તમારા બધા ખ્યાલો
બાજુએ રાખો અને ફક્ત તમારા પોતાના જીવન માં ડોકીયું કરો; તમે તમારા જીવનમાં શું શીખ્યા? તમારા શું અનુભવો છે? જુઓ કે જે વિચારોને તમે સત્ય માનતા હતા તે પાછળથી
સાચા ન નીકળ્યા. એવા કયા અનુભવો છે જે એક સમયે મહત્વના લાગતા પરંતુ પછીથી અર્થહીન લાગ્યા? જુઓ કે તમારી ધારણાઓ કેવી રીતે પાણીની સપાટી
પરના પરપોટા જેવી હતી; તેમાં કોઈ તથ્ય ન હતુ, કોઈ સજગતા ન હતી. તમે નિર્ણય કર્યો કે આ આમજ છે
અને પાછળથી વિચાર્યું, 'ઓહ! તે ફક્ત મારી
ધારણા હતી, પરંતુ ખરેખર
તેવું નથી.' તેથી તમારી
દ્રષ્ટિ વિશાળ, તિવ્ર અને ઉચ્ચ
બને છે. જે તમારી દ્રષ્ટિને વિશાળ, તિવ્ર અને ઉચ્ચ
બનાવે છે તે સ્વાધ્યાય છે. સ્વ નો અર્થ પોતે, પોતાનો સ્વયંનો અભ્યાસ. તમારા પોતાના 'સ્વ' પર પ્રકાશ નાખવો, તમારા 'સ્વ' નું પરિક્ષણ, આ જરૂરી છે. આ આત્મનિરીક્ષણ થી તમે વિકસો છો અને અંતર્મન
મુક્ત થાય છે.
પછી બધું સમજાવા
માંડે છે - મારી અંદર એક પ્રકાશ છે. પછી તમને રસ્તો મળે છે, સત્ય નો ઉદય થાય છે અને જે બધા પવિત્ર
ધર્મગ્રંથો માં છે તે તમે ઓળખવા માંડો છો. નહિંતર માત્ર પવિત્ર ધર્મગ્રંથો વાંચીને
પોપટ ની જેમ રટણ કરવાનું કોઈ મૂલ્ય નથી. તે જ્ઞાન જીવનમાં જાગ્રત બને તે માટે
સ્વાધ્યાય જરૂરી છે. તમારા પોતાના મન પર પ્રકાશ નાખો, તમારી પોતાની બુદ્ધિ પર, તમારા પોતાના જીવન અને જીવનની ઘટનાઓ પર પ્રકાશ
નાખો, આ ખૂબ જ મહત્વનું છે.
માત્ર તમારા જીવનની ઘટનાઓ પર પ્રકાશ નાખવાથી શું થશે તે જોઇ તમે આશ્ચર્ય પામશો.
તમે કેવા હતા,
તમારા વિચારો કેટલા
મર્યાદિત હતા અને હવે કેવા વિશાળ બની ગયા. તમારી વર્તણૂક કેવી હતી અને તમારી
વર્તણૂક કેટલી બદલાઇ ગઇ. તમારામાં બંધુત્વભાવ કેવો હતો અને હવે કેટલો બદલાઈ ગયો.
પ્ર: ડિઅર ગુરુજી, હું ગુરૂઓમાં
માનતો નહોતો. પરંતુ જે રીતે તમે મને મળ્યા અને મારું જીવન બદલાઇ ગયું. જે રીતે તમે
પરિસ્થિતિઓનો ઉત્તર આપો છો એ ગઝબ છે, અને વૈજ્ઞાનિક તર્ક થી ઉપર છે. તમે વિશ્વભરમાં ઘણા લાખો ને કેવી રીતે જવાબ આપો
છો? તમે અમને બધાને આટલી સારી
રીતે કેવી રીતે ઓળખો છો? તમે મળ્યા તે
મારું સૌભાગ્ય છે.
શ્રી શ્રી રવિ
શંકર: સરસ! આ એક પ્રશ્ન નથી, એ આશ્ચર્ય છે.
હું પણ ક્યારેક આશ્ચર્ય પામું છુ.
પ્ર: ગુરુજી,
જો સેવા સાધના અને સત્સંગ
નો અંતિમ ધ્યેય વર્તમાન ક્ષણ માં જીવવાનો હોય, તો પછી ક્યારેક આપણે વર્તમાન ક્ષણમાં દુઃખી કેમ
થઇએ છીએ અને જાતને યાદ આપીએ છીએ કે આ વેદના આપણને મજબૂત બનાવે છે? આપણે શેના માટે તૈયાર થઇ રહ્યા છે?
