Sunday, 4 December 2011

યોગ તમને બાલસહજ બનાવે છે


વિભિન્ન સંપ્રદાય ના અગ્રણી યોગ ગુરુઓ એ ભેગા મળીને આર્ટ ઓફ લિવીંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ કોન્ફરન્સ નું ઉદ્ઘાટન કર્યું. બધા સંપ્રદાય ના ગુરુઓ ને એક મંચ પર એક્ઠા કરવા માં શ્રી શ્રી રવિ શંકર નો મુખ્ય ફાળો હતો.

કોન્ફરન્સમાં યોગ શિક્ષકોએ નીચેના વિષયો પર ચર્ચા વિચારણા કરી:

૧. યોગ ના જ્ઞાન ની શુધ્ધતા અને પ્રમાણિકતા ની જાળવણી રાખીને વિશ્વના દરેક ભાગ માં ફેલાવવું
૨. યોગ દ્વારા શારીરિક અને લાગણીશીલ આરોગ્ય
૩. યોગ દ્વારા માનસિક આરોગ્ય
૪. યોગ શિક્ષકો સામે ના પડકારો

શ્રી શ્રી રવિ શંકર એ સભા ની શરુઆત આ જ્ઞાનયુક્ત શબ્દો સાથે શરૂ કરી - યોગ તમામ પ્રાચીન ગ્રંથો માં પ્રચલિત છે. જ્યોતિષ, આયુર્વેદ, વેદાંત બધામાં યોગ વ્યાપ્ત છે. યોગ દરેક કાર્ય નો આધાર છે અને એ વાત નો વેદાંત મા પણ ઉલ્લેખ છે. આજે અહીં યોગીઓ હાજર છે અને ધર્મશાસ્ત્રીઓ પણ હાજર છે. આનાથી વધુ કોઇને બીજું શું જોઇએ?

જયાં યોગ અને વેદાંત છે, ત્યાં કોઈ અભાવ નથી, ત્યાં કોઈ અન્યાય નથી, અજ્ઞાનતા નથી, અશુધ્ધિ નથી. આપણે આ ચાર વસ્તુઓ સમાજ માંથી દૂર કરવાની છે - અજ્ઞાનતા, અભાવ, અન્યાય, અને અશુધ્ધતા. આમ યોગ તમને ફરીથી બાળક બનાવે છે, સહજ બનાવે છે.

યોગ ના વિવિધ પ્રકારો છે - કર્મ યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ. ભગવદ્ ગીતા માં શરૂઆતથી અંત સુધી યોગ છે, અને આ બધા નું એકીકરણ કરી, બધું સાથે લઇને જીવન માં આગળ વધવાનું છે.

આજે આપણી વચ્ચે ઘણા નિષ્ણાત હાજર છે, આજે એક મહાન દિવસ છે. બધા યોગીઓની માત્ર ઉપસ્થિતિ થી જ આપણા ધ્યેય સિધ્ધ થઇ જશે. આપણ ને ઘણા આશીર્વાદ મળેલા છે અને હજી પણ વધુ આશીર્વાદ પ્રાપ્ત થશે. તેથી જ્યારે તમે અહીંથી બહાર જશો ત્યારે તમારું મન બાળક જેવું સરળ અને નિર્દોષ રહેશે જે આવશ્યક છે. એક ભોળિયું મન, સ્વચ્છ હૃદય અને વિશુદ્ધ કર્મ જરૂરી છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, "योगिनाम अपि सर्वेषम मद-गतेनन्तरात्मना", બધા યોગીઓમાં જે યોગી મને પોતાના હૃદય માં રાખે છે તે મારામાં વસે છે. જે મને પોતાના હૃદય માં રાખે છે તે દરેક કાર્ય માં સફળ થાય છે, તેથી ભક્તિ નું ખૂબ મહત્વ છે.

આજે ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને વિજ્ઞાન યોગ બધા સાથે મળી ગયા છે તે અત્યંત ખુશી ની વાત છે. તેથી અધિવેશન નો આનંદ માણો અને યાદ રાખો કે તમારા પર મહાન જવાબદારી છે - તેને દરેક ઘર સુધી પહોંચાડવાની, સંસાર ને દુઃખ અને પીડા થી મુક્ત કરવાની. ભગવાન તમને આશીર્વાદ આપે છે, અને હંમેશા આપતા રહેશે.

યોગ ગુરુઓએ એક ઉદ્‌ઘોષણા પર સહી કરી જેથી યુનાઇટેડ નેશન્સ ૨૧ જૂન ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરે.