Wednesday, 7 December 2011

પ્રતિબદ્ધતા વિના જીવન માં કોઈ સ્થિરતા, સુખ કે પ્રગતિ નથી થતી


૭ ડિસેમ્બર ૨૦૧૧

પ્ર: ગુરુજી, શિવ સૂત્રમા તમે કહ્યુ છે, 'ज्ञानम बंधनम' કહ્યું છે. હું મૂંઝવણમા છું - જ્ઞાન આપણને મુક્ત કરે છે કે બંધનમા નાખે છે?

શ્રી શ્રી રવિ શંકર: ધ્યાન પછી જ્યારે તમે તમારા શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ બનો છો, ત્યારે તમારા મર્યાદિત મનથી મર્યાદિત વસ્તુઓ સમજો છો.

કોઇ એક સમયે તમે માત્ર ઇતિહાસ, ગણિત, ભૌતિક વિજ્ઞાન કે રસાયણશાસ્ત્ર સમજી શકો. એક સમયે તમે  માત્ર એક વાત સમજી શકો છો. આમ એક વિશેષ વાત નું જ્ઞાન મન ને વિશાળતા ના બદલે એક મર્યાદિત ક્ષેત્રમાં સિમિત કરે છે. આ મર્યાદિત જ્ઞાન એક બંધન છે.

પ્ર: તમારો હેતુ અને કાર્ય શુદ્ધ હોય છતાં લોકો ઊલટું વિચારે અને આરોપ લગાડે તો શું કરવું જોઈએ?

શ્રી શ્રી રવિ શંકર: હસતા રહો, મુસ્કુરાતા રહો. અન્ય શું આરોપ મૂકે છે તેની ચિંતા ન કરો. પણ ચૂપ રહેવાને બદલે તમારે સમજાવવા જોઇએ અને પછી અવગણના કરવી જોઈએ.

પ્ર: ગુરુજી, પાર્ટ ૨ કોર્સ એ દિમાગથી હૃદય સુધીની સફર છે. આધ્યાત્મિક જગતમાં તર્કનું શું સ્થાન છે?

શ્રી શ્રી રવિ શંકર: તર્ક (લોજિક) એ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. તર્ક મારફતે જ તમે આધ્યાત્મિકતા માં આવો છો. તર્ક તમને બતાવે છે કે જીવન શું છેવિશ્વ શું છે અને તમે તમારો સમય કેવી રીતે વ્યય કરો છો! આ બધું તર્ક દ્વારા આવે છે. એક તાર્કિક દિમાગ કહે છે, 'ના, સમયનો વ્યય ન કરવો જોઈએ. જીવન ટૂંકું છે, બધું અલ્પકાલિક છે.' ભૂતકાળ વિશે ચિંતા અથવા ભવિષ્ય વિશે વિચારવાનો કોઇ મતલબ નથી; આ તર્ક છે. તેથી તર્ક તમને આધ્યાત્મિકતાના દ્વાર પર લાવી આપે છે અને તેથી તર્ક મહત્વપૂર્ણ છે. પરંતુ તે તમને દ્વાર પર લાવી આપે છે, દ્વાર પર આવીને તમે ઊંઘી ન શકો. તમારે ઘરમાં દાખલ થવાનું છે. તેથી તર્ક ઘરમાં દાખલ થવાનુ પ્રથમ પગલું છે.

પ્ર: ગુરુજી, તમે ખરાબ આદતો દૂર કરવા એક વિશેષ પ્રતિજ્ઞા લેવાનુ કહ્યુ હતું. તે પ્રતિજ્ઞા કઇ છે?

શ્રી શ્રી રવિ શંકર: જો તમને કોઈપણ ખરાબ ટેવો હોય, તો તમે એક પ્રતિજ્ઞા લઇ શકો છો. જો તમને નકારાત્મક વાત કરવાની ટેવ હોય, તો કહો, 'આજે હું નકારાત્મક વાત નહીં કરુ. હું કોઇ પણ વ્યકિતના વિશે ફરિયાદ નહીં કરુ.' આવા પગલાં લેવાથી ઘણો મોટો ફરક પડશે. જો તમને ખૂબ ખાવાનો શોખ હોય તો તમે એક નિશ્ચય કરો, 'હું એક અઠવાડિયા માટે વધારે નહી ખાઉ. હું થોડુ ઓછુ ખાઇશ'. આ વ્રત છે.

પ્ર: જ્યારે કોઇ કાર્ય કરતા મનોસ્થિતિ 'હું આ કરવા માંગુ છુ' માંથી 'મારે આ કરવુ પડશે' મા બદલાય  છે ત્યારે કામ મુશ્કેલ બની જાય છે. આવી પરિસ્થિતિમાં શું કરવું? હું સેવા કરુ ત્યારે આવુ થાય છે.

શ્રી શ્રી રવિ શંકર: પ્રતિબધ્ધતાની જરૂર છે. પ્રતિબદ્ધતા વિના જીવન માં કોઈ સ્થિરતા, કોઈ સુખ, અને  કોઈ પ્રગતિ થતી નથી. તેથી જો તમે પ્રતિબદ્ધતા હશો તો જીવનમાં સ્થિરતા, ખુશી, અને પ્રગતિ આવશે.