મોન્ટ્રીયલ આશ્રમ,
૮મી મે, ૨૦૧૨
પ્રાચીન સમયમાં
રાજા-મહારાજાઓ જેઓ સમાધિ માં બેસતા તેમનું પોષણ કરતા. તેમનું કામ દિવસમાં માત્ર થોડા
કલાકો માટે સમાધિ માં બેસી અને આજુબાજુ ના વાતાવરણમાં સુંદર સકારાત્મક સંવેદનાઓનો સંચાર કરવાનું હતું. તેઓ પુરોહીત
કહેવાતા - જેઓ સમાજ માટે, શહેર માટે સારું
અને લાભદાયી કાર્ય કરતા.
તેઓ દરરોજ
મંત્રોચ્ચાર કરતા, સમાધિ માં બેસતા
અને વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા. પરંતુ તે પછી લોકો ધીમેધીમે આ બધું
ભૂલી ગયા અને હવે તે સંપૂર્ણપણે ભૂલાઇ ગયું છે.
તમે ક્યારે આ
સમાધિ માં જઇ શકો? જ્યારે તમને કશા
પણ માટે તૃષ્ણા નથી; જ્યારે કોઇ
તૃષ્ણા નથી રહેતી, ત્યાર પછી સમાધિ
થાય છે.
પ્ર: પ્રિય
ગુરુજી, આ કિંમતી જ્ઞાનની
પરંપરા કે જેના અમે ભાગ છીએ, તેનું મૂળ શું છે?
અને કેટલા લાંબા સમય સુધી
તે ચાલુ રહેશે?
શ્રી શ્રી રવિ
શંકર: તે મૂળ વિષે મને ખબર નથી. તે હજારો વર્ષોથી છે. પાંચ, છ, કે દસ હજાર નહીં! તે હજારો વર્ષ થી છે; અમે નથી જાણતા. કોઇ નથી જાણતું. કદાચ ચેતના
જેટલી જૂની છે તેટલું.
પ્ર: જો હું
બ્રહ્મન્ છું, જો હું શાશ્વત
છું, જો હું અંદર થી સાવ મુક્ત
છું, જો હું શુદ્ધ ચેતના છું,
તો મને શા માટે તેનો
અનુભવ નથી અથવા જ્ઞાન નથી?
શ્રી શ્રી રવિ
શંકર: કારણ કે તમારું મન બાહ્યમુખી છે. તમે આ કરવા માંગો છો, તમે તે કરવા માંગો છો, તમે ભોગવિલાસ માંગો છો, તમે સારા સંબંધો ઇચ્છો છો, તમે ૧૦૧ વસ્તુઓ માંગો છો અને તમારું મન તે
બધામાં છે.
તમે અંદર કેવી
રીતે જશો? તમે તેનો અનુભવ
કેવી રીતે કરશો? તેથી જ્યારે તમે
તૃષ્ણાઓમાંથી મુક્ત થાઓ અને જ્યારે તમે કહો, 'મારે કંઇ જોઇતું નથી, મને પૂર્ણ સંતોષ છે', તો પછી તમે અંદર જશો.
બે પરિસ્થિતિઓ
માં તમે મારે કંઈ જોઇતું નથી તેવું કહો છો. એક તો તમે જ્યારે અત્યંત હતાશ હો 'મારે કશું જોઇતું નથી, મેં બધુ છોડી દીધું' તે કામ કરતું નથી. જ્યારે તમે કહો 'બહુ થયું, હું હવે વધારે સહન કરી શકતો નથી.' તો તે હતાશ મનોવસ્થા મદદ નહીં કરે.
જ્યારે તમે કહો,
'ઓહ, હું સંપૂર્ણ છું, મને બધું મળી ગયું, મારે કંઇ જોઇતું નથી.' તો એ મન નો રાજીપો અને કશી અયાચક અવસ્થા તમને
અંદર લઇ જાય છે.