શ્રી શ્રી રવિ
શંકર: દુઃખ અને સુખ પૃથ્વી પર હંમેશા હાજર છે. તમારો દુનિયામાં આવવાનો પ્રથમ અનુભવ પીડાદાયક હતો. તમે ખુશીથી તમારી માતા ના
ગર્ભાશય માં તરતા હતા અને અચાનક તમામ પ્રવાહી જતુ રહ્યું અને તમે સાંકડા માર્ગ માંથી બહાર નીકળ્યા. તે મુશ્કેલ હતું અને તે
ખૂબ પીડાદાયક સમય હતો. તેથી એક નવજાત બાળક જન્મતા જ તેનું શરીર મરોડે છે જાણે
મોટું કાર્ય કરીને આવ્યો હોય અને રડવા માંડે છે. આ તમારો પીડાનો પ્રથમ અનુભવ છે.
પીડા અને આનંદ બન્ને હોય છે મૅડીટેશન ઇન મોશન
ની જેમ પીડા વૈકલ્પિક છે. દુઃખ ક્યારેક અનિવાર્ય છે. દુઃખ ક્યારે થાય છે - જ્યારે
તમે પીડા ટાળવા પ્રયત્ન કરો અથવા જ્યારે તમે વિચાર કરો કે આ પીડા થવી ન જોઈએ ત્યારે.
વર્તમાન ક્ષણમાં તમે ભૂતકાળને વળગી રહો તે દુઃખ છે. તેથી વેદના પણ વર્તમાન માં મળે
છે કારણ કે તમારું મન ભૂતકાળ ને વળગેલું છે. દુઃખ ક્યારેક અનિવાર્ય હોય છે પરંતુ
જ્ઞાનની મદદથી તે સમયને ટૂંકાવી શકાય છે.
તેથી જ મહર્ષિ
પતંજલિએ કહ્યું છે, 'हेयम दुःखम
अनागतम'; જે દુઃખ
ભવિષ્યમાં આવી શકે તે ટાળવા માટે યોગ છે. તે એક સાવચેતી છે. જો તમે સાવચેતી પૂર્વક ખોરાક લો અને તમારી આહાર ની ટેવો સારી
હોય, તો તમને ડાયાબિટીસ નહીં
થાય, અથવા બ્લડ પ્રેશર કે હૃદય
ની સમસ્યાઓ નહીં થાય.
આ બધી સમસ્યાઓ શા
માટે ઉભી થાય છે? કારણ કે તમે
ક્યાંક અને કંઈક વસ્તુમાં લાપરવાહી રાખી હશે. એ જ રીતે જો તમે તમારી આસપાસના લોકો
સાથે સંબંધો સારા નહીં રાખો તો પછી તેને લગતી કોઇ સમસ્યા થશે. ક્યારેક તમારી ઉપર
કોઈ કારણ વગર દુઃખ આવી પડે તો જાણો કે તે ભૂતકાળ સાથે સંકળાયેલ છે જેની તમને ખબર
નથી. જો તમે ‘ઇટર્નીટી પ્રક્રિયા’ કરીને ઊંડા ધ્યાન માં જશો ત્યારે તે દેખાય છે
અને પછી તમને થશે કે ભૂતકાળમાં કંઈક કર્યું હતું તેની હું હવે કિંમત ચૂકવી રહ્યો
છું. બસ તેને ત્યાંજ સમાપ્ત કરો, અને આગળ વધો.
પ્ર: ગુરુજી,
પરણેલી સ્ત્રીઓએ માતા -
પિતા અને પતિ વચ્ચે સંતુલન કેવી રીતે કરવું જોઈએ? અમને માર્ગદર્શન આપો.
શ્રી શ્રી રવિ
શંકર: પ્રથમ એ વિચારો કે તે બે વચ્ચે દ્વંદ નથી. તેવું દેખાય તો પણ સ્વીકારો કે દ્વંદ
નથી. જ્યારે તમને લાગે કે દ્વંદ છે ત્યારે તમે સંઘર્ષ છે કરો છો. જો તે બે વચ્ચે
દ્વંદ હોય તો તમારી કુશળતાથી તેમને એકસાથે
લાવો. તમારા પતિ ને તમારા માતા - પિતા માટે સારી વાત કરો અને તમારા માતા - પિતા ને
પતિ વિષે બધી સારી વાતો કરો.
