બેંગલુરૂ,
૧૩ ડિસેમ્બર ૨૦૧૧
માનવની બે મૂળભૂત
વૃત્તિ હોય છે, એક છે ખોરાક,
બીજી છે સંભોગ. આ બે
વૃત્તિ બધામાં હોય છે પછી તે જાનવર હોય કે માનવ. તમે બે માથી જન્મ્યા છો - ખોરાક
અને સંભોગ.
તો પશુતા અને
મનુષ્યતા વચ્ચે ફરક શું? તેથી ભારત માં આ
બન્નેને પરમ દિવ્યતા સાથે જોડી દીધા છે. ઉપનિષદો કહે છે 'અન્ન બ્રહ્મ' જ્યારે તમે અન્નને ઇશ્વર તરીકે જુઓ ત્યારે તમે
ખાલી ખોરાક અકરાંતિયાની જેમ નહીં પણ ખૂબ જ સન્માન સાથે ખાઓ છો. ભારતમાં પ્રત્યેક
તહેવાર અન્ન સાથે ઉજવાય છે. અને જ્યારે તમે મંદિર જાઓ ત્યારે સૌ પ્રથમ તેઓ પ્રસાદ
આપે છે. પ્રસાદ માત્ર થોડુંક અન્ન છે. પ્રસાદ વિના કોઇ પણ યાત્રા અધૂરી છે,
કોઈ પણ તહેવાર પૂર્ણ નથી.
અન્ન ઈશ્વર સાથે જોડાયેલ છે.
એ જ રીતે,
સંભોગ (સૅક્સ) પણ ઈશ્વર
સાથે જોડી દીધેલ છે. કેવી રીતે? શિવલિંગના
રૂપમાં. પ્રાચીન લોકો એ સંભોગને પણ ઇશ્વર સાથે જોડી દીધા, જેથી જીવનના દરેક પાસા થી ઈશ્વર દૂર ન રહે.
જીવનની મૂળભૂત
વૃત્તિ ભગવાનથી દૂર હોઇ ન શકે. તેથી રાધા કૃષ્ણ અને શિવ પાર્વતી સાથે મૂકે છે. શિવ
લિંગ સંભોગનું પ્રતીક છે. તેથી જ્યારે તમે સંભોગને સન્માન આપો અને તેને પરમ
દિવ્યતા નો ભાગ ગણો, ત્યારે તમારી
પશુવૃત્તિ અદૃશ્ય થઈ જાય છે, વાસના અદૃશ્ય થઈ
જાય છે અને પવિત્રતા ઉદભવે છે.
અને મૂળભૂત
વૃત્તિ નું આક્રમક વાસના મા થી એક આજ્ઞાકારી પ્રેમ માં રૂપાંતરણ થાય છે. આ પ્રાચીન
વિચાર છે. પરંતુ કેટલાક લોકો યોગ નો દુરુપયોગ તેમની દૈહિક વૃત્તિ ના ઉપભોગ માટે
કરે છે, આ ખોટું છે. આ
મોટી ભૂલ છે. તેથી ઉલટુ થવુ જોઇએ. દૈહિક વૃત્તિ નું દિવ્ય આંતરિક અનુભવ માં રૂપાંતર
કરો. સંસ્કૃત માં એક સુંદર શબ્દ છે - આત્મરતિ, પોતાના આત્મા સાથે જોડાણ, પોતાના સ્વ
આનંદના રાચવું તે. આખું વિશ્વ બે વસ્તુઓનું બનેલુ છેપ્રકૃતિ અને પુરુષ (ચેતના).
પ્રકૃતિ અને પુરુષ ની લીલા બધો સમય ભજવાયા કરે છે. તમારું શરીર અને આત્મા - શરીર
પ્રકૃતિ છે અને આત્મા પુરુષ છે. તેનું જોડાણ બધો સમય ચાલી રહ્યું છે. અને તે જોડાણ
પોતાની અંદર જોવું તે સમાધિ છે.