આ વિચિત્ર
પરિસ્થિતિ છે કારણ કે જ્યારે તમે અંતર્મુખી બનો છો પછી તમે કહો છો, 'મારે કશું નથી જોઇતું.'
પરંતુ જ્યાં સુધી
તમે ના કહો , 'મારે કશું નથી
જોઇતું,' ત્યાં સુધી તમે
અંદર ન જઇ શકો. (શ્રી શ્રી હસે છે)
આ નો ઉકેલ તમારે
શોધવો પડશે, મને ખબર નથી કે
તમે આ કેવી રીતે કરશો. હું તો તમને ઘણી બધી યુકિતઓ અને ઉપાયો આપ્યા કરું છું,
આવું કરો, તેવું કરો, તે કરો અને તે કરો, પરંતુ મને ખબર નથી કે તમે તે કેવી રીતેકરશો.
(શ્રી શ્રી હસે છે)
તમારે તમારી
જાતને એ અવસ્થામાં લાવવાની છે જ્યારે તમે ખુશ રહો અને કહો કે, 'મારે કંઇ નથી જોઇતું. હું સંપૂર્ણ છું, હું સંતુષ્ટ છું.' પછી મન સ્વર્ગીય આનંદ માં ડૂબી જશે.
પ્ર: તમે કહ્યું
હતું કે હું તમારી સાથે છું. એનો અર્થ એ કે તમે મારા બધા વિચારો, ક્રિયાઓ, આશાઓ અને ભય બધું જાણો છો? તમે ખરેખર દિવસ રાત, ઘરે, બહાર બધે જ મારી સતત રહો છો? તે જાણવા થી આનંદ
થાય છે, અને મારે મારા
વિચારો અને ક્રિયાઓ પર બરાબર ધ્યાન આપવું પડશે.
શ્રી શ્રી રવિ
શંકર: તમે બધા ટ્રેડ સીક્રેટ્સ્ (વ્યાપારી રહસ્યો) શા માટે જાણવા માંગો છો?
હું તમને તે બધું નહીં
કહું. હા, ક્યારેક તમે જુઓ
છો અને કેટલીક વખત તમે તમારી આંખો બંધ કરો છો.
પ્ર: ઘણી દેશી
પરંપરાઓ માં સમારંભ દરમ્યાન ઉચ્ચ સ્તરની ચેતના પ્રાપ્ત કરવા ખાસ જડીબુટ્ટીઓનું સેવન
કરવાની પ્રથા છે. શું વેદાંત માં પણ તેવું જ છે? અને આ પ્રથા નુકસાનકારક છે કે લાભદાયી છે?
શ્રી શ્રી રવિ
શંકર: હા, આયુર્વેદ એક
વિજ્ઞાન છે, તેમાં ચોક્કસપણે
ઘણી મંત્ર ઔષધિઓ છે; કેટલીક ઔષધિઓ
મનને શાંત કરે છે, પરંતુ તેમના પર
નિર્ભરતા એ બંધન છે, તેથી વેદાંતમાં
તેનો નિષેધ છે.
આયુર્વેદ અને
યોગા, બંનેમાં ચોક્કસપણે એવી
જડીબુટ્ટીઓનો ઉલ્લેખ છે જે તમારા મનને શાંત પાડે છે અને ઊંડે સુધી લઇ જાય છે,
પરંતુ આ ઔષધો મોટા ભાગે
નશીલી દવાઓ, કે જે લોકો વાપરે
છે તે તમારા શરીર માટે નુકસાનકારક હોય છે. તેના ફાયદા કરતાં નુકસાન વધારે છે.
આ બધી નશીલી દવાઓ,
ક્યારેય નહીં! તે તમારા
શરીરનો તદ્દન નાશ કરે છે. તે થોડા સમય માટે તમારી ચેતનાને ઊંચે લઇ જાય છે જેથી
તમને લાગે છે કે તમે ભૌતિક વિશ્વમાંથી સૂક્ષ્મ વિશ્વમાં ગયા. પરંતુ મેં તેનો ક્યારેય
પ્રયાસ કર્યો નથી, ક્યારેય નહીં.