સામાન્ય રીતે
છોકરીઓ જાણે કે અજાણ્યે તેમના સાસુ-સસરા અથવા પતિ વિશે પોતાના મા-બાપ આગળ ફરિયાદ
કરતી હોય છે, જેથી તેમને ચિંતા
થાય છે. ઘણી વખત મા-બાપ આવીને મને કહે છે 'ગુરુજી, મારી પુત્રી ખૂબ
દુઃખમાં છે!' હું તેમને કહું,
'તે કહે તે બધુ ૧૦૦% સત્ય
ન માની લો. તે માત્ર તેની લાગણીઓ ઠાલવી રહી છે.'
ક્યારેક તમે અમુક
સમસ્યાઓ હોય તો બધી લાગણીઓ બહાર ઠાલવી દો છો, પરંતુ વાસ્તવમાં તે મોટી સમસ્યા ન હોઈ શકે.
લોકો ને બોલવાનું ગમે છે, તેથી જ્યારે તેઓ
વાતચીત શરૂ કરે પછી ખ્યાલ માં નથી રહેતું કે વાસ્તવિકતા શું છે! તમારી કલ્પના
શક્તિને છૂટો દોર મળી જાય છે. ઘણીવાર તમે લોકોની સહાનુભૂતિ કે ધ્યાન મેળવવા ફરિયાદ
કરતા હો છો. જેમ કે ઘણા લોકો તેમની બિમારી વિષે વધારી-વધારી ને વાત
કરતા હોય છે. મોટે ભાગે જે સાધક નથી તે આમ કરતા હોય છે.
જે લોકોમાં પૂરતું શાણપણ નથી તેઓ સમસ્યા ની અતિશયોક્તિ કરે છે, કારણ કે તેમાં તેમને સંતોષ મળે છે કે લોકો
તેમના તરફ ધ્યાન આપે છે. અને માતા-પિતા તેમના બાળકો ની ફરિયાદ ને મોટું સ્વરૂપ આપે
છે કારણ કે તેઓ તેમના માટે વધુ ચિંતિત છે.
તેથી હું તેમને
કહું છુ, 'જ્યારે તમારી
પુત્રી ફરિયાદ કરે તો અંશતઃ સાચી માનજો; તે જે કહે છે તેના માત્ર ૬0% સ્વીકારજો,
બાકીના ૪૦% છોડી દેજો,
તમનેસત્ય મળશે.' તમારે બંને પક્ષની વાતો સાંભળવી જોઇએ. તમારા
સંબંધીઓ મળે તો પૂ્છો, 'મારી પુત્રી
ઘરમાં ઠીક વર્તન કરે છે?' તેઓ કશુ નહીં
કહે. જો તેઓ શાલીન લોકો હશે તો કહેશે, 'ના, તે એકદમ ઠીક છે.'
તેથી વ્યક્તિ ગમે
તે વિષે ફરિયાદ કરે પણ પોતે જ તેમાં ૧00% માનતી નથી. હંમેશા થોડી અતિશયોક્તિ ની જગ્યા છોડી દો, સત્ય એ ખાલી જગ્યામાં હોય છે!
પ્ર: ગુરુજી,
જીદ્દી લોકો સાથે કેવી
રીતે વ્યવહાર કરવો, ખાસ કરીને જીદ્દી
પત્ની સાથે?
શ્રી શ્રી રવિ
શંકર: એક વાર તમે જાણો છો કે તે જીદ્દી છે પછી તમારી સમસ્યા હલ થઇ ગઇ. જે તમે ઇચ્છો છો તમે ફક્ત તેનાથી ઉલટું કહો, વાત પુરી થઇ ગઇ! તમને હવે યુક્તિ ખબર છે. જો
તેનું વર્તન અણધાર્યુ હશે, તો મુશ્કેલી પડશે. જો તેનું વર્તન ધાર્યા
પ્રમાણે હોય અને તમને ખબર છે કે તે જીદ્દી છેઅને તમે કહો
તેનાથી ઉલટુ કરશે, તો તમે ઉંધુ
કહીને જે કામ કરાવવા ઇચ્છો તે કરાવી શકો છો.
પ્ર: ગુરુજી,
હું ધ્યાનમાં બેસુ ત્યારે
ભરપૂર વિચારો આવે છે. મારું મન શાંત નથી રહેતુ. એક પછી એક વિચારો આવ્યે રાખે છે. મૌન પાળીએ ત્યારે કાયમ
આવું થાય કે પછી આમ ન થવું જોઈએ? મને માર્ગદર્શન આપો!
