વૈદિક કેલેન્ડર
મુજબ આ વર્ષ 'નંદ' કહેવાય છે, જેનો અર્થ આનંદ થાય છે. આ આનંદનું વર્ષ છે.
ગયું વર્ષ સુનિશ્ચિતતા નું વર્ષ હતુ. એના પહેલાનું વર્ષ ગરબડ અને ગૂંચવણોનું વર્ષ
હતુ.
પરંતુ હવે આગામી
વર્ષ આનંદનું અને સુખ નું વર્ષ છે. તેથી આ વર્ષે આપણે સમાજમાં વધુ સુખ ફેલાવવાનું
નક્કી કરવું જોઈએ.
તમે જુઓ જીવનમાં
બધી વસ્તુઓ સુખને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. મનોરંજન ખુશ કરવા માટે હોય છે.
રાજનીતિ લોકોને સુખી કરવા માટે. અર્થતંત્ર સુખ લાવવા માટે છે, જ્ઞાન સુખ લાવવા માટે છે. તમે કોઇપણ વિષય અથવા
કોઈપણ રસ્તો લો, તે બધા સુખ લાવવા
માટે હોય છે. અને ક્યાંક આપણો સમાજ આ વાત ભૂલી ગયો લાગે છે. લક્ષ્ય પર ધ્યાન
રાખવાની જગ્યાએ, આપણે વચ્ચે ખોવાઈ
ગયા છે. આપણે માનીએ છે કે સાધન જ સાધ્ય છે. આપણે માનીએ છે કે માર્ગ પોતે ઘર છે.
તમે autobahn
(જર્મની નો સુપરફાસ્ટ
હાઇવે) પર ગાડી ચલાવો છો છે, અને તમે ભૂલી ગયા
છો કે તમે ક્યાંક જાઓ છો, તમે વિચારો છો કે
આ ઘર છે અને ગાડી ચલાવ્યે રાખો છો. આવું બની રહ્યું છે.
આપણે માનીએ છે કે
સંપત્તિ ધ્યેય છે, રાજકારણ ધ્યેય છે,
મનોરંજન ઉદ્દેશ છે;
અરે ના! આ બધા ફક્ત સુખ
તરફ ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. હકીકતમાં સુખ બિનશરતી છે. આ બધી વસ્તુઓ હોવા
છતા ધ્યેય ચૂકી જવાય અથવા કશુ ન હોવા છતાં ધ્યેય પર પહોંચી જવાય.
ગમે તે સંજોગોમાં
તમે ખુશ રહી શકો છો, આ આધ્યાત્મિકતા છે.
જે થવું હોત તે
થાય, દુનિયા ઊંધી છત્તી થાય,
તમે ખુશ રહેવાનું નક્કી
કરી શકો અને તમે ખુશ રહી શકો છો! તે બહુ રસપ્રદ વાત છે કે આજે વિશ્વમાં લોકો GDP
(ગ્રૉસ ડોમેસ્ટીક પ્રોડક્ટ
– અર્થતંત્ર નો વિકાસ માપવાનો એક માપદંડ) ની વાત કરે છે. તે GDH (ગ્રૉસ ડોમેસ્ટિક હેપ્પીનેસ – દેશનું કુલ સુખ)
છે - GDP નહીં. મને લાગે
છે કે ઈંગ્લેન્ડ, અમેરિકા અને
યુરોપમાં બધે આ દ્રષ્ટિએ વાત શરૂ થઇ છે. બાંગ્લાદેશ અને ભૂટાન જેવા નાના અને ગરીબ
દેશો માં લોકો વધારે સુખી છે (GDH નું સ્તર ઊંચુ
છે), જ્યારે સ્કેન્ડીનેવીયા ના દેશો જેમાં બહુ ભૌતિક સુખ છે,
ત્યાં GDH નું સ્તર નિચું છે. એનો શું મતલબ? આવુ કેમ બને છે? આવે વખતે આપણે વિશ્વને એક સંદેશ આપવાની અને
તેમને જાણ કરવાની જરૂર છે, 'જાગો. ખુશ રહો!'