લોકો જે કહે છે
તે હું કહું છું, પણ હું તેની
ભલામણ નથી કરતો છે કારણ કે મેં આ લોકો ને જોયા છે જે ગાંજો અને અફીણ એ બધાનો ઉપયોગ
કરે છે; તેમનો ચહેરો જુઓ,
ત્યાં કોઈ આનંદ, કોઈ ચમક, કોઇ આભા કે કોઇ સંવેદના નથી. તેથી મને તેમાં
ક્યારેય રસ રસ પડ્યો નથી.
જો તમે કુંભ મેળા
માં જશો, તો તમને ઘણા
સાધુઓ જોવા મળશે જે હૂકો પીએ છે, ચરસ, અફીણનું સેવન કરે છે, પરંતુ તેમના ચહેરા જોઈને તમને તે જરાય પણ
આધ્યાત્મિક નહીં દેખાય. તેઓ આ દુનિયામાં શું ચાલી રહ્યું છે તેનાથી સંપૂર્ણપણે
બેખબર છે. તેઓ તેમની પોતાની જ દુનિયામાં છે. તેઓ આત્મજ્ઞાની છે તેવો એક્પણ સંકેત તમને
નહીં જોવા મળે. આ કમનસીબ છે.
હા, ભૂતકાળમાં, તેનો ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. જો
કોઈક ખૂબ કામવાસનાથી પીડાતું, અથવા કોઈકને ખૂબ
લોભ, અથવા ઈર્ષ્યા, થતા અથવા ચિત્તભ્રમ થઇ જતો, તો પછી ભૂતકાળમાં તેમને આ જડીબુટ્ટીઓ આપવામાં
આવતી જેથી તેમનું મન જે કોઇ મુશ્કેલીમાં ફસાયેલું હતું તેમાંથી હટી જતું, પરંતુ તેઓ ક્યારેય તેનો બહુ ઉપયોગ ન કરતા.
તાંત્રિક સેક્સ
નો પણ તે જ રીતે ઉપયોગ થતો, તે ફક્ત અત્યંત
કામાસક્ત મનુષ્યને ઉપચાર તરીકે આપવામાં આવતો હતો. તમે સમજો છો હું શું કહું છું?
કોઇના શરીરમાં
કેટલાક હોર્મોન્સનું અસંતુલન થતું તો તેઓ દિવસ અને રાત માત્ર સંભોગનો વિચાર કરતા, તે લોકો માટે આ ઉપચાર
કરાતો, પરંતુ એમ
કહેવાતું કે આ ઉપચાર ખાંડાની ધાર પર ચાલવા જેવો છે. તેથી માત્ર અનુભવી ગુરૂ તેમને
દિક્ષા આપતા અને તેમને ઉપચાર તરીકે તે શીખવાડતા.
અને તે પણ માત્ર
ટૂંકા સમય ગાળા માટે, કાયમ નહીં,
પરંતુ ૩ મહિના, ૬ મહિના અથવા ૧ વર્ષ, કે જે દરમ્યાન શરીરના બધા હોર્મોન્સ સંતુલિત
થતા. આ એક ખાસ જ્ઞાન તેઓ શીખવતા; પરંતુ તે સમગ્ર પરંપરા
હવે ખોવાઇ ગઇ છે.
પ્ર: મારા મનમાં
ઘણી વખત પ્રશ્ન ઉઠે છે કે ક્યારે મીડલ ઇસ્ટ (મધ્ય પૂર્વના દેશો) માં ઊંડી અને
કાયમી શાંતિ સ્થપાશે.