શ્રી શ્રી રવિ
શંકર: વિચારો ને આવવા દો. જે લાંબા સમય થી અંદર રહેલું છે તે બહાર આવતુ હોય છે,
તેથી તેને આવવા દો. મન ને
જ્યાં જવું હોય ત્યાં જવા દો. તેને આખા વિશ્વમાં ફરવા દો. તે ભૂતકાળમાં જઇ શકે,
ભવિષ્યમાં જઇ શકે,
અથવા કંઈપણ ન થાય. તમે
સ્થિર બેસીને તમામ વિચારોને જુઓ. આ બધા વિચારો ના નિરીક્ષક બનો. આજે કોર્સનો માત્ર
પ્રથમ દિવસ છે. આગામી બે કે ત્રણ દિવસ જુઓ, તમને તફાવત નજર આવશે.
પ્ર: ગુરુજી,
શબરીએ ક્યારેય યજ્ઞ ન
કર્યો અથવા વેદનો અભ્યાસ ન કર્યો તો તેને ભગવાન કેવી રીતે મળી શકે?
શ્રી શ્રી રવિ
શંકર: પ્રેમ અને ભક્તિ! શબરી નું મન ભગવાન સાથે કેન્દ્રિત થયેલું હતુ. ભગવાન સાથે
પોતાપણું, આત્મિયતા,
અને પ્રેમ એ બધુ હતુ.
તેથી ભારતમાં આવી ઘણી કથાઓ છે. તેના સુધી પહોંચવાનો માત્ર એક જ માર્ગ નથી પણ ઘણી
રીતો અને ઘણા માર્ગો હોય છે. ઘણા માર્ગો એટલે જ્ઞાન, સેવા, અથવા પ્રેમ (ભક્તિ) મારફતે - આ ત્રણ માર્ગ છે. તમે ત્રણેયમાંથી કોઇ પણ માર્ગ પર
જાઓ અને અંતે એ જ જગ્યાએ આવો છો.
લોકો ક્યારેક આ
નથી સમજી શકતા. ખાસ કરીને પશ્ચિમી દેશોમાં આ ખ્યાલ નવો છે, આ જ્ઞાન ત્યાં નથી. એકવાર ઈરાનના એક ટોચના નેતા
અહીં આવ્યા જે આયાતોલ્લાહ ખોમૈનીનો જમણો હાથ ગણાતા. આ આશરે પંદર વીસ વર્ષ પહેલાંની
વાત છે જ્યારે હું જૂની કુટિરમાં હતો. આ માણસ મહાન અને ખૂબ જાણીતા ઈસ્લામિક
વિદ્વાન હતા. તેઓ આશરે ૮૩ કે ૮૪ વર્ષના હતા. તે સજ્જનની જ્ઞાન મેળવવાની ઉત્કંઠા
જુઓ; તે છેક તેહરાનથી અહીં
આવ્યા હતા. કોઇએ તેમને કહ્યું અહીં એક સંત છે અને તેથી જ્ઞાન ની શોધમાં આવ્યા હતા.
તેમણે આવીને મને પૂછ્યું, 'મને કૃપા કરીને
કહો, જો સત્ય એક હોય તો તે એક
સત્ય સુધી જવાનો માર્ગ પણ એક જ હોય, ઘણા માર્ગ કેવી હોય? તેથી જો એક રીત
કે માર્ગ સત્ય હોય તો બીજા બધા માર્ગ ખોટા હોય છે.' આ તેમની સમસ્યા હતી. તેમણે કહ્યું, 'હું મારા નાનપણના થી શિખ્યો છું કે આ સત્ય છે,
પછી બીજું બધું સત્ય કેવી
રીતે કહી શકાય?
માત્ર એક
પ્રશ્નનો જવાબ સાચો છે, માત્ર એક માર્ગ
સાચો છે. તેથી ઈશ્વર પાસે જવાનો માર્ગ પણ એક જ છે. સાચું શું?' મેં તેમને મુસ્કાઇને કહ્યું, 'ઠીક, તમે ઉત્તર દિશાથી અહીં આવ્યા હતા.