આપણે આધ્યાત્મિક
જાગૃતિ અને માનવ મૂલ્યોના ઉત્થાન ની લહેર લાવવાની છે. માનવ મૂલ્યોનો અભાવ વિશ્વને
માનવ સમાજ માંથી પ્રાણીય સામ્રાજ્યમાં ફેરવી નાખશે. અને તેને પ્રાણીય સામ્રાજ્ય કહેવાનું પણ યોગ્ય નથી કારણ કે
પ્રાણીઓ પણ કેટલાક નિયમો પ્રમાણે જીવે છે અને તેમના પણ અમુક ધોરણો છે. જો તેની
મૂળભૂત વૃત્તિ સંતોષાઇ હશે (જો તે ભૂખ્યા નથી) તો કોઈ સિંહ શિકાર માટે નહીં જાય.
કોઈ પ્રાણી જંગલો ને પ્રદુષિત કરતું નથી. જંગલો લાખો વર્ષોથી અસ્તિત્વમાં છે પરંતુ
તમને જંગલો માં પ્રદુષણ જોવા નહીં મળે. તેઓ બધું સાફ રાખે છે. એ માનવ સમાજ છે જે
તેના લોભ અને ઉપભોકતાવાદ થી આખા વિશ્વને
પ્રદુષિત કરે છે, તેને આવતી પેઢી માટે
અયોગ્ય બનાવે છે. અહીયા આ વર્ષનું મહત્વ છે. લોકો માનવ મૂલ્યો, આધ્યાત્મિક મૂલ્યો અને પર્યાવરણના મૂલ્યો
પ્રત્યે જાગ્રત થશે, અને આર્ટ ઓફ
લિવિંગ ના સભ્યો તરીકે તમારે મુખ્ય
ભૂમિકા ભજવવાની છે. તમે અગ્રેસર છો અને તમારે સમાજમાં આ જાગૃતિ ફેલાવવાની છે.
૨૦૧૧ ના વર્ષમાં
આપણે ઘણા ઉતાર ચઢાવ જોયા છે. બધા દબાયેલા સમાજોમાં સરમુખ્યત્યારશાહી, હિંસા, અને ખાલી થોડા લોકોના સ્વાર્થીપણા સામે જાગૃતિ આવી. ૨૦૧૧માં આરબ વિશ્વમાં અને ઉતાર
ચઢાવ અને ક્રાંતિ જોવા મળી. આપણને
આશા છે કે આવનારું વર્ષ પીડીત લોકો ના જખમો પર મલમ લગાવશે. માત્ર શારીરિક નહીં,
પરંતુ ભાવનાત્મક અને
આધ્યાત્મિક પણ. તેથી આપણા બધાની આ જવાબદારી છે. આપણે બધાએ જાગવાનું છે અને તૂટેલા
હૃદયોને સાંધવાના છે અને સમાજને આશા આપવાની છે. આર્ટ ઓફ લિવિંગનું ઘણા સમયથી તણાવ
અને હિંસા મુક્ત સમાજ ની રચના કરવાનું સ્વપ્ન છે. આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છે અને અનેક
સિદ્ધિઓ હાંસલ કરી છે. છેલ્લા થોડા વર્ષોમાં કોર્પોરેટ સેક્ટર અને સામાન્ય ક્ષેત્ર
બંનેમાં સિદ્ધિઓ હાંસલ કરી તેનો ગર્વ છે. આપણે ઘણા કાર્યક્રમો આયોજિત કર્યા અને તેથી ઘણા લોકો
માટે આશ્વાસન લાવ્યા પણ હજી આપણે ઘણું કામ કરવાનું છે. તેથી આપણે રાજીખુશી જે કરીએ
છીએ તે કરવાનું ચાલુ રાખીશું. આજે આપણે ચાળીસ મિનિટ માટે ખૂબ જ સુંદર ધ્યાન કર્યું;
સ્થિર અને ચિત્તાકર્ષક
ધ્યાન. આખા વિશ્વમાંથી લોકો આ ધ્યાન માં જોડાયા અને મને ખાતરી છે કે આનાથી
દુનિયામાં એક મોટો ફેરફાર આવશે.
