Tuesday, 1 May 2012

ઓજસ – જીવનનો રસ

તમે એક બાળક હો ત્યારે તમને પ્રેમ આપવામાં આવે છે પરંતુ જ્યારે તમે મોટા થાઓ છો, ક્યાંક તો તમે તેને ગુમાવી દો છો, અને પછી તમે તેને મેળવવાનો પ્રયાસ કરો છો. તેના માટે તમારે ઉપર ચડવુ પડે છે. નાની બાબતોથી ઉપર જવું પડે છે. ત્યાંજ ખરો પ્રેમ છે. તેથી, જ્યારે તમે ઉપર ચડો છો, બધા રાગ અને દ્વેષથી ઉપર ઊઠો છો, અને જ્યારે તમે તેને પામો છો, કુદરત આનંદ મનાવે છે.

એજ કુદરત ને પ્રિય છે. તે તમારી સામે કંઈક મૂકે છે અને તે દૂર જાય છે, અને જ્યારે તમે તેને પકડવાનો પ્રયાસ કરો, પ્રકૃતિને આનંદ થાય છે.

સમગ્ર સંદેશ આ એક ઘટના માં છે. જુઓ, વિશ્વમાં ઘણા વ્યવસાયો છે, તો પછી તમે એક વ્યવસાય શા માટે પસંદ કરો છો? તમે ડૉક્ટર કે એન્જિનિયર શા માટે થવા માંગો છો? તમે ગમે તે પસંદ કરો, કોઇ ફરક નથી.

જો તમે તે એક વસ્તુ પકડવા આવો છો, એ પણ દૂર જતી રહેશે. તેથીતમે જેને પણ પકડવા માંગો છો, તે દૂર જાય છે કે જેથી તમે ઊંચા જઈ શકો. તમે સમજ્યા?

જ્યારે આપણે સુખ અને આનંદ પાછળ દોડીએ છે, તે આપણને નાની નાની ભૌતિક વસ્તુઓ માં મળતુ નથી, અને તે આપણા ભલા માટે જ છે. જો તમને તે મળી જાત, તો તમે ત્યાંજ રહી જાત, ખલાસ. જીવન નીરસ થઇ જાત. પરંતુ તમને તે ત્યાં મળતુ નથી, કે જેથી તમે ઊંચા જઈ શકો. જ્યારે તમે ઊંચે જાઓ છો જાઓ છો, પછી તમને તે મળે છે. આ ખૂબ સુંદર છે.

પ્ર: શું આનંદ અને ઓજસ એક જ છે?

શ્રી શ્રી રવિ શંકર: આનંદ અને ઓજસ જુદા છે.

ઓજસ તમારી ભીતર અમુક પ્રકાર ની ઊર્જા કે કંપન છે. જેમ સવારે તમે ખૂબ ગતિશીલ હો છો, અને પછી તમે કામ પર જાઓ છો અને થાકી જાઓ છો, અને સાંજે તમારામાં એટલી ઊર્જા નથી રહેતી, બરાબર? એજ રીતે, જ્યારે તમે પાંચે ઇન્દ્રિયો દ્વારા આનાંદ માણો, ત્રણ કલાક ટેલિવિઝન જુઓ, અથવા તમે ત્રણ કલાક માટે ફિલ્મ જુઓ અને બહાર આવો, તમારુ ઓજસ વપરાઇ જાય છે. જો તમે ખૂબ જ સાંભળો છો, અથવા ખૂબ ખાઓ છો, તમારું ઓજસ ચાલ્યું જાય છે. ખૂબ જ સેક્સ, અને ઓજસ સાવ જતું રહે છે. જ્યારે તમે પાંચ માંથી કોઈ પણ ઇંન્દ્રિય સાથે જોડાઓ છો, ઓજસ ક્ષીણ થાય છે. ઓજસ, યોગ્ય ખોરાક, આરામ અને અભિગમ મારફતે શરીર મા ફરી ઉભું કરી શકાય છે, પરંતુ મોટી ઉંમરે નહી. તમે ન કહી શકો તમે ૬૦ ની ઉંમરે તમારું ઓજસ ફરી ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તે અમુક વય પહેલાં જ થઈ શકે છે. જેમ કે, તમે અમુક ઉંમર પછી બહુ લવચિક (ક્લેક્સિબલ) ન બની શકો.

ઓજસ તમારા મા એક કંપન છે, ઉર્જા છે. આપણા શરીરમાં સાત ધાતુ છે અને તેમાંનુ એક ઓજસ છે. નાડી પરીક્ષણ વખતે તમે એ જોઈ શકો છો.

અમુક ઉંમર પછી, ટેસ્ટોસ્ટેરોન હોર્મોન (પુરુષોમાં બનતો એક અંતઃસ્ત્રાવ) રહેતો નથી; તે જ રીતે ઓજસ માટે, કહી શકાય કે, તે હોર્મોન્સ ને સંબંધિત છે. તમે તે હોર્મોન્સ એક ઉંમર પછી ન બનાવી શકો.

કિશોરાવસ્થા (ટીનેજ) દરમિન, ઓજસ મહત્તમ હોય છે, અને પછી જો સારી દિનચર્યા પાળો, અને સારો ખોરાક લેતા રહો, તો ઓજસ પ્રૌઢાવસ્થા સુધી ચાલુ રહે છે. અને પુખ્ત વય મા તમે તેને વધારી શકો અથવા સંપૂર્ણપણે દૂર કરી શકો છો. તે શક્ય છે. પરંતુ સાઠ અથવા સિત્તેર પછી, તમે કહી ન શકો, 'હવે હું મારા શરીરમાં ઓજસ લાવવા માંગુ છું?' તે શક્ય છે પરંતુ તે મુશ્કેલ છે.


પછી તેઓ તમને કાયાકલ્પ કરવા માટે સલાહ આપે છે, જે આયુર્વેદ મા એક ચિકિત્સા છે, જ્યાં ચાલીસ દિવસ માટે તમારે એક નાના રૂમની અંદર રહેવું પડે, જ્યાં સૂર્યપ્રકાશ પણ નથી જતો. તમારે એક વિશેષ પરેજી પાળવી પડે છે, અને તમને સૂર્યપ્રકાશમા બહાર આવવાની અનુમતિ નથી હોતી. લોકો ચાલીસ દિવસ પછી તદ્દન નવચૈતન્ય પામે છે. તે ગર્ભાશયમા ફરીથી હોવા જેવુ છે. જેમ બાળક નવ મહિના માટે ગર્ભાશયમા હોય છે, તેઓ તમને ચાલીસ દિવસ માટે કેટલીક આકરી ચિકિત્સા આપે છે. માત્ર ડૉક્ટર અંદર આવે છે અને તમને ચિકિત્સા, માલીશ, વગેરે આપે છે.