Sunday, 18 December 2011

દિવ્યતા નો અનુભવ કરવા માટે મન અંદર તરફ વાળવું જરૂરી છે


૧૮ ડીસેમ્બર  ૨૦૧૧

જો તમે વિશ્વ તરફ જોશો તો દિવ્યતા નો અનુભવ કરી શક્શો નહી. દિવ્યતા નો અનુભવ કરવા મન અંદર તરફ વાળવું જરૂરી છે.

વિશ્વ એટલે શુ? મર્યાદિત ઓળખ, જીવન વિશેની મર્યાદિત સમજ અને બાહ્ય વર્તન પર આધારીત લોકો માટે અભિપ્રાય.. આપણે લોકોની અંદર રહેલ ચેતના જોવામા નિષ્ફળ જઈએ છીએ. ઉદાહરણ તરીકે અહી કેટલીક રંગીન લાઈટ છે. જો તમે માત્ર લાઇટ જોશો તો શુ તમે તેની પાછળ વિજળી નો પ્રવાહ જોઇ શકશો? એજ રીતે જો તમે લોકો ના બાહ્ય વર્તન ને મહત્વ આપશો તો દરેક માં રહેલી એકમેવ ચેતનાને નહીં પારખી શકો. જો તમે પરમ દિવ્યતા નો અનુભવ કરવા માંગતા હો તો મનને બાહ્ય વિશ્વથી વાળવુ જરૂરી છે. મન વાળવાનો એનો અર્થ એ નથી કે ભાગીને દૂર જંગલ માં જઇને રહેવું.

થોડા સમય માટે મન ને અંદર ની તરફ વાળો. તમારા મન માં અંધાધુંધી અને સમસ્યાઓનો બોજો છે તેનાથી બહાર આવવું પડશે. આ બહાર આવવાની પ્રક્રિયા એટલે ધ્યાન.

ફ્ક્ત થોડા સમય માટે અહેસાસ કરો કે ભૂતકાળ,વર્તમાનકાળ અને ભવિષ્યકાળ માત્ર એક સ્વપ્ન છે. જો તમે જાણશો કે બધું પરિવર્તનશીલ છે, તો એવું કઇંક કે જે બદલાતું નથી એની ઝલક તમને મળી આવશે. જેમ ગાઢ નિંદ્રા પછી તમને તાજગી નો અનુભવ થાય છે તેજ રીતે ધ્યાનમાં થોડી ક્ષણો વિતાવ્યા પછી તમે જીવનમા ઉર્જા અને ઉત્સાહ નો અનુભવ કરશો. ચિંતા અદ્રશ્ય થઈ જશે.

પ્રશ્નઃ હું એક એનેસ્થોલોજીસ્ટ છું અને હું અન્ય સર્જનો સાથે કામ કરું છું. હું જોઉં છું કે તેઓ પૈસા માટે યુવાન સ્ત્રીઓ પર ગર્ભાશયવિચ્છેદન (હિસ્ટ્રેક્ટ્રોમી) નું ઓપરેશન કરે છે. આ સ્ત્રી ભૃણહત્યા કરતા પણ ખરાબ ગુનો છે. મેં ફરિયાદ કરી છે પરંતુ મારા મિત્રો મને સમજાવાની કોશિશ કરે છે કે મારે આ બાબતમાં ના પડવું જોઈએ. મને સમજાતું નથી કે મારે આ ગુના નો વિરોધ કરવો કે ચૂપ રહેવું?

શ્રી શ્રી રવિશંકરઃ તમારે વિરોધ કરવો જોઈએ. આપણે અન્યાય સામે લડવું જોઈએ. આપણે અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ સામે લડત આપવી જોઈએ. ઘણા લોકોને ભ્રમ છે કે રાસાયણિક ખાતર નો ઉપયોગ કરશે તોજ સારું ઉત્પાદન મેળવી શકશે. તેમને શિક્ષિત કરી જૈવિક અને રસાયણ મુક્ત ખેતી કરવા કહેવું જોઈએ. આપણે અભાવ સામે લડવું જોઈએ. બધાએ પોતાના ઘરમાં શાકભાજી ઉગાડવા જોઈએ. સ્વચ્છતાનું અને શારીરિક શુધ્ધતાનું ધ્યાન રાખવું જોઈએ.