પ્ર: ગુરુજી,
દુનિયામાં બધે સારા લોકો
અત્યારે પીડાય છે. લોકો જે જન્મમાં પાપ કરે ત્યારે જ શા માટે સજા નથી ભોગવતા કે જ્યારે તેઓ તેમના પાપથી
પરિચિત છે?
શ્રી શ્રી રવિ
શંકર: મારી દ્રષ્ટિ એ જુઓ. મને કોઇ ખરાબ લોકો દેખાતા નથી. મને માત્ર બુદ્ધિશાળી અને
અજ્ઞાની દેખાય છે. બુદ્ધિશાળી સત્યને પહેલાં ઓળખે છે. અજ્ઞાની ને થોડો લાંબો સમય
લાગે છે અને તેઓ તેમની અજ્ઞાનતા ને કારણે પીડાય છે, તેમના સારાપણ ને કારણે નહીં. એ લોકો મૂર્ખ છે જે
સત્ય જોતા નથી; વાસ્તવિકતા જોતા
નથી.
પ્ર: ડિઅરેસ્ટ ગુરુજી,
આ પાથ પર ચાલનાર અમને
મોટાભાગના લોકોને પ્રબુદ્ધ બનવાની ઉત્કંઠા છે. અને તમારા માર્ગદર્શન થી અમે આખરે
આવું કરી શકશું. પછી આ બધી માથાકૂટ ની શા માટે જરૂર? તમે હમણાં જ અમને પ્રબુદ્ધ કેમ નથી બનાવતા?
શ્રી શ્રી રવિ
શંકર: અરે આવો, આપણે થોડી મોજ
મસ્તી કરીએ! મને હંમેશા કંઈક મસાલેદાર ભાવે છે, સાદો ખોરાક નથી ભાવતો. તેથી, થોડી અહીં અને થોડો ત્યાં મસાલો તે રમતને વધુ
રસપ્રદ બનાવે છે.
પ્ર: ગુરુજી,
મનુષ્ય ને ગત જન્મ નું
કશું યાદ નથી હોતુ. ઇશ્વર સંકલ્પ કે જેણે આ બ્રહ્માંડ બનાવ્યું તે આત્મા ને
પરમાત્મા સાથે મિલન થયા પછી પણ પુનઃ જન્મ કરાવી શકે છે. પછી જ્ઞાની આ જન્મમાં
મૃત્યુના સાગર ને પાર કરવાની કેમ ઇચ્છા રાખે છે?
શ્રી શ્રી રવિ
શંકર: સાંભળો, તે કુદરતી છે.
તમે એક ઊંડો શ્વાસ લો પછી માત્ર કુદરતી છે કે તમે શ્વાસ બહાર કાઢવા માંગો છો. જો
તમે ચુસ્ત મુઠ્ઠી બાંધી હશે તો તમે કુદરતી રીતે તેને ખોલવા માંગો છો. જ્યારે તમારા
હાથ ખુલ્લા હોય, ત્યારે તમે
કુદરતી રીતે તેને ફરીથી મુઠ્ઠીમાં બંધ કરવા માંગો છો. તેથી મુક્તિ ની ઇચ્છા શ્વાસ
બહાર કાઢવાની ઇચ્છા જેમ કુદરતી છે. ધારો કે તમે કોઈપણ સંવેદનાત્મક ક્રિયાઓમાની એક
કરો છો જેમ કે ખાઓ છો. અમુક સમય પછી તમે કહેશો, 'મારે વધુ નથી જોઇતુ' અને તમે ખાવાનું બંધ કરો છો. એ જ રીતે જો તમે
સતત કંઈક જોઇ રહ્યા છો, તો અમુક સમયે
કહેશો, 'હું મારી આંખો
બંધ કરવા માંગુ છુ.' ધારો કે તમે દસ
કલાક સંગીત સાંભળો, તો તમે અગિયારમા
કલાકે કહેશો, 'હવે સંગીત બંધ