શ્રી શ્રી રવિ
શંકર: આપણે આશા રાખીએ કે તે આપણા જીવનકાળ દરમ્યાન બને. તાજેતરમાં આપણા ઇઝરાયેલના
આર્ટ ઓફ લિવિંગ શિક્ષકે ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું હતું. તેણીએ થોડુંક ભંડોળ
ઉઘરાવ્યું અને જર્મન આશ્રમમાં થોડીક પેલેસ્ટિનિયન મહિલાઓ અને થોડીક ઇઝરાયેલી
મહિલાઓને ભેગી કરી જે ખરેખર એકબીજાને ધિક્કારતા આવ્યા હતા. તેણીએ બધાને ત્યાં ભેગા
કર્યા, જેથી તેઓ ક્યાંય
દૂર ન જઇ શકે. તે પછી તેણીએ બધાને અંદરોઅંદર વાતચીત કરાવી. શરૂઆતમાં તેઓ એકબીજાને
મારવા તૈયાર હતા, તેઓ ઝઘડ્યા અને
દલીલો કરી, પણ થોડા સમય પછી
આખી વાત પલટાઇ ગઇ અને તેઓ હકારાત્મક બન્યા. અને આ વાત જર્મનીના બધા સમાચારપત્રો
માં એક મોટી વાર્તા તરીકે આવરી લેવામાં આવી હતી. ટેલિવિઝન વાળાઓએ પણ આ સ્ટોરી આવરી
અને જણાવ્યું હતું કે, 'જો એક સ્ત્રી,
એક આર્ટ લિવિંગની શિક્ષિકા
બંને સમુદાયો માંથી ઘણી સ્ત્રીઓને સાથે લાવી શક્યા હોત, તો હજી ત્યાં ઘણી આશા જીવંત છે.' લોકોને નજીક લાવવા તે જ એક ચાવી છે.
પ્ર: જો માણસે
જીવનમાં એક વસ્તુ માંગવાની હોય, તો તેણે શું
માંગવું જોઈએ?
શ્રી શ્રી રવિ
શંકર: તેણે માત્ર એક વસ્તુ શા માટે માંગવી જોઈએ? તેણે જોઇએ એટલી બધી વસ્તુઓ માંગવી જોઈએ. જ્યારે
તેને તરસ લાગે તેણે પાણી માંગવું જોઇએ, અને જો ભ્રસ્ત્રિકા કરવાનો હોય તો તે પહેલા ટીશ્યુ પેપર માંગવું જોઇએ. તેને
ભૂખ લાગે ત્યારે ખોરાક માંગવો જોઇએ. તમે તેની માંગને માત્ર એક જ વસ્તુ પૂરતી મર્યાદિત
શા માટે કરો છો?
આ વિશ્વ ઘણી બધી
વસ્તુઓથી પરિપૂર્ણ છે. ભગવાન માત્ર એક જ વસ્તુ શા માટે બનાવે અને તમને એટલામાંજ
રાખે?
કલ્પના કરો,
જો તમે તમારા જીવનમાં એક
જ વનસ્પતિ માંગી શકો, તો તમે શું માગશો?
ભીંડા? તમારી આખી જીંદગી ભીંડા ખાશો? કે પછી કેળા? તમે પાગલ થઇ જશો!
એવું શા માટે?
પૂછો અને જે માંગો તે
તમને આપવામાં આવશે. અને જ્યારે પણ, જેની પણ જરૂર
લાગે, તે સમયે તે માંગો અને આગળ
વધો. અને જ્યારે તમે પરિપૂર્ણ થઇ જાઓ ત્યારે કહો 'મારે કંઇ નથી જોઇતું, હું ખુશ છું.'
ઇચ્છાઓ તેની જાતે
જવી જોઇએ. તમે તેનો ત્યાગ નથી કરી શકતા. તમે તરસ્યા હો અને કહો કે, 'ના, મારે પાણી નથી જોઇતું' એવું તમે નથી કરી શકતા. તમે તરસ્યા હો તો તે
સમયે તમને પાણીની જરૂર છે.
કમનસીબે, જૈન પરંપરા માં એક રીવાજ છે જેનું હું અનુમોદન
નથી કરતો. તેઓ ખોરાક વગર શરીર છોડી દે છે.