પ્રશ્નઃ મારામાં એટલો ગુસ્સો છે કે મારી જિંદગી બગડી ગઈ છે. હું સુદર્શન ક્રિયા ૩ દિવસ પહેલા શિખી. ક્રિયા કર્યા પછી હું થોડા કલાક શાંત રહું છું પરંતુ પછી ખબર નહી મને શું થઈ જાય છે. મારા પતિ સાથે બિનજરૂરી લડાઈ કરું છુ. મને આત્મહત્યા કરવાનું મન થાય છે.

શ્રી શ્રી રવિશંકરઃ ચિંતા કરશો નહી. તમારો અભ્યાસ ચાલુ રાખો બધું ઠીક થઈ જશે. આપઘાત કરવાથી સમસ્યાનો અંત આવતો નથી. જ્યારે આવો વિચાર આવે ત્યારે યાદ રાખો કે આવું કોઇ પગલું લેતા પહેલા ગુરુજીની પરવાનગી લેવાની છે.

પ્રશ્નઃ તમે ઉલ્લેખ કર્યો છે કે ભગવાન કૃષ્ણ આનંદ પૂર્ણ છે. તે દરેક પરિસ્થિતિઓમાં ખુશ રહેતા હતા. પરંતુ હું આજની પરિસ્થિતિમાં તેમની જેમ જીવવા સક્ષમ નથી.

શ્રી શ્રી રવિશંકરઃ તમે અમુક સમય માટે તો એમની જેમ જીવીજ શકો છો. સાચું કે નહીં? એક કહેવત છે, ’કૃષ્ણ ની જેમ વિચારો અને રામના પગલાં અનુસરો. ’ભગવાન કૃષ્ણએ જે કર્યું એ તમે કરવા જશો તો તમે મુશ્કેલી માં મુકાઈ જશો! ભગવાન કૃષ્ણના સિદ્ધાંતો ને અનુસરો અને ભગવાન રામ ના ચારિત્ર્યને. જો કોઇ ચિંતા હોય તો તેને અહીં જ છોડી દો. આનંદ અને સંતોષ એ આપણી પ્રકૃતિ છે, પરંતુ ક્યારેક થોડા સમય માટે જેમ વાદળા આકાશ ને ઘેરે છે તેમ તે ચિંતાઓથી ઘેરાઈ જાય છે.

પ્રશ્નઃ જો સમગ્ર અસ્તિત્વ એક છે તો શું આપણા બધાના કર્મનું સંયુક્ત એકાઉન્ટ છે?

શ્રી શ્રી રવિશંકરઃ હા, કર્મના ઘણા પ્રકાર છે.

૧ સામૂહિક કર્મ
૨ સામયિક કર્મ
૩ સ્થાનિક કર્મ
૪ કૌટુંબિક કર્મ
૫ વ્યક્તિગત કર્મ.

એક તો વ્યક્તિગત કર્મ છે અને બીજું કૌટુંબિક કર્મ છે – જેને તમે ડી.એન.એ. કહો છો.

ત્યારબાદ પ્રદેશ, રાજ્ય અને દેશ ના કર્મો આવે છે. ત્યારબાદ સમયિક કર્મ આવે છે.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બધા લોકો ના કર્મ સમાન હતા એટલે સમગ્ર વિશ્વમાં યુદ્ધ થયું.

અન્ય ચોક્કસ સમયે બધે મંદી આવી હતી. કર્મના વિવિધ સ્તરો છે. તેથીજ ભગવાન કૃષ્ણે

કહ્યું છે ‘गहना कर्मणो गतिः’. તમે કર્મનું ઊંડાણ નહી માપી શકો. કર્મનું પ્રુથક્કરણ કરવાનો પ્રયત્ન કરશો નહી. ફ્ક્ત તમારું કામ કરો અને આગળ વધો. હ્રદયમાં પ્રેમ અને પ્રાર્થના સાથે આગળ વધતાં રહો. જાણો કે જે છે એ આજ છે અને તેનાથી આગળ નિકળો. માત્ર જ્ઞાનજ તમને કર્મથી આગળ લઈ જઈ શકે છે.