કરો. મને થોડી શાંતિ ગમશે.' તમને શાંતિ નો
આનંદ માણો છો. તમે આ અવલોકન કર્યું છે? ગમે તેટલું સરસ સંગીત હોય અમુક સમય પછી તમે તેને રોકવા માંગો છો. એ જ રીતે,
તમે સ્પર્શ નો આનંદ માણો
છો પરંતુ કેટલા સમય સુધી? ક્યારેક તમે
કહેશો, 'હું એકલો રહેવા માંગુ છુ.' તેથી સ્પર્શ, સ્વાદ, સુગંધ કે દૃષ્ટિ ની ભાવના હોય, અમુક સમયે તમે
તેનાથી દૂર રહેવા માંગો છો. તમે તેમાં કાયમ રચ્યાપચ્યા નથી રહી શકતા. તમે સામેની
બાજુ જઇને આરામ કરવા માંગો છો. જો તમે સતત સક્રિય હો, તો તમે અમુક સમયે કહો છો, 'હું આરામ કરવા માંગુ છુ.' આ જ મોક્ષ છે. મોક્ષ નો અર્થ વિશ્વમાં સંલગ્ન
થવામાંથી સ્વતંત્રતા, પ્રવૃત્તિમાંથી
સ્વતંત્રતા, ઉપભોગ અને
સંવેદનાત્મક આનંદ માંથી સ્વતંત્રતા થાય છે. બધા માંથી સ્વતંત્રતા, આ કુદરતી છે.
તે સહજ છે.
ક્યારેક તો તમે મુક્તિ મેળવવા માંગો છો. અને ધ્યાન તમને તે સ્વતંત્રતા આપે છે;
આ સર્વાધિક વાંછિત
સ્વતંત્રતા.
પ્ર: ડિયર ગુરુજી,
કેટલી હદ સુધી પૈસાનું
અગત્ય છે? જો તમે વધુ પૈસા કમાવાની ક્ષમતા હોવા છતા ન
કમાઓ તો તે એક ભૂલ છે?
શ્રી શ્રી રવિ
શંકર: તે તમારા ઉપર આધાર છે. પૈસા જરૂરી છે પરંતુ તે ખિસ્સામાં રહેવા જોઇએ અને દિમાગ
માં ન પહોંચી જવા જોઈએ. નહિંતર કોઇ રકમ અપૂરતી છે. આજે અમેરિકા જેનું ચલણ સમગ્ર વિશ્વમાં
માન્ય છે તે અબજો ડોલર ના ઊંડા દેવામાં છે. તમે અમેરિકાને આજે શું કહેશો, સમૃદ્ધ દેશ અથવા એક ગરીબ દેશ? તમે તેમને શું કહેશો? હું કહીશ કે તમે પૈસા કમાઓ પરંતુ તેને ધ્યેય ન બનાવો.
પૈસા કમાઓ પરંતુ તમારા આરોગ્ય ના ખર્ચે નહિં અને તમારા સુખ ની કિંમતે નહીં કારણ કે
તમે તમારા આરોગ્ય ને ખર્ચીને સંપત્તિ મેળવશો અને પછી તમારી અડધી સંપત્તિ ગુમાવેલું
સ્વાસ્થ્ય પાછું મેળવવા ખર્ચશો, જે ખરેખર તો
બનતું નથી. તેથી હું કહીશ, જીવનમાં સંતુલન
રાખો.
પૈસા કમાઓ,
પરંતુ તે જ સમયે તેના
વિષે ચિંતાતુર ન થાઓ. સમાજ સેવા કરતા સુખી જીવન જીવો. તે તમને માત્ર એક મોટા બેંક બેલેન્સ કરતાં વધુ
સંતોષ આપે છે.
પ્ર: ગુરુજી,
આપણે ૧૫૧ દેશોમાં હવે છીએ,
પરંતુ આગળ શું?