તેઓ ઘણા દિવસો
સુધી ઉપવાસ કરે છે, લગભગ આત્મહત્યા
કરવાની જેમ જ. પથારીવશ સાધુ કહે છે, 'પાણી, પાણી, પાણી', કારણ કે તે આંતરિક અરજ છે, અને તેને આસપાસ
લોકો કહે છે, 'સાધુના શબ્દો
સાચા છે. આપણને ઘણું પાણી મળશે.' અને તેઓ તેને
પાણી નથી આપતા. ત્યાં ઉપર તમને મળશે, અહીં ના માંગતા, પાણી વગર મૃત્યુ
પામો. તે પોતે જ તેમને સૂચના આપે છે, 'હું બૂમો પાડીને માંગુ તો પણ મને પાણી ન આપતા.' આ તો જૂલમ છે. હવે આ
બધું ઘણું ઓછું થઇ ગયું છે પરંતુ હજુ પણ થોડા લોકો આમ કરે છે. આ ખૂબ જ ખોટું છે.
મહાવીરે ક્યારેય
નથી કહ્યું કે તમે પાણી વગર ઉપવાસ કરો અને આમ મૃત્યુ પામો. પરંતુ એક પંથ એવો છે જ્યાં
તેઓ આવું કરે છે. હિન્દુઓમાં પણ કેટલાક લોકો ધર્મ ના નામે પોતાની જાત ઉપર જૂલમ
ગુજારે છે. એક નાનો સંપ્રદાય છે જેમાં લોકો પોતાની જાતને અનેક રીતે કષ્ટ આપે છે.
બધા લોકો તેને સ્વિકારતા નથી.
ભગવદ્ ગીતા માં
ભગવાન કૃષ્ણ ખૂબ જ સ્પષ્ટ રીતે કહે છે, 'આ લોકો પોતાની જાતને કષ્ટ આપે છે, તેમને ખબર નથી હું તેમની અંદર છું. હું ત્યાં તેમની અંદર બેઠો છું, તેઓ મને જોઇ શકતા નથી, તેઓ મને ઓળખી શકતા નથી' તેઓ પોતાની જાત પર જૂલમ ગુજારે છે એ વ્યવહાર
તામસિક છે.
'કર્ષયન્ત શરીર
સ્થરીન ભૂત ગ્રામ અચેતસઃ મમ, ચૈવન્તઃ શરીર
સ્થમ તન વિદ્ધિ અસુર નિશ્ચયન્'
તેથી મધ્યમ માર્ગ
લો. એક બાજુ પર અહંકારી લોકો પોતાની જાત પર જૂલમ ગુજારે છે, અને બીજી બાજુ એવા લોકો છે જે શરીરના આરામ
સંબંધે મનોગ્રસિત છે.
તમે બેઠા છો;
તમારા પગ દુખેછે, ઠીક છે, દુખવા દો. તમને થોડું અહીં તહીં દુખશે તો તમે
મરી નહીં જાઓ. ભલે દુખે, તેવો નિર્ણય
કરીનેજો તમે બેસશો તો તમે જોશો કે દુખાવો અદૃશ્ય થઈ જાય છે.
જ્યારે તમે યોગ
કરો છો, ત્યારે ચોક્કસપણે
દુખાવો થાય છે. તમારું શરીર અહીં ખેંચાય છે અને ત્યાં સુધી લંબાય છે, અને પછી અહીં દુખે છે અને ત્યાં દુખે છે,
પરંતુ જો તમે ચાલુ રાખો
તો દુખાવો અદૃશ્ય થઈ જાય છે. તે જ રીતે જો તમે જીમ માં જઇને કસરત કરો તો એવું જ
થાય છે. બીજે દિવસે તમારા શરીરના બધા અંગો દુખે છે, ખરું કે નહીં? પરંતુ તમે તેને છોડી દેવાને બદલે ચાલુ રાખશો તો
અને પછી પીડા અદૃશ્ય થઈ જાય છે. તમે એક અથવા બે વાર કસરત કરો છો અને તમામ પીડા અને
દુખવાનું દૂર થઇ જાય છે.