જુઓ, એક વિમાન તૂટી પડ્યું અને વિમાનમાં બેઠેલા દરેક મ્રુત્યુ પામ્યા. જેમનું કર્મ તે હતું તેઓ બધા એકજ વિમાન માં બેઠા. જો કોઇ એક વ્યક્તિ નું કર્મ તેમાથી નીકળવાનું હશે તો તે વિમાન ની બહાર નિકળી જશે. ઋષિકેશ ના એક સંતે મને કિસ્સો કહ્યો કે તેઓ એક બસમાં અન્ય ૫૦ લોકો સાથે પ્રવાસ કરી રહ્યા હતા. બસ એક નદીમાં પડી ગઈ. આ સંત અને એક બાળક સિવાય બધાનું અવસાન થયું. બાળક તેમની ગરદન પર ટકી રહ્યો હતો. તેઓ બચી નિકળ્યા.

તેમનું કર્મ નદીમાં પડવાનું હતુ પણ કશુંક હતુ જેણે તેમને બચાવી લીધા. કર્મનું ઊંડાણ માપી શકાય તેમ નથી, તે ખૂબજ ગહન છે.

પ્રશ્નઃ ગુરુજી, જો કોઇ પ્રિય વ્યક્તિને કેન્સર નિદાન થાય તો તેમને શું સાંત્વના આપવી? અને અમે શું કરી શકીએ?

શ્રી શ્રી રવિશંકરઃ તેમને ‘ૐ નમઃ શિવાય’ ના જાપ કરવાના કહો. જો એ બીજા કે ત્રીજા તબક્કાનું કેન્સર હશે તો પણ કોઇ ચિંતાનું કારણ નથી - આજકાલ ઘણી ચિકિત્સાઓ ઉપલબ્ધ છે. ર્સારસોપ નામનું ફળ કોઇ પણ આડઅસર વિના કિમોચિક્તિસ્ક તરીકે કામ કરે છે. તેમાથી બનાવેલી દવા પણ ઉપલદ્ધ છે. યોગ, પ્રાણાયમ અને આયુર્વેદ આમા નોંધપાત્ર ફાયદો કરશે.

ઘણા કેન્સર પીડીત લોકો અહીંથી સાજા થઈ ને ગયા છે. ભગવાન પર વિશ્વાસ રાખો.

પ્રશ્નઃ ગુરુજી, જાપ અને સંકિર્તન વિશે કંઈક વાત કરો.

શ્રી શ્રી રવિશંકરઃ જ્યારે કોઇ કોઇના પ્રેમ મા હોય તો તે પોતાના પ્રિયજનનું નામ પુનરાવર્તિત કરે છે તેને જાપ કહે છે, અને પ્રિયજનનું નામ ગાય છે તો તેને સંકિર્તન કહે છે.

દરેક વ્યક્તિ ક્યારેક તો ગણગણે છે - સ્નાન કરતા કે દૈનિક કાર્ય કરતા - તેને સંકિર્તન કહે છે જો તે દિલમાથી નીક્ળતું સંગીત હોય તો. જ્યારે કોઇનું નામ હ્રદયમાં આવ્યા કરે તો તેને જાપ કહેવાય. જાપ કરવા સારા છે - પછી ભલે ને તે મનથી ન કરો. તેની એલ અલગ સોડમ હોય છે.

પ્રશ્નઃ ગુરુજી, ક્યારેક એવું થાય છે કે માતા-પિતા ના નૈતિક મૂલ્યો તેમના સંતાનો કરતા પૂર્ણ રીતે જુદા હોય છે. બાળક નાણાકીય રીતે સુરક્ષિત હોવા છતા બાળકના નૈતિક મૂલ્યો ને કારણે વ્યક્તિગત અને કૌટુંબિક જીવન મુશ્કેલીમાં મુકાય છે. અને તેને કારણે માતા પિતા નું જીવન પણ મુશ્કેલ બની જાય છે. તો આવી પરિસ્થિતિમા શું કરવું જોઈએ?

