Thursday, 15 December 2011

મારા મન અને મારી બુદ્ધિમાં દિવ્યતા જાગૃત થાઓ


૧૫ ડિસેમ્બર ૨૦૧૧

પ્ર: ગુરુજી, અગાઉના દિવસોમાં ગાયત્રી મંત્ર ની દિક્ષા બહુ મોટી વાત ગણાતી. આજકાલ, તો બધે એ મંત્ર સાંભળવા મળે છે.

શ્રી શ્રી રવિ શંકર: જ્યારે તમે કોઇ મંત્રદિક્ષા લો છો, જેમ કે તમે સહજ મંત્ર લો છો, તમે મંત્રને ગુપ્ત રાખો છો. 'ૐ નમ: શિવાય' જ્યારે સત્સંગમાં ગવાય છે ત્યારે તેનું અલગ મહત્વ છે. પરંતુ, જ્યારે તે તમને મંત્ર તરીકે દિક્ષા મા આપવામા આવે છે, ત્યારે તે અતિપવિત્ર ગણાય છે, તેથી તમે તે ગુપ્ત રાખો છો. આજકાલ મંત્રો સાથે તે અભિગમ છે.

ભારત માં જૂના જમાના થી ગુપ્તતા અને પવિત્રતા સાથે જોડાયેલા હતા. કંઈપણ જે ગુપ્ત રાખવામાં આવે છે તે પવિત્ર વસ્તુ ગણવામાં આવે છે, જે પશ્ચિમ દેશોના વિચાર થી તદ્દન વિરુદ્ધ છે.

પશ્ચિમ માં શરમજનક વાતો હંમેશા ગુપ્ત રાખવામાં આવતી હતી. ભારતમાં તમારી નબળાઈઓ હંમેશા ખુલ્લામાં રાખવા આવે છે. તમને ખેદ થાય તેવી વાત ને તમારા માતા-પિતા, ગુરુ, કે મિત્ર ની સામે ખુલ્લી રાખશો. જૂઠાણું ક્યારેય પણ ગુપ્ત રખાતુ ન હતુ, એ ખુલ્લુ રહેતુ. તેથી ગુપ્ત હંમેશા પવિત્ર ગણાતુ અને પવિત્રતા ખૂબ મોટો ગુણ માનવામાં આવે છે. પશ્ચિમમાં પવિત્ર વસ્તુ ક્યારેય ગુપ્ત ન રાખવામાં આવતી. પણ તમારા જીવન માં શરમજનક વસ્તુઓ હંમેશા ગુપ્ત રાખવામાં આવતી. જો તમે કશું ગુપ્ત રાખો છો, એનો અર્થ એ કે તમે કંઈક છૂપાવો છો, અને તમે સત્યથી ઘણા દૂર છો.

પરંતુ અહીં ભારતમાં, જ્યારે તમે કંઈક ગુપ્ત રાખો ત્યારે તમે સત્યની નજીક છો. આ બે ગુપ્તતા તરફ ખૂબ જ અલગ અલગ અભિગમ છે. પશ્ચિમ માં ગુપ્તતા કપટ, વિશ્વાસઘાત, અસત્ય, ચાલાકી અને અપ્રમાણિકતા ના લક્ષણો છે.

ભારતમાં જે કંઇ પણ ગુપ્ત છે તે આદરયુક્ત છે, પવિત્ર છે, વ્યક્તિગત છે, ઘનિષ્ઠ છે, પ્રેમ છે અને અનંત સાથે જોડાયેલ દિવ્યતા છે. અહીં ગુપ્તતાના આ લક્ષણો છે. તેથી મંત્રો ગુપ્ત રીતે આપવામાં આવે છે.

જ્યારે ગાયત્રી મંત્ર આપવામાં આવે છે, ત્યારે પિતા, બાળક અને ગુરુ ત્રણેનું માથુ એક ધાબળા થી ઢાંકે છે અને પછી બાળકના જમણા કાન માં ગુપ્ત મંત્ર આપવામાં આવે છે. અને મંત્ર છે: મારા મનમાં અને મારી બુદ્ધિમાં અનંત દિવ્યતા નો ઉદય થાઓ. આ રીતે મંત્રો ખૂબ ગુપ્ત રીતે આપવામાં આવે છે. તે દિવસોમાં લોકોને ગાયત્રી મંત્ર ન આપવામાં આવતો કારણ કે તે ખૂબ જ શક્તિશાળી છે.

લોકોને લાગતુ કે મંત્ર ખૂબ જ શક્તિશાળી છે અને જો બધા શક્તિશાળી બની જશે તો શાસક રાજાઓ નબળા બની રહેશે.

તેઓ તેને સ્ત્રીઓને પણ આપવાનું ટાળતા. તે પુરુષ પ્રભુત્વ સમાજ હતો અને પુરુષોને બીક લાગતી કે જો સ્ત્રીઓ ગાયત્રી મંત્ર નો જાપ કરશે તો તેઓને જ્ઞાનપ્રાપ્તિ થશે અને તેમને સંપૂર્ણતા વહેલા મળી જશે. તેઓ વિચારતા, 'આમ પણ ઘરમાં મુશ્કેલી છે; જો તે મને શ્રાપ આપશે, તો હું બધું ગુમાવી દઇશ.' આ ખોટી વાત છે, શરૂઆતમાં આમ ન હતુ. ભયને કારણે પુરૂષોએ સ્ત્રીઓને મંત્ર જાપથી દૂર રાખી. પરંતુ આજકાલ, સ્ત્રીઓ જાગૃત અને સજગ છે.

મંત્ર જાપ દરેક જણ કરી શકે છે. કેટલાક હજારો વર્ષો પહેલા પુરુષો એ આ પરંપરા ભારતમાં શરૂ કરી, તે પહેલા તે ન હતી. પુરુષો અને સ્ત્રીઓના સમાન અધિકારો હતા. પરંતુ પાછળથી પંડિતો, રાજાઓ અને મંત્રીઓએ ભેગા મળીને નિર્ણય લીધો, કે ફક્ત પુરૂષો ને જ મંત્રો જપવાનો અધિકાર છે. આ હવે ભૂતકાળ ની વાત છે.


તેથી જ્યારે તમને સહજ મંત્ર આપવામાં આવે, તેને ગુપ્ત રાખજો, પરંતુ તમે અન્ય મંત્રો મોટેથી ગાઇ શકો છો. બીજા મંત્રો મોટેથી જપવામાં કોઈ નુકસાન નથી.