શ્રી શ્રી રવિ
શંકર: હું તમારી દૂરંદ્રષ્ટિ પર છોડી દઉં છુ. આપણે આર્ટ ઓફ લિવિંગ ના ૩૦ વર્ષ પૂર્ણ
કર્યા છે. આપણે ૨૦૧૧ માં આ માટે ઉજવણી શરૂ કરી હતી, જે ૨૦૧૨ માં ચાલુ રહેશે. અને જીવન ને ઉત્સવ
બનાવવો એ આપણો મુદ્રાલેખ છે. દુનિયામાં આપણે ઘણા ભાગોમાં નથી પહોંચ્યા, તે ભાગો સુધી આપણે પહોંચવુ જોઈએ. અને યુરોપમાં
પણ આપણે ઉત્સવ અને ખુશીની એક લહેર લાવશું. બાકીનું હું તમારા પર છોડી દઇશ. તમે બધા
તમારા પોતાના વિચાર અને દ્રષ્ટિ થી જુઓ કે તમારે શું હાંસલ કરવું છે અને તમે શું
કરવા માંગો છે. વ્યક્તિગત જરૂરીયાતો બાજુએ મુકીને વૈશ્વિક કલ્યાણ માટે વિચારો.
જ્યારે તમે વિશ્વ, સમાજ અને દરેકના
માટે કંઈક મોટું કાર્ય કરવા તૈયાર હશો તો તમારી જરૂરિયાતો ની હંમેશા કાળજી લેવાશે. તમને ક્યારેય અભાવ
નહિં નડે. જો તમે માત્ર તમારી જાત વિષે વિચારશો, તો તેમાં કોઈ આનંદ અથવા સુખ નથી. એક જૂની
સંસ્કૃત કહેવત છે, 'નાની વસ્તુઓમાં
કોઈ આનંદ નથી. જે મોટી અને ભવ્ય છે ફક્ત તે તમને સુખ આપી શકે છે.' તેથી વિશ્વ માટે, સમાજ માટે અને આર્ટ ઓફ લિવિંગ માટે એક મોટી
દ્રષ્ટિ રાખો. તમારી રોજીંદિ જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવશે. તમે જે કરવા માંગો છો
તે સાચુ બની રહ્યુ છે. તમને બધા આશીર્વાદ મળી રહ્યા છે. તેથી ઉર્જાન્વિત બનો આળસુ નહીં. એવું ના કહેતા, 'ઓહ! ગુરુજી એ જણાવ્યું હતું કે કેન્દ્રિત બનો,
બીજુ બધું ભૂલી જાઓ,
તે તમામની કાળજી લેવામાં
આવશે.' ના! પ્રમાદી ન
બનો. ગતિશીલ રહો અને કેન્દ્રિત રહો. આ ખૂબ જ મહત્વનું સંયોજન છે.
પ્ર: ગુરુજી,
આ વર્ષે તમારો યુવાનો
માટે શું સંદેશ છે?
શ્રી શ્રી રવિ
શંકર: યુવાનો વધુ યુવા બની રહ્યા છે અને સમય હંમેશા યુવાન લોકો સાથે હોય છે. દરેક
મિનિટ તેમની છે. તેથી જો તમને લાગે કે તમે તમારા મન થી જુવાન છો, તો પછી આખું વર્ષ તમારુ છે. યુવા વય માત્ર
શરીરની નહીં પરંતુ મનની છે, તે યાદ રાખો.
અહીં લોકો ના મન જુઓ; તે બીજા કોઇ પણ
યુવાનો કરતાં વધુ યુવાન છે.
૨૦૧૧ માં જુઓ,
તમે ભૂતકાળ માંથી શું
શિખ્યા. ગયા વર્ષમાં તમારી આંખો ખૂલી ગઇ કે ઘણી ભૂલો તમે કરી છે. તેનો અફસોસ ન કરો
કારણ કે તમે દર ભૂલમાંથી કશુક શીખ્યા છો, પરંતુ હવે તે ભૂલો નું પુનરાવર્તન ન
કરશો. તમે અન્ય લોકો ની ભૂલોમાંથી પણ શીખ્યા છો. જુઓ તેમના જીવન સાથે શું થાય છે.
સામાન્ય રીતે આપણે ખોટી વસ્તુઓ કરનાર લોકો સામે નારાજ થઇએ કે ગુસ્સો કરીએ છીએ. હું
કહીશ કે તમારે તેમ ન કરવું જોઈએ; તમારે તેમનો આભાર
માનવાનો છે કારણ કે તેઓ પડે છે અને તેમના પોતાના ખર્ચે તમને બોધપાઠ આપે છે. તેઓ
ભૂલ કરીને તમને શીખવે છે, 'જુઓ હું શું ભૂલ
કરુ છુ, તમે તે ન કરશો.'
