'એક સાચા સાધકને અંતરંગ નોંઘ' પુસ્તક જોશો તો, સૌથી પહેલી જ્ઞાન નોંધ મેં કર્મ પર રાખી છે.
અમુક કર્મ જે તમે બદલી શકો છો, અમુક ચોક્કસ
સંસ્કાર કે જે તમે બદલી શકતા નથી અને જે તમારે અનુભવવા પડે છે.
હું તમને એક સરળ
ઉદાહરણ આપીશ. તમારામાંથી કેટલાને સવારે સૌ પહેલા કોફી પીવાની આદત છે? કોફી ન પીઓ તો કેટલાને માથુ દુખે છે? (ઘણા તેમના હાથ ઊંચા કરે છે) જુઓ, આ કોફી કર્મ છે. તમે દરરોજ કોફી પીઓ છો તેનાથી
ચેતનામાં ચોક્કસ સંસ્કાર પડે છે, અને એક દિવસ જો
તમે કોફી નથી પીતા, તો તમને માથાનો દુખાવો
થાય છે. તે કોફી કર્મ છે. એમાંથી નીકળવાના બે રસ્તા છે. એક છે તમે કોફી પી લો અને
માથાનો દુખાવો દૂર થઇ જશે. અથવા, તમે તેનો
પ્રતિકાર કરો. તમે કહો 'ઠીક છે, જો પીડા થાય છે, તો થવા દો', અને તમે તે સહન કરો છો. તેથી બે કે ત્રણ દિવસ
માટે માથુ દુખશે અને પછી તે દુખવાનું બંધ થઇ જશે, કારણ કે કર્મ હંમેશા સમયથી મર્યાદિત છે (તે
સમયને અનુસરે છે).
ધારો કે તમને કોઈ
અકસ્માતનું કર્મ છે. તે માત્ર એ સમય ની મર્યાદામાં છે. જો તમે તે સમય પસાર કરી દેશો,
તો પછી તે ક્રિયા જતી
રહેશે. જેમ કે તમને સવારે કોફી ન પીવાથી માથાનો દુખાવો હોય, તો તે થોડા કલાકો માટે દુખશે, પછી તમે પાણી પીઓ, કશું ખાઓ અને તમે બીજુ કંઈક કામ કરો અને માથાનો
દુખાવો જતો રહે છે. તમે સમજ્યા? આ કર્મ વિશે વાત
કરવા માટે એક આદર્શ ઉદાહરણ છે.
એ જ રીતે જીવન
માં, અમુક ચોક્કસ વર્ષમાં તમે
ખૂબ અસ્વસ્થ રહો છો, અથવા તમે જે
કંઈપણ કરો છો, તેનાથી તમે ખુશ
નથી. બીજા એક ચોક્કસ સમયે તમે ખૂબ જ ખુશ રહો છો, ભલે ગમે તે કરી રહ્યા હો. તમને આવું થયું છે?
જો તમે અવલોકન કરશો તો એક
વર્ષ ના ચક્રમાં ફેબ્રુઆરી, અથવા ડિસેમ્બર કે
જાન્યુઆરી, અથવા કદાચ બીજા
સમય ના ચક્રમાં અમુક ચોક્કસ સપ્તાહ અથવા મહિનો, કે પખવાડિયામાં,
તમને નિરાશા લાગે છે. અને
વળી કોઇ બીજી સમયે તમારી ચેતના શક્તિ ઘણી ઊંચી છે, કારણ કે મન સમય, અને કર્મ, તેઓ બધા એક્બીજા સાથે સંકળાયેલા છે. તેથી તેવા
સમયે શું કરવું? કહેવાય છે,
ફક્ત આ જાણશો તો તમે
પોતાની જાતે તેની ઉપર જશો.
'ઓહ, આ ફેબ્રુઆરી છે, આ મહિને દર વર્ષે મને આવું થાય છે. વાંધો નહીં,
હું તેમાંથી પસાર થઇ જઇશ.
