Sunday, 6 May 2012

બુદ્ધ પૂર્ણિમા પર શ્રી શ્રી

મોન્ટ્રીઆલ, કેનેડા - ૬ મે, ૨૦૧૨

આજે બુદ્ધ પૂર્ણિમા નો દિવસ છે. આ દિવસે બુદ્ધ નો જન્મ થયો હતો. આ જ દિવસે તે પ્રબુદ્ધ બન્યા, નિર્વાણ પ્રાપ્ત કર્યુ અને મૃત્યુ પણ પામ્યા.

આજે, એવું લાગે છે કે ચંદ્ર, અન્ય પૂનમ ના દિવસો કરતાં ૨૦% મોટો છે. તે ખૂબ જ મોટો ચંદ્ર છે. તેથી તમારે આજે ચંદ્રોદય જોવો જોઈએ.

દરેક માં થોડા ઘણા અંશે બુદ્વ છે, અને તે બુદ્ધ સિદ્ધાર્થ સ્વરૂપમાં છે.

શું તમને ખબર છે કે સિદ્ધાર્થ કોણ છે? બુદ્ધ, બુદ્ધ બન્યા તે પહેલા સિદ્ધાર્થ હતા. તેઓ શોધમાં ખોવાઇ ગયેલા. તેમણે બધો જ પ્રયાસ કરી જોયો પરંતુ તેઓ શોધી ન શક્યા, પણ તેમને જાણવા ની ધગશ હતી.

તેમણે કહ્યુ હતું કે, 'આ સંસાર દુ:ખ છે અને મારે દુ:ખ થી દૂર થવુ છે.' સિદ્ધાર્થ સમજી ગયા હતા કે બધે જ દુ:ખ છે, પરંતુ તેમને મુક્તિના રસ્તાની ખબર ન હતી.

બધાની અંદર થોડા અંશે બુદ્ધ છે. તેને ફક્ત જાગૃત કરવાની જરૂર છે.

બુદ્ધે દરેક પ્રકારના પ્રયાસ કરી જોયા. તેમણે દરેક જગ્યાએ પ્રયાસ કર્યા, તેમણે અલગ અલગ પદ્ધતિઓ અપનાવી જોઈ, પરંતુ કશું જ કામ ના આવ્યુ. કારણ કે આ બધુ કરતી વખતે તેમનુ મન બહિર્મુખ હતુ. અને જ્યારે તેઓ આ બધાથી થાકી ગયા, કંટાળી ગયા, બધા પ્રયત્નો છોડી દીધા, તે જ ક્ષણે તેઓ પ્રબુદ્ધ બન્યા. વાત આટલી જ છે.

જ્યારે તેઓ પરિશ્રમ કરી કરી ને થાકી ગયા, તેમણે કહ્યુ, 'સારુ, હવે મને આરામ કરવા દો. હું હાર માનુ છુ. 'તેમણે હાર માની, તેઓ બેઠા, તેમનુ મન અંતર્મુખ થયુ અને પછી તેઓ બુદ્ધ બન્યા.

તેથી મન ને અંતર્મુખ બનાવો.

કમનસીબે બુદ્ધ ને કોઇ ગુરુ ના મળ્યા. તે સમયે તેઓ ને કોઇ ગુરુ ના મળ્યા. પરંતુ આદિ શંકારાચાર્ય ને ગુરુ હતા. તેથી તેઓ ગુરુ ને મળ્યા અને પથ ઘણો સરળ બની ગયો. તેઓ બેસી ને સમાધિ માં જઈ શક્તા હતા.પરંતુ બુદ્ધ માટે સમાધિ અને ધ્યાન શક્ય ન હતા. તેમને માટે આ મુશ્કેલ હતુ. તેથી તેમણે ઉપવાસ કર્યા. કોઇકે તેમને ઉપવાસ કરવા કહ્યુ અને તેમણે ઉપવાસ કર્યા, તેઓ શાહી કુટુંબ ના હતા, રાજા હતા. એટલે તેમને સમર્પણ, ભક્તિ કે સહજતા વિશે ખબર ન હતી. ફક્ત કરવાની અને કરવાની વાત જ તેમણે સાંભળી હતી અને જાણી હતી. તેમની તાલીમ આવી જ હતી. અને આમ તેમનો મહાન અહમ અને વિશેષ કર્તાભાવ તેમને વર્ષો સુધી ભટકાવતો રહ્યો. 

અંતે તેમણે હાર માની અને તેઓ પ્રબુદ્ધ બન્યા. બુદ્ધ ની આટલી વાત છે.

તમારી અંદર રહેલુ મન છોડી દેવાની તેમજ હાર માનવાની વ્રુત્તિ ધરાવતુ નથી, તે હંમેશા મારે કરવુ છે અને હુ બધુ જ પ્રાપ્ત કરી લઈશ ની રમત રમ્યા કરે છે.


જ્યારે તમે જુઓ છો, કે શું પ્રાપ્ત કરવુ છે, ત્યારે તમે બધુ છોડી દો છો, સમર્પણ કરો છો, સહજ બનો છો અને ત્યારે ધ્યાન થાય છે. તમને ખબર છે, આ એક આયુર્વેદિક મસાજ ટેબલ પર જવા જેવુ છે, તમે ફક્ત ટેબલ પર જાઓ અને પછી તમારે કઈ જ કરવા નુ રહેતુ નથી. બધું તમારા માટે કરવામાં આવે છે; ધ્યાન પણ તમારા માટે કરવામાં આવશે. તમે ફક્ત બેસો અને ધ્યાન થશે.