પ્રશ્ન: ત્યાગ અને સંન્યાસ વચ્ચે શું તફાવત છે?
શ્રી શ્રી રવિ શંકર:
ત્યાગ એટલે છોડી દેવું, અને સંન્યાસનો અર્થ છે સ્થિતપ્રજ્ઞ અને વિરાગી. ન્યાસ એટલે કેન્દ્ર, વ્યાસ એટલે પરિધિ અને સંન્યાસ એટલે બધો વખત કેન્દ્રિત રહેવું.
પ્ર: અવકાશ અને સમય વચ્ચે શું તફાવત છે?
શ્રી શ્રી રવિ શંકર:
અવકાશ એટલે બે પદાર્થો વચ્ચેનું અંતર અને સમય એટલે બે ઘટનાઓ વચ્ચેનું અંતર, અને તે બંને બદલાતા રહે છે. ત્રણ પ્રકારના અવકાશ છે - , ચિત્તાકાશ, ચિદાકાશ અને ભૂતાકાશ.
ભૂતાકાશ બાહ્ય અવકાશ છે, ચેતનાનું અવકાશ છે, અને તે બદલાય છે. ચિત્તાકાશ પણ બદલાય છે, પણ ચિદાકાશ ક્યારેય બદલાતું નથી. ઘણા સિદ્ધાંતો છે પરંતુ આપણે ધણું ઓછું જાણીએ છીએ. એ જાણો કે આપણે સમય બદલી શકીએ છીએ. સમયની સાથે તમે બદલાઓ અને તમે સમય બદલો, પરંતુ તમને સમય તમને બદલે તેની રાહ ન જુઓ.