તેથી સમાધિ નો
અનુભવ દૈહિક વૃત્તિ કરતાં હજાર ગણો વધુ આનંદકારક ગણવામાં આવે છે. જે આનંદ સંભોગ
આપે છે, સમાધિ તેનાથી
હજાર ગણો વધુ આનંદ આપે છે કારણ કે ત્યાં કોઇ પ્રયત્ન નથી, કોઈ ક્રિયા નથી. માત્ર ચેતના ની સભાનતા છે,
અને પુરુષ-પ્રકૃતિની લીલા
વિષે જાગૃતિ છે, આ એક અતિ સુંદર
અનુભવ છે. તમારા અસ્તિત્વ ના કોઈપણ ખૂણા ને પરમ દિવ્યતા તથી દૂર રાખશો નહિં.
દિવ્યતા તમારા
જીવનના દરેક પાસા માં ઓતપ્રોત થયેલ હોવી જોઈએ અને આ બ્રહ્મચર્ય કહેવાય છે, જેનો અર્થ છે અનંત માં રહેવું, અનંત સાથે એકતા સાધવી. છે ને આ સુંદર વાત?
નહીં! આ ખૂબ જ ઊંડું અને
ખૂબ જ ઉચ્ચ જ્ઞાન છે. જો એક વખતમાં સમજ ન પડે તો વારે વારે સાંભળતા રહો અને સમજતા
રહો, એક દિવસ તમે કહી ઉઠશો,
'આહ! તો ગુરુજી આના વિશે
વાત કરતા હતા.'
ભારત માં તમે કોઈ
પણ મંદિરમા જાઓ તો બંને પાસા, શિવ અને પાર્વતી,
જોવા મળશે. પુરુષ અને પ્રકૃતિ.
ચેતના અને પદાર્થ. પ્રથમ બન્ને વચ્ચે દ્વૈત ઓળખો અને પછી બન્ને વચ્ચે એકતા જુઓ. તેઓ
બન્ને અલગ નથી, તેઓ એક જ
સિક્કોની બે બાજુઓ છે. તમે સંપૂર્ણ છો.
આનો શું અર્થ છે?
તમે પુરુષ અને સ્ત્રી
બંને છો. આ ઓળખમાંથી બહાર આવો, 'હું પુરુષ છું',
'હું સ્ત્રી છું' -
આ તમારી બહારની ઓળખ છે
તેમાંથી બહાર આવો. આ વેદાંત છે, બ્રહ્માંડની સૌથી
ઉંચી ફિલસૂફી છે.
'હું એક માણસ છું.',
'હું વૃધ્ધ છું', 'હું યુવાન છું', 'હું શિક્ષિત છું' 'હું અભણ છું' 'હું એક સ્ત્રી છું' આપણે અલગ અલગ ઓળખ ઉભી કરીએ છીએ. આ બધા લેબલ્સ
ફેંકી દો. પછી જે બાકી રહે તે શુદ્ધ ચેતના છે. હું ચેતનાતત્ત્વ છું એવુ બોલવાની
જરૂર નથી.માત્ર સભાનતા રાખો કે તમે ચેતનાતત્ત્વ છો. આસપાસ બોલી બતાવો નહિં.
આદિ શંકરે એકવાર
કહ્યું હતું ,'જે પોતે કંઈક છે
તેવી ઓળખ આપે છે તે એક મૂર્ખ છે અને એક જે પોતે કંઇ નથી તેવી ઓળખ આપે છે તે એથી પણ
મોટો મૂર્ખ છે.' જે કંઈ નથી,
તે કશુ બોલતો નથી,
એટલે ચૂપ રહો. હું કંઈ
નથી એવી વાત કરનારનુ અસ્તિત્વ કેવી રીતે હોય? તેથી જો તમે કશું ન હો તો બોલવાનુ બંધ કરો. ચૂપ
રહો.
તેથી જ્યારે તમે
ખોરાક અને સંભોગ ની મૂળ વૃત્તિઓને પવિત્ર ગણો પછી મનમાંથી આક્રમકતા અદૃશ્ય થઈ જાય
છે અને શરણાગતિ નો ભાવ જન્મે છે. કૃતજ્ઞતા અને પ્રેમ જન્મે છે.
ત્યારે કહેવાય કે
ભક્ત અને ભગવાન એક બની ગયા છે. તેઓ એકમેક માં ભળી ગયા છે!
છે ને મજેદાર,
કે નહીં?