તેથી કોઈને તમને
આ રસ્તો બતાવ્યો.' તે દિવસોમાં અહિં
સુધી બસ આવતી ન હતી અને કનકપુરા રોડ લગભગ ખાલી હતો. ત્યાં કશું નહોતું. તેથી મેં
પૂછ્યું, 'તમને કયો રસ્તો
બતાવ્યો હતો?' અને તેમણે કહ્યું,
'લોકોએ કયું કે બનશંકરી થી
આગળ જઇને જમણી બાજુ વળી જજો.' મેં કીધું,
'હા, આ બરાબર રસ્તો છે. સીધા જાઓ અને જમણે વળો. આ
બરાબર રસ્તો છે. પરંતુ ધારો કે તમે કનકપુરાથી આવતા હો, તો અહીં પહોંચવા સીધા જઇને ડાબે વળવું પડે.
તમને લાગે છે કે આ ખોટું છે?' તેઓ શાંત રહ્યા. મેં
કીધુ, 'ભારત થી તેહરાન
જવા, ઉત્તર પશ્ચિમ જવા કહે તો
એ બરાબર છે. પરંતુ જર્મની તરફથી હું તમને દક્ષિણ-પશ્ચિમ જવા કહીશ. આ એકદમ ઉલટું છે,
પરંતુ તે બરાબર છે. અને
પાકિસ્તાન થી હું તમને પશ્ચિમ જવા કહીશ
અને તે પણ યોગ્ય છે. તેથી, આ બધા સૂચનો
યોગ્ય છે કે તે ખોટા છે?'
તેમણે કહ્યું,
'તે બરાબર છે.' 'તેમ સત્ય એક પણ માર્ગ અનેક અને બધા માર્ગ સાચા
છે.' તેમણે કહ્યું, 'સલામ! તમે મારી આંખો ખોલી નાખી. હું આ શોધતો
હતો. આજે મને લાગે છે કે મારો પુનર્જન્મ થયો.'
એક સાધક માટે
જ્યારે પ્રશ્ન ગહન બને છે, તે તેનો જવાબ
શોધવા બધે જાય છે. તેથી સત્ય એક છે, છતાં રસ્તાઓ ઘણા છે. આ ભારતની વિશેષતા છે. કબીર જ્ઞાન અને ધ્યાન દ્વારા ઇશ્વર
ને પામ્યા, શબરી પ્રેમ અને
ઝંખના દ્વારા. શબરી માં એટલી બધી ઝંખના હતી, કે તેનામાં ભગવાન ને મળવાની એક તડપ હતી. તે તડપ
તમને ભગવાન સુધી દોરી જાય છે. મીરાં ભજનો દ્વારા પહોંચી ગયા. શબરી ને ગાતા ક્યારેય
ન આવડ્યું. માત્ર તેના હૃદય માં તડપ હતી. એક વિદ્વાન વ્યક્તિ પણ પહોંચી શકે અને
કર્મ યોગી પણ. આ તમામ માર્ગો એ જ સત્ય તરફ દોરી જાય છે અને આ બધા પાથ યોગ્ય છે. જો
તમે મને પૂછશો તો હું કહીશ કે તમે એક માર્ગ પસંદ કરો, બાકીના સાથે આવશે. તે આર્ટ ઓફ લિવિંગ ની
વિશેષતા છે, જ્યાં બધું જ છે:
લાગણીઓ, ભક્તિ, જ્ઞાન, રમત અને થોડીક મસ્તી પણ!
પ્ર: ડિયર ગુરુજી,
હું તમને ખુબ ચાહું છુ.
મને બે વર્ષ પહેલા સમાધિ નો અનુભવ થયો હતો પણ પછી આવો અનુભવ ક્યારેય નથી થતો. આવો
અનુભવ ફરી થાય તે માટે હું શું કરુ?
શ્રી શ્રી રવિ
શંકર: માત્ર વિશ્રામ. અનુભવો માટે ઉત્કંઠા ન રાખો. તમે જ અનુભવો કરનાર અનુભવકર્તા
છો. તેથી માત્ર વિશ્રામ કરો.
પ્ર: હું કોઇ પણ
કાર્ય હંમેશા સંપૂર્ણ ઉર્જા અને ઉત્સાહ સાથે શરૂ કરુ છુ, પરંતુ સમય જતા હું તે કામ પ્રત્યે આકર્ષણ
ગુમાવતો જાઉ છુ અને અંતે કોઈ પરિણામ આવતુ નથી.
