Sunday, 11 December 2011

યાદ રાખો કે વર્તમાન ક્ષણમાં તમે નિર્દોષ છે

૧૧ ડિસેમ્બર  ૨૦૧૧

પ્રઃ જ્ઞાન ના માર્ગ પર ઇચ્છાપૂર્તિ ની શું સીમા છે તે કેમ જાણવું?

શ્રી શ્રી રવિ શંકર: મન જ્યાં જાય, તે તેનું અધિકારક્ષેત્ર છે. જ્યારે કોઇ ઈચ્છા પૂર્ણ થાય, ત્યારે મન તેનાથી દૂર જાય છે. ઉદાહરણ તરીકે, જો તમને એક છત્રી જોઇએ છે, તો તે તમારી ઇચ્છા નો વિસ્તાર છે. એકવાર તમને છત્રી મળી, પછી તમે છત્રી વિશે વિચારશો? જ્યાં સુધી છત્રી ન મળે, ત્યાં સુધી મન તેના માટે તલસે છે. એકવાર વસ્તુ મળી થઈ, કે મન તેનાથી દૂર ખસી જાય છે. આ મનનું એક કુદરતી વલણ છે. આથી મન એક ઇચ્છા થી બીજી ઇચ્છા તરફ ભટક્યા કરે છે. જ્ઞાન ના માર્ગ માં, આપણા માટે જરૂરી વસ્તુઓ પોતાની મેળે આપણી પાસે આવશે.

પ્રઃ કહે છે કે ગુરુ બધાનો કચરો એકઠો કરે છે. અમે તમને અમારા વિચારો, લાગણીઓ, અને ચિંતાઓ આપીએ  છીએ. તમે તેનું શું કરો છો? તમે કેમ છો?

શ્રી શ્રી રવિ શંકર: ગુરુ ખરેખર કચરો એકઠો નથી કરતા. ગુરુ તો અજ્ઞાનતા નો કચરો દૂર કરે છે. હવે, હું કચરા નુ શું કરુ છુ તેની ચિંતા કેમ કરો છો? મને તે આપી દો અને ખુશ રહો. મને ખબર છે તેનુ શું કરવાનુ તે! હું તમને કેવો દેખાઉ છું? બરાબર છું ને?

પ્રઃ જો સરકાર પૂછે તો તમે તેમના સલાહકાર બની સલાહ આપશો?

શ્રી શ્રી રવિ શંકર: હા, તમે બધા સાથે મળીને એવી સરકારની રચના કરો. હું તો સલાહ આપ્યા કરતો હોઊ છું, પરંતુ કેટલાક લોકો તેને તુરંત સાંભળતા નથી, થોડા સમય પછી સાંભળે છે. તે પણ ઠીક છે.

પ્રઃ આર્ટ ઓફ લિવિંગ ના પ્રતિક ચિન્હમાં ઉગતો સૂરજ અને બે હંસ છે તેનો અર્થ શું છે?

શ્રી શ્રી રવિ શંકર: જ્યારે વિશાલક્ષી મંડપનું બાંધકામ ચાલુ હતુ ત્યારેબન્યું એવું કે મુંબઇ માં સત્સંગ માં હંસ હતા, તેકોઇએ મુંબઇ થી હંસ લાવી તેને અહીં રાખી દીધા. હવે, જ્યાં હંસ હોય, ત્યાં પાણી જરૂરી છે, જેથી અમે એક ફુવારો બાંધ્યો. પછી બીજુ કોઈ નન્દી (બળદ) લઇ આવ્યા. તેને અમેરિકાના મંદિર માટે મંગાવ્યા હતા પણ કોઇ કારણવશ તેને ત્યાં મોકલી ન શક્યા. તેથી તે અહીં લાવવામાં આવ્યા.

વળી કોઇ એક ગરુડ (ઇગલ) લઇ આવ્યા. તે એક ટન વજનનું ગરુડ ઇન્ડોનેશિયા થી લાવ્યા છે.
મને થોડા સમય પહેલા જ સમજાયું કે ત્રણેવાહનો આપોઆપ ગુરુ પીઠની સામે આવી ગયા. આ
ઇશ્વરેચ્છાને કારણે થયું છે, અન્યથા અહીં કોઇ એક હંસ લાવવા શા માટે ઇચ્છે? આનો અર્થ છે કે ગુરુ
તત્વ  જળ, જમીન, અથવા હવા દ્વારા મુસાફરી કરી તમારા સુધી પહોંચે છે અને તમારું રક્ષણ કરી
શકે છે. તમારા જીવન માં જે રૂપાંતર જરૂરી છે તે શક્ય છે. કોઈ તેમને કારણ વગર અહીં નથી લાવ્યા.
તેની પાછળ એક કારણ છે. અમે આ બધા અહીં લાવવાનું ક્યારેય વિચાર્યું ન હતું. બધા જાતે જ એક
પછી એક  આવવાનું શરૂ કર્યું. એનો અર્થ એ કે આ ગુરુપીઠ માં સત્ય છે.

પ્રઃ મને હંમેશા નકારાત્મક વિચારો  આવે છે. ગમે તેટલા પ્રયત્ન કરવા છતા તે વધ્યા કરે છે.

શ્રી શ્રી રવિ શંકર: હવે તમને સમજાયું કે જો તમે તેમને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશો તો તે વધ્યા કરશે. તેમને રોકવાનો પ્રયત્ન કરશો નહિં. તેમનો સ્વિકાર કરો.