તેથી, એક બાજુ એવા લોકો છે જે અહમ્ ના કારણે પોતાના
શરીર ને કષ્ટ આપે છે, બીજી બાજુ એવા
લોકો છે જે શરીરના આરામ સંબંધે મનોગ્રસિત છે. તે બંને ખોવાયેલા છે; તેઓ બંનેનો ઉધ્ધાર નહીં થાય. તો કોનો ઉધ્ધાર થશે?
તે જે મધ્યમ માર્ગ ને
અનુસરે છે, તે સોનાની લકીર
છે. ચોખ્ખું સમજાઇ ગયું?
તેથી ધ્યાન માટે
પણ, જે ઉપવાસ કરે છે તેનાથી
નહીં થાય, અને જે ખૂબ ખોરાક
ખાય છે તેનાથી પણ નહીં થાય; જે ખૂબ ઊંઘે છે
તેનાથી પણ નહીં થાય, અથવા જે જબરજસ્તી
જાગરણ કરે છે તેનાથી પણ નહી થાય. જે ખૂબ આળસુ લોકો છે તેમનાથી પણ નહીં થાય અને જે
ખૂબ વ્યસ્ત છે તેમનાથી પણ ધ્યાન નહીં થાય. આ કોઇ પણ અંતિમ માર્ગ કામ નહીં કરે.
તેના માટે મધ્યમ માર્ગ, મધ્યમ માર્ગ,
અને મધ્યમ માર્ગ જ હોવો
જોઇએ!
પ્ર: મને ડર છે
કે પૃથ્વી એક પરીક્ષા આપવાનું સ્થળ છે. જો તેમ હોય, તો મને કેવી રીતે ખબર પડે મારે કયા પાઠ શીખવાના
છે અને કયા કૌશલ્ય વિકસાવવાના છે? હું થાકી ગયો
છું. હજી કેટલું શીખવાનું બાકી છે?
શ્રી શ્રી રવિ
શંકર: બધું જ ભૂલી જાઓ. કોણ કહે છે કે તમારે પરીક્ષા આપવાની છે? હું તો કહીશ, તમારે કંઇ પણ શીખવાની જરૂર નથી, માત્ર ખાલી અને પોલા (હોલો એન્ડ એમ્પ્ટી) થાઓ.
મૃત્યુ બધું છોડાવી દે તે પહેલા બધું છોડી દો. તે જ (જીવનનું) રહસ્ય છે, અને ખુશ રહો!
આ વિશ્વમાં કોઈ
પૂર્ણતા નથી. આ વિશ્વ ખામીઓથી ભરેલું છે, માત્ર તે સ્વીકારો. તો તમે શાંતિથી જીવી શકશો. તમને સમજાય છે?
આ શરીર અને મન
દુનિયાનું છે. આત્મા તરીકે તમે સંપૂર્ણ છો. શરીર અને મન ના સંદર્ભમાં તમે અપૂર્ણ
છો.
તેથી, જો તમે તમારી જાતનું પરિક્ષણ કરશો તો તમને
પોતાનામાં જ ખામીઓ દેખાશે, અને જો તમે
વિશ્વનું પરિક્ષણ કરશો તો તમને ત્યાં પણ ખામીઓ દેખાશે. અને સામાન્ય રીતે તમે આ
ખામી થી તે ખામી એમ ફર્યા કરો છો. કાં તો તમે વિશ્વમાં ખામીઓ શોધશો અને તમને લાગશે
કે તમે સંપૂર્ણ છો, અથવા જો તમે
તમારામાં ખામીઓ જોશો, તો પછી તમને બીજા
બધા તમારા કરતાં વધુ સારા અને સંપૂર્ણ લાગશે, માત્ર તમે જ અપૂર્ણ દેખાશો અને તમે તમારી જાતને
દોષ આપવાનું શરૂ કરશો. તેથી તમે ક્યાં તો તમારી જાતને અથવા વિશ્વને દોષ આપવાની આ
રમતમાં રચ્યા રહેશો. સાધક માટે આ સૌથી ખરાબ બાબત છે; એમ કરવાનું બંધ કરો!