શ્રી શ્રી રવિ
શંકર: આ ખૂબ સામાન્ય સમસ્યા છે. કોઇ પણ વ્યક્તિ કોઇ પણ કામ પ્રત્યે તમામ જીવન સુધી
એકધારુ આકર્ષણ રાખી શકતા નથી, સિવાય કે તે
પ્રબુદ્ધ હોય. જો તમે પ્રબુદ્ધ હોય, તો તમે એ જ પરિચયાત્મક ભાષણ એક લાખ વખત આપી શકો છો અને તે પણ તેટલા જ ઉત્સાહથી
કારણ કે તમે અતિત ની યાદો સાચવતા નથી, તમે વર્તમાન ક્ષણમાં જીવો છો. અથવા તમે બાળક જેવા છો જે એક વસ્તુ વારંવાર
કર્યા છતાં કંટાળતું નથી. તેથી પ્રતિબદ્ધતા શબ્દ આ પૃથ્વી પર આવ્યો. કોઇ કામ એટલા
માટે ન કરો કે તમને તે કરવામાં આનંદ આવે છે અથવા તમને તે આકર્ષિત કરે છે પણ એટલા
માટે કરો કારણ કે તમે તે પ્રત્યે પ્રતિબદ્ધ છો. જીવનમાં બંને જરૂરી છેઃ
પ્રતિબદ્ધતા અને આકર્ષણ. આકર્ષણ થી તમને થોડા થોડા સમયે પ્રોત્સાહન મળે છે પણ પ્રતિબદ્ધતા
કામને આગળ ધપાવે છે. પ્રતિબધ્ધતા જીવનને આગળ ધપાવે છે.
પ્ર: ગુરુજી,
સમગ્ર વિશ્વ એક સુંદર
સ્થળ ક્યારે બનશે?
શ્રી શ્રી રવિ
શંકર: તમારી આંખો ખોલીને જુઓ, તે પહેલેથી જ
સુંદર છે. જો તમને લાગે કે તે સુંદર નથી તો પછી તેને સુંદર બનાવવા કોઇ કામ કરો.
આપણે અહીં જે કામ કરીએ છીએ ધ્યાન, જ્ઞાન, તે વિશ્વને વધુ સુંદર બનાવશે. મારા મતે,
વિશ્વ સુંદર છે અને તે
વધુ સુંદર બની રહ્યું છે. અહીં ફૂલો છે અને કળીઓ છે અને કળીઓ પણ થોડા સમયમાં
ખીલશે. તમે કશુક કામ કરો; 'કર્મ-યોગ'
કરો.
પ્ર: પરોપકાર
કરવાથી મનને શાંતિ શા માટે મળે છે?
શ્રી શ્રી રવિ
શંકર: પરોપકાર થી કેટલીક હકારાત્મક ઊર્જા આવે છે અને હકારાત્મક ઊર્જા હંમેશા શાંતિ
લઈ આવે છે. તમે બધાએ દાન કરવું જોઈએ, ભલે તમારી આવક ગમે તેટલી હોય. તમારી આવક ખાલી હજાર રૂપિયા હોય, તો તેના ત્રણ ટકા બાજુએ રાખો. તે ધર્મ સ્થંભ
યોજના માં મૂકો. દરેક જણ! પછી તમે જોશો કે તમને કેટલુ સારુ લાગે અને તમારી ઉર્જા
બદલાય છે.
પ્ર: હું કેવી
રીતે દિવ્ય પ્રેમ પામી શકું જ્યારે મારી એક પ્રેમિકા છે, કારણ કે મારો પ્રેમિકા પ્રત્યેનો પ્રેમ દિવ્યતા તરફ્ના મારા પ્રેમ ને ઘટાડી દે છે. મને
લાગે છે હું તમારી સેવામાં મારા ૧૦૦% નથી આપી શકતો.
શ્રી શ્રી રવિ
શંકર: ના, તે બે વચ્ચે કોઇ
સંઘર્ષ નથી. એવું ન વિચારો. સૂર્ય દરેક બારીમાંથી સંપૂર્ણપણે પ્રકાશે છે. પરંતુ
(હસતા) તમે બીજી સ્ત્રી ના પ્રેમ માં પડવા તે ન વાપરશો. તમે જાણો છો ગુરુજી એ શું
કહ્યું હતું, 'સૂર્ય દરેક
બારીમાંથી પૂર્ણપણે પ્રકાશે છે.' તેથી હું તને
ચાહુ છે, માય ડિયર અને હું
તે વ્યક્તિ ને પણ ચાહુ છુ. ના! મારી વાતનો ક્યારેય ખોટો અર્થ ન લેશો.