મને વધુ ધ્યાન સત્સંગ, અને ગાવાનું કરવા
દો.'યોગ કરવાથી, જ્ઞાન ની ચર્ચાઓ માં ભાગ લેવાથી, આ બધી ઊર્જા બદલાઇ જશે. આ બધું સમયથી ઉપર છે
અને તેથી સાધના - જેને સાચું ધન કહે છે - તમને આ સમય, સ્થળ અને કર્મ ની ઉપર લઈ જાય છે. એટલા માટે
સાધના કરવાથી કર્મમાં ઘટાડો કરી શકાય છે, સમયની હાનિકારક અસરો ને મિટાવી શકાય છે અને તમારી ચેતના ને ઉંચે લઇ જઇ શકાય
છે. તેથી તે સાધના કહેવાય છે..
પરંતુ તકલીફ એ છે
કે તમે તે સમયે તે કરવા નથી માંગતા! તમને જ્યારે તેની ખરેખર જરૂર છે ત્યારે જ તમે
તે કરવા નથી માંગતા. તે ખૂબ જટિલ છે. આ તેના જેવું છે, કોઇ બીમાર છે અને તે દવા લેવા નથી માંગતા.
કોઇને ખૂબ ઠંડી લાગે છે, અને તમે તેમને
કહો 'જુઓ, આ એક ખૂબ ગરમ ઊની જાકીટ છે.' અને તેઓ કહે છે, 'ના, મારે તે નથી પહેરવું, મને ઠંડી લાગે
છે.' પછી તમે તેમને શું કહેશો?
આ બરાબર તેના
જેવું છે. જ્યારે તમને ખરેખર તેની જરૂર હોય, તો તમારું મન તેનો પ્રતિકાર કરશે. તેથી આપણું
મન આપણો શ્રેષ્ઠ મિત્ર અને સૌથી ખરાબ દુશ્મન છે. તમારો બહાર કોઇ પણ દુશ્મન નથી,
જે છે તે બધું માત્ર અહીં
છે. તેથી તમારા મન સાથે સારી મિત્રતા કરો, અને તે જ આપણે અહીં કરી રહ્યા છીએ, તેને પોલીશ કરીએ છે.
પ્ર: હું આ પાથ
પર દસ વર્ષ કરતાં વધારે સમયથી છું અને હું ખૂબ ખુશ છું. વિચારુ છુ કે અમુક અવરોધો
જે ખરેખર લાંબા સમય સુધી ટકે છે તેનું શુંકરવું? મારા નીચેના ચક્રમાં ઊર્જા ઓછી છે. તેમાં ફેર
પડવાની શક્યતા ખરી?
શ્રી શ્રી રવિ
શંકર: હા, ચોક્કસપણે. જો
તમે ખુશ છો તો પછી વસ્તુઓ યોગ્ય દિશામાં જઇ રહી છે. નીચલા ચક્ર ને વધુ સક્રિય કરવા
વિશે ચિંતા કરશો નહીં. તમે તેને વધુ સક્રિય શા માટે કરવા માંગો છો? જસ્ટ રિલેક્ષ, કુદરતી રીતે તે થવા દો.
પ્ર: આપણે આર્ટ
ઓફ લિવિંગમાં બધું કરીએ છીએ, તેનો હેતુ શું છે
જાગીને આત્મજ્ઞાન મેળવવાનો, અથવા માત્ર સારું
ફીલ કરવાનો? વ્યક્તિગત રીતે,
હું જાગવા માંગુ છુ.
શ્રી શ્રી રવિ
શંકરઃ અહીં, સમુદ્ર જેવું છે,
બધું જ ઉપલબ્ધ છે. જો તમે
માત્ર કિનારે ફરવા માંગો છો, તો તમારું સ્વાગત
છે. જો તમે ઊંડા જઇને તેલ શોધવા માંગો છો, તો તે પણ ઉપલબ્ધ છે.
આ માર્ગ એક
સમુદ્ર જેવો છે, તમે મીઠું લઇ શકો
છો, તમે તેલ લઇ શકો છો,
તમે માછીમારી કરી શકો છો,
તમે લાખો વસ્તુઓ કરી શકો
છો. ચોક્કસપણે આત્મજ્ઞાન પણ અહીં છે. અને હું ખુશ છુ કે તમે તે માંગો છો. હું
ઇચ્છુ છુ કે લોકો તે માંગે, અને મને ગમ્યું
કે તમે તે માંગો છો; તમે અહીં આરામ માટે
જ નથી. ખૂબ સરસ.
ચાલો ચાલો,
આપણે ઘણી વસ્તુઓ કરવાની
છે.