તમારી ખામીઓ
વિશ્વંભર ને સમર્પિત કરો અને કહો 'હું જેવો છું
તેવો તમારો છું, તમે ઇશ્વર છો,
તમે જ એક સંપૂર્ણ છો.'
તેથી તમારી અપૂર્ણતા તમે
કોઈકને આપો. 'હે મા ભગવતી,
તમે સંપૂર્ણ છો, હું મારી જાત તમને સમર્પિત કરું છું.'
જુઓ, તમે ફુટબોલ ના ખેલાડી હશો, તો તમે શું કરશો? એક ખેલાડી તેની ખામીઓ કોચ ને સમર્પિત કરે છે.
તમે કોચને કહો છો કે આટલી વસ્તુઓ તમને નથી આવડતી અને આ તમારી અપૂર્ણતા છે. પછી કોચ
કહે છે, 'સારુ, તમે ચિંતા ન કરો, હું તમને કહીશ શું કરવાનું તે.'
એ જ રીતે,
તમે તમારા ગુરુને તમારી
ખામીઓ સમર્પિત કરો 'ગુરુજી હું જેવો
છું તેવો, મારી ખામીઓ,
હું તમને સમર્પિત કરું
છું', અને પછી વિશ્રામ કરો.
તમારામાં રહેલું
મૌન, તમારા અંતરની શાંતિ એ બધી
જ કુશળતાની જનની છે. તે સંપૂર્ણતાની જનની છે. કાર્ય સંપૂર્ણતા ની જનની ક્યારેય નથી, કાર્યથી કુશળતા નથી આવતી. કુશળતા લાવે છે યોગ.
તમે જાણો છો તમારે યોગ શા માટે કરવો
જોઈએ? તમારે શાંત શા માટે
રહેવું જોઈએ? તમારે ધ્યાન શા
માટે કરવું જોઈએ?
તે તમારામાં
સંપૂર્ણ કુશળતા લાવે છે તે સંપૂર્ણતા અને ઉચ્ચ ગુણવત્તા નો આનંદ પણ લઈ આવે છે - આ ત્રણેય
ફાયદા.
આ વિશ્વને ભોગવવા
માટે પણ તમારે અંદર જવાની જરૂર છે, તમારે યોગ કરવાની
જરૂર છે. યોગ કાર્યમાં કુશળતા લાવે છે, યોગ તમારામાં રહેલ સંપૂર્ણતા બહાર લાવે છે અને યોગ તમારી પ્રતિભા બહાર લાવે છે,
અને સાથે તમને વધુ સારી
સુખસગવડ અને ઉપભોગ નો આનંદ આપે છે.
પ્ર: આ સાયલન્સ
કોર્સ કરવાનો અને જીવનના સત્ય વિશે અભ્યાસ કરવાનો તે ઘણું સરસ છે. જ્યારે અમે વાસ્તવિક
દુનિયામાં પાછા જઇશું એટલે બધા દબાણ અને નકારાત્મકતા અમને ફરીથી ઘેરી લેશે,
તેનો સામનો કેવી રીતે
કરવો?
શ્રી શ્રી રવિ
શંકર: ખરેખર તો આ વાસ્તવિક દુનિયા છે. તમે તેને જુદી રીતે વિચારો.
આ વાસ્તવિક
દુનિયા છે અને જ્યારે તમે ત્યાં જાઓ, તે તો ફક્ત તમારી મુલાકાત છે. તે તમારું પ્રતીક્ષાલય (ટ્રાન્ઝીટ લાઉંજ) છે અને આ તમારું ઘર છે.