પ્ર: આજકાલ છૂટાછેડા નો દર વધ્યો છે. સંબંધોની સંગતતા જાળવવા માટે તમારી શું સલાહ છે?

શ્રી શ્રી રવિ શંકર: દરેકે આર્ટ ઓફ લિવિંગ નો કોર્સ કરવો જોઇએ. પતિ પત્નિ એ સાથે કોર્સ કરવો  જોઈએ. માત્ર એકવાર નહીં પરંતુ ઓછામાં ઓછા દર 3 મહિને અથવા ૬ મહિને. તમે અવલોકન કરશે કે બધી કડવાશ દૂર થશે અને સેવા નો અભિગમ ઉદભવશે. જો તેઓ સેવા અને ઉત્સવ માં વ્યસ્ત રહેશે તો લડવાનો સમય કયારે મળશે?

પ્રઃ ગુરુજી, કૃપા કરીને તમે કર્મ યોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ વિશે વાત કરશો? અમે કયો માર્ગ પસંદ કરીએ ?

શ્રી શ્રી રવિ શંકર: તમને કયો માર્ગ પસંદ છે? (જવાબ: ભક્તિ) તમને કેવી રીતે ખબર કે તમને ભક્તિ માર્ગ પસંદ છે? જ્ઞાન દ્વારા. હવે એક વાર તમે જાણતા થાઓ કે કયો માર્ગ પસંદ છે, પછી તમે શાંત બેસી રહેશો? તમે તેને મેળવવા પ્રયત્ન કરશો. તે કર્મ યોગ છે. તેથી એકની સાથે બાકીના પણ આવે છે.

પ્રઃ જ્યારે અમે સત્સંગમાં હોઇએ, ત્યારે મન શાંત અને કેન્દ્રિત હોય છે. પણ પાછા જઇએ ત્યારે મન વ્યગ્ર થાય છે, એવું શા માટે?

શ્રી શ્રી રવિ શંકર: તે સ્વાભાવિક છે. તે તમને યાદ કરાવવા માટે કે સત્સંગમાં ફરી ફરીને આવતા રહો. જ્યારે તમે સારા લોકો ની સંગતમાં રહો ત્યારે મન એ મુજબ બદલાય છે. જ્યારે તમે ખરાબ લોકોની સંગતમા હો તો, મન કુદરતી રીતે તે તરફ જાય છે.

પ્રઃ કહેવાય છે કે યોગ ના માર્ગ પર ગુરુના માર્ગદર્શન  હેઠળ જ અનુસરવું જોઇએ. પરંતુ એકલવ્ય ની જેમ શીખી શકાય – તેને દ્રોણાચાર્ય તરફથી દિક્ષા નહોતી મળી, પણ તેમને તે ગુરુ માનતો હતો.

શ્રી શ્રી રવિ શંકર: હા, તમે તેવું કરી શકો છો. એકવાર ગુરુ પાસેથી કંઈક શીખ્યા પછી, માત્ર ગુરુનુ ચિત્ર પૂરતું છે.

પ્રઃ શું હું સી.ડી. (કોમ્પેક્ટ ડિસ્ક) ના માધ્યમ્થી શીખી શકું?

શ્રી શ્રી રવિ શંકર: ના. પહેલા શિક્ષક દ્વારા શિખો. પછીથી તેની જાતે પ્રેક્ટિસ કરી શકો છો. તમે CD મારફતે ધ્યાન કરી શકો છો, પરંતુ ક્રિયા નહીં. તેથી આપણે ધ્યાન ની ઘણી સીડી ઉપલબ્ધ કરેલી છે.

પ્રઃ મેં તમારા પુસ્તક મા વાંચ્યુ છે કે રાધા કૃષ્ણ કરતા મોટી ઉંમરની હતી અને તેના લગ્ન થઇ ગયા  હતા. રાધા અને કૃષ્ણ વચ્ચેનો પ્રેમ ઉજવાય છે. એક પરિણિત  સ્ત્રી માટે આ કેવી રીતે સ્વીકાર્ય છે?

શ્રી શ્રી રવિ શંકર: તે જમાનામાં એ સ્વીકારવામાં આવતુ. દ્રૌપદી ને પણ સ્વીકારવામાં આવી હતી.

સમાજના નિયમ સ્થળ અને સમય સાથે બદલાતા હોય છે. દ્વાપર યુગ ના બધા નિયમો આજે લાગુ ન પડે. તે દિવસોમાં છેડતી કરવાની પરવાનગી હતી, પરંતુ આજે તે ગુનો છે. દરેક યુગ માંથી સારી વસ્તુઓ શીખો. દરેક યુગની પોતાની સમસ્યાઓ હોય છે. ઇતિહાસમાં દરેક સમયે કોઇ ને કોઇ કમી જોવા મળશે.

પ્રઃ હું જ્યારે ધ્યાન માટે બેસુ છુ ત્યારે જાણે અજાણે કરેલા ખોટા કાર્યો નો અપરાધ ભાવ મને પજવે છે.


શ્રી શ્રી રવિ શંકર: તે મને સોંપી દો. હું અહીં છું તમારી કાળજી લેવા માટે. તમારી બધી ચિંતાઓ છોડી દો  અને શાંત થઈ જાઓ. યાદ રાખો કે વર્તમાન ક્ષણમાં તમે નિર્દોષ છો. તમે ભૂતકાળમાં કંઇક ખોટું કર્યુ હોઇ શકે છે, પરંતુ વિશ્વાસ રાખો કે વર્તમાન ક્ષણમાં તમે નિર્દોષ છો.