શ્રી શ્રી રવિશંકરઃ લોકોમાં જ્ઞાન અને જાગૃતિ લાવો. જ્યાં આધ્યાત્મિક જ્ઞાન નથી ત્યાં આમ થાય છે. તેઓ આ દુનિયામાં ગૂંચવાયેલા રહે છે. અને એકબીજા સાથે પણ. તેઓ એક્બીજાને કે પોતાની જાતને સમજતા નથી, અને બધાને મુશ્કેલીમાં મૂકે છે. તેથીજ લોકોને ધર્મના માર્ગ પર લાવવા જરૂરી છે. બાળકોમાં આધ્યાત્મિક જ્ઞાનનું સિંચન કરવું ખૂબજ જરૂરી છે. જો આપણે તેમને તેનાથી વંચિત રાખશું અને રોજિંદા જીવનના વ્યવહારમાં અટવાયેલાં રાખીશું તો જીવન રસહીન અને અર્થહીન બની જશે. અને લોકો ઝઘડવા માંડશે. તો આપણે યોગ અને ધ્યાન દ્વારા લોકોમાં આમૂલ પરિવર્તન લાવવું જરૂરી છે. તેઓ ચોક્કસ બદલાશે પરંતુ જ્ઞાન એકમાત્ર રસ્તો છે.

પ્રશ્નઃ જય ગુરુદેવ, કોઇ પણ વ્યક્તિ 'સુખ માત્ર એક મનની સ્થિતિ  છે' એવું જાણ્યા પછી વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક બનવાનું પસંદ કેવી રીતે કરે, એક સફાઈ કામદાર ન બને?

શ્રી શ્રી રવિશંકરઃ તો કોઇ એમ પણ પૂછી શકે કે કોઈ વૈજ્ઞાનિક બનવાનું મૂકી સફાઈ કામદાર કેમ બને?! અહીં બે અલગ વ્સ્તુઓ છેઃ કોઈપણ જે પ્રખ્યાત છે તે માત્ર પ્રસિદ્ધિની ઝંખનાથી નહીં, પણ તેમણે કઈક સારુ કામ કર્યું છે તેથી પ્રખ્યાત થયા છે. જેમ કે તમને ચિત્રકામ કરવાનો જુસ્સો હોય અને તમે ખૂબજ સુંદર ચિત્ર બનાવો તો તમે જાતેજ પ્રખ્યાત થઈ જાઓ. પરંતુ જો તમે માત્ર પ્રખ્યાત થવા ચિત્ર બનાવો તો તમે નિષ્ફળ જાઓ. કોઇપણ કઈંક સર્જનાત્મક, ઉપયોગી કાર્ય કરે કે સમાજ માટે કઈં ઉપયોગી શોધ કરે તો તે આપમેળે પ્રખ્યાત થઈ જાય છે.

પ્રશ્નઃ ગુરુજી, જ્યારે લોકો શાકાહારી બને છે ત્યારે તેમનામાં સામાન્ય રીતે વિટામીન બી૧૨ ની ઉણપ જોવા મળે છે.

શ્રી શ્રી રવિશંકરઃ હા, શાકાહારી લોકો જો દહીં અને દૂધ ના લે તો તેમનામાં સામાન્ય રીતે વિટામીન બી૧૨ ની ઉણપ જોવા મળે છે. શાકાહારી લોકોએ દૂધ અને દૂધની બનાવટો થોડા પ્રમાણમાં પણ લેવી જોઇએ.

પ્રશ્નઃ ગુરુજી, મારે તમને પૂછવું છે કે શું સારુ છે ને શું ખરાબ છે? અને મને કેવી રીતે ખબર પડે કે જીવનમા જે કરું છુ તેમા શું સારુ છે ને શું ખરાબ છે?

શ્રી શ્રી રવિશંકરઃ શું સારુ છે ને શું ખરાબ છે એ જાણવાની ખૂબજ સરળ વ્યાખ્યા છે.

૧ એવું કઈં પણ જે તમે ઈચ્છો છો કે અન્ય લોકો તમારા માટે ન કરે એ ખરાબ છે, અને એવું કઈં પણ જે તમે ઈચ્છો છો કે અન્ય લોકો તમારા માટે કરે તે સારુ છે.


૨ જે ટૂંકા ગાળા માટે આનંદ અને લાંબા ગાળે દુખ આપે તે ખરાબ છે, અને કઈં પણ જે ટૂંકા ગાળા માટે સમસ્યા અને લાંબા ગાળે આનંદ આપે તે સારું.