તમને આદિ
શંકરાચાર્યે ભજ ગોવિંદમ્ માં શું કહ્યું હતું તે ખબર છે? તેમણે કહ્યું હતું કે, ' સૂરમંદિરતરૂમૂલનિવાસઃ શૈયા ભૂતલમજિનમ્ વાસઃ
સર્વપરિગ્રહઃ ભોગત્યાગઃ કસ્ય સુખમ્ ન કરોતિ વિરાગઃ, ભજ ગોવિંદમ્ ભજ ગોવિંદમ્ '
તે ખૂબ સુંદર છે,
તે કહે છે - મારું મૂળ ઘર
ત્યાં છે, મારું અસલી ઘર
ત્યાં છે, અને અહીં,
હું ફરવા આવ્યો છું,
માત્ર થોડો આરામ કરવા
આવ્યો છું.
તેથી જાણો કે આ
વાસ્તવિક વસ્તુઓ છે અને આ જ વાસ્તવિકતા છે. તમે વિશ્વમાં પાછા જશો એટલે ચોક્કસપણે
અમુક નકારાત્મકતા આવશે. તે તેમ જ છે, અને તમારે થોડી હકારાત્મકતા લાવવાની છે! તમારું કામ થોડી હકારાત્મકતા લાવવાનું
છે; ત્યાં ખોવાઇ ના જતા;
એટલા માટેજ તમે અહીં આવો
છો અને પાછા જાઓ છો.
આપણે આ બધા
આશ્રમો કેમ બનાવી રહ્યા છીએ? આપણે ફક્ત એક જ
જગ્યાએ રહી શક્યા હોત. હું શા માટે વિશ્વભરનો પ્રવાસ કરું છું? તમે જાણો છો આ મારું એક મહિનામાં ૧૮મુ કે ૧૯મુ
શહેર છે. આ હું ૧૨મા દેશ ની મુલાકાતે છું. હું બધે શા માટે ફરું છું? મને જરૂરી લાગે છે કે આપણે આવા દિવાદાંડી જેવા
સ્થળો બનાવીએ, જ્યાં લોકો આવે
છે અને તેમની આંતરિક શાંતિ શોધી શકે. તેથી આપણે બધે કેન્દ્રો બનાવીએ છીએ અને દરેક જગ્યાએ
સત્સંગ કરીએ છે. જો તમારા વિસ્તારમાં ન હોય તો પછી એક શરૂ કરો!
આ બધા પેટ્રૉલ
પંપ જેવા છે; તમને પેટ્રૉલ
પંપની જરૂર પડે છે કારણ કે દરેક જગ્યાએ લોકોનું પેટ્રૉલ ખલાસ થઇ જાય છે. પછી તેમની
ગાડી ઉભી રહી જાય છે. તેથી સત્સંગ કેન્દ્રો પેટ્રૉલ પંપ છે, જાઓ અને ઉર્જા ભરી લો, પોતાને ફરીથી ચાર્જ કરી દો. તમે રડી શકતા નથી 'ઓહ મેં મારું પેટ્રૉલ અહીં ભર્યું હતું અને હવે
તે ખાલી થઇ ગયુ, હું શું કરી શકું?'
તે ખાલી થઇ ગયુ કારણ કે
તે તેની પ્રકૃતિ છે; તેને ફરીથી ભરો.
આ જ સમયે,
તમે પેટ્રૉલ પંપમાં નથી
જીવી શક્તા. સમજી ગયા? તેથી હું જે લોકો
આશ્રમમાં રહેછે અથવા જેઓ ખૂબ લાંબા સમય સુધી એક જગ્યાએ રહેતા હોય છે તેમને કહુ છું
કેતેઓ ફરતા રહે. હું તેમને બધે ફરીને તેમનું જ્ઞાન વહેંચવાનું જણાવું છું. જ્યારે
તેઓ જ્ઞાનની વહેંચણી શરૂ કરશે તો તેમની ખુશી વધશે. જો તેઓ એક જ જગ્યાએ બધો સમય
રહેશે તો પછી તેઓ કંટાળી જશે. એક ઉંમર આવે છે જ્યારે તમે મુસાફરી નથી કરી શકતા,
અને તમે સંતુષ્ટ અને
પૂર્ણ છો, તો પછી તે ઠીક
છે.