તેથી તેમનો આભાર માનો અને
આગળ વધો!
ધારો કે તમે
મૃત્યુ પામીને અન્ય જગ્યાએ જન્મો છો, તો તમારું જીવન કેવું હશે? તે સાવ નવું હશે.
ધારો કે તમે ફરીથી કોરિયામાં જન્મો છો. એક બાળકના માટે બધું નવુ છે; વિવિધ લોકો, વિવિધ ભાષાઓ, બધું નવુ અને રસપ્રદ છે. આધ્યાત્મિક માર્ગ પર
ચાલનારે દરેક ક્ષણે મૃત્યુ પામવુ જોઈએ. ભૂતકાળ ને દફનાવી દો! તમે મૃત છો, બધું ચાલ્યુ ગયુ, આગળ શું? વર્તમાન ક્ષણ! ભૂતકાળ વિશે ફરીયાદ ન કરો. 'મેં ભૂલ કરી', અથવા 'તેમણે તે ભૂલ કરી.' બધાનું પોટકું
બનાવીને નજીકના દરિયા માં પધરાવી આવો. પછી જાગો ઊભા થાઓ અને નવી આંખો અને તાજગી ભર્યા મન સાથે વિશ્વને જુઓ; બધું નવું, દરેક વ્યક્તિ નવી.
જીવન ચાલ્યા કરે
છે! અને આવું ઘણી વખત બન્યું છે. તમે ઘણી વખત મૃત્યુ પામ્યા છો અને ઘણી વાર
જન્મ્યા છો. જો તમે દરેક ક્ષણે મૃત્યુ પામો અને દરેક ક્ષણે જન્મો તો તે
પ્રબુધ્ધ્તા છે અને તે સુખ છે. વર્તમાન ક્ષણમાં જીવો! નવું જીવન, બધો ભૂતકાળ ગયો ...હમણાં! વર્તમાન ક્ષણમાં સો
પ્રતિશત જીવો, જીવનના પડકારો
ઝીલો અને આગળ વધતા રહો. વિચારો કે તમે દરેકને કઇ રીતે ઉપયોગી થઇ શકો. ફક્ત આ વિચાર
સાથે ચાલતા રહો! આને કહેવાય મન નો નાશ કરવો. મનનો નાશ કરીને પ્રકાશ તરફ ચાલવા
માંડો. જો તમે મનને મારશો તો તમે ખ્યાલ આવશે કે તમે જ પ્રકાશ છો. મન શું છે?
સંસ્કાર, ભૂતકાળની છાપ, ખેદ નારાજગી, જાત પર ગુસ્સો, અન્ય પર ગુસ્સો વગેરે.
આ વિષચક્ર છે. એ
મનને છોડી દો અને દરેક ક્ષણે મૃત્યુ પામો. હવે મને પુછશો નહીં, 'પછી હું મારા રૂમ નો નંબર ભૂલી જઇશ તો',
એવું નથી! જ્યારે તમે આમ
કરશો તો યાદશક્તિ વધુ તિવ્ર બનશે.
જ્યારે તમે દરેક
ક્ષણે જન્મો અને દરેક ક્ષણે મૃત્યુ પામો, તમારી યાદશક્તિ એટલી તિવ્ર બનશે કે તમે ક્યારેય મૃત્યુ નહીં પામો અને ક્યારેય
નહીં જન્મો. તમારા આત્માને સાક્ષાત્કાર થશે કે જીવન શાશ્વત છે અને પાંચ દસ હજાર
વર્ષ પહેલાની, દર વખતે તમે આ
પૃથ્વી પર આવ્યા ત્યારની તમામ સ્મૃતિઓ યાદ આવી જશે. તેમની કોઈ જરૂર નહીં પડે,
પરંતુ હું કહુ છું કે તમે
સંપૂર્ણ બેન્ડવિડ્થ વાળા આ આંતરિક નેટ જોડાણ મારફતે તેના સુધી પહોંચી શકશો.