Sunday, 6 August 2017

રક્ષા બંધન

આ પૂર્ણિમા ઋષિઓ ને સમર્પિત છે. તેને રક્ષાબંધન પણ કહેવાય છે. એક એવું બંધન, જે તમને રક્ષણ આપે છે - તમારું જ્ઞાન સાથેનું, ગુરુ સાથેનું, સત્ય સાથેનું, અને સ્વ સાથેનું બંધન જે તમારી રક્ષા કરે છે. તમને બાંધેલું દોરડું કાં તો તમારું રક્ષણ કરે છે કાં તો તમને ગુંગળાવીને મારી નાખે છે. નાનું મન અને દુન્યવી વસ્તુઓ તમને ગુંગળાવે છે. વિરાટ મન અથવા જ્ઞાન તમને બચાવે છે. રક્ષા બંધન તે એવું બંધન છે જે તમને બચાવે છે.

તમે સત્સંગ સાથે બંધનથી બંધાયેલા છો - તમારા ગુરુ સાથે બંધન, સત્‌ સાથે, ૠષિઓના પ્રાચીન જ્ઞાન સાથેનું બંધન તમને તારે છે.

બંધન તમને બાંધે છે અને બંધન જીવનમાં આવશ્યક છે. આ દૈવી બંધન તમને જીવનના નાના બંધનોથી મુક